________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૩૦
દેવકરણજી, જાઓ, જુઓ આત્મા! એટલે અમો પણ પ્રતિમાજી પાસે આગળ આવ્યા. ત્યારે હું ભોળો તે બોલી ઊઠ્યો અને કહ્યું: “ક્યાં છે, બાપજી?” પછી મારી સામું જ
જોઈ રહ્યા. કંઈ “હા” કે “ના” ન કીઘી. હું તો મુંઝાણો કે એમને શું કહેવું હશે? મને વિકલ્પ ન રહે તેથી મને બોઘમાં જણાવ્યું કે મુનિ, તમે જોશો.
પછી કૃપાળુદેવ બોલ્યા, “દિગંબર આચાર્યો નગ્ન રહ્યા માટે ભગવાનને પણ દિગંબર રાખ્યા અને શ્વેતાંબર આચાર્યોએ વસ્ત્ર ધારણ કર્યા તેથી ભગવાનને આંગી, મુગટ વગેરે ઘારણ કરાવ્યા.” પછી દહેરાસરની બહાર પધાર્યા અને એક બિછાને પડેલું હતું તેના ઉપર બિરાજ્યા. પછી ફરમાવ્યું કે “મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી; માટે અંતરદ્રષ્ટિ કરો.” આત્માની અંદર ઊતરી જાઓ. આ પ્રમાણે સર્વ શાસ્ત્રના પરમ રહસ્યભૂત વાત કહી. આવું આવું ઉપદેશામૃતનું પાન સદ્ગુરુ વિના કોણ કરાવે? ત્યાંથી પરમગુરુ પોતાને સ્થાને ગયા અને અમે સર્વ અમારે સ્થાનકે ગયા.
અમે સાડા નવ વાગે નરોડા ટ્રેનમાં આવીશું બીજે દિવસે તેઓશ્રી અમદાવાદથી ઈડર ક્ષેત્રે પધાર્યા અને અમે થોડા દિવસ અમદાવાદ રહી નરોડા ગયા. તે વખતે ઈડરથી પરમગુરુનો કૃપાપાત્ર પ્રાપ્ત થયો કે આવતી કાલે સવારના ૯.૩૦ની ટ્રેનમાં નરોડા ઊતરીશું. આ પત્ર વાંચી સર્વને સંદેહ થયો કે ગાડી તો નવ વાગે આવે છે અને સાડા નવ વાગે શી રીતે પઘારવાના હશે? પણ પોતે બીજે દિવસે ગાડી મોડી થયેલી હોવાથી સાડા નવ વાગે જ ગાડી આવી તેમાં તેઓ પધાર્યા. ગામમાંથી કેટલાંક ભાવિકજનો સ્ટેશન ઉપર દર્શનાર્થે ગયા હતા. અમે મુનિઓ સ્ટેશન પાસે એક વૃક્ષ નીચે દર્શન માટે રાહ જોતા બેઠા હતા. પરમગુરુ સ્ટેશનથી અમે બેઠા હતા ત્યાં પઘાર્યા. અમે સર્વેએ નમસ્કાર કર્યા પછી પરમગુરુની સાથે બઘાએ ગામમાં પ્રવેશ કર્યો.
સખત તાપ છતાં પરમગુરુ ઉઘાડા પગે મંદગતિથી ચાલ્યા અમદાવાદથી મુમુક્ષુભાઈઓ પણ નરોડા આવ્યા હતા. બાર વાગે બઘા મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પઘારવા પરમગુરુએ સમાચાર મોકલ્યા. અમે ઉપાશ્રયમાંથી નીકળી ભાગોળે પહોંચ્યા. તે અરસામાં પરમગુરુ આદિ અમારી રાહ જોતા ઉભા હતા. ઉનાળાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. પરંતુ “સાધુના પગ દાઝતા હશે” એમ બોલી પરમગુરુએ પોતાનાં પગરખાં કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડે પગે ચાલ્યા. આ વખતે અમે સાઘુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા હતા પણ પરમગુરુ તો તડકાની કંઈ દરકાર કર્યા વિના મંદગતિએ ઉઘાડાપગે અકળાયા વગર પરમશાંતિથી ચાલતા હતા.
જાણે દેહ સાથે સંબંઘ ન હોય તેમ આત્મધૂનમાં વિચરે છે આ દ્રશ્ય જોનારને એમ થયા વિના રહે નહીં કે અહો! કેવા પરમશાંતિમાં રહી આ પુરુષ ચાલે છે? કેટલાંક કહેતા હતા કે દેવકરણજી મુનિ આ જ્ઞાનીપુરુષના ગુણગ્રામ કરતા હતા તે વાત તદ્દન સત્ય છે. જાણે દેહનો સંબંધ ન હોય તેમ આત્મધૂનમાં તે વિચરે છે.
હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ તેઓશ્રી વડ નીચે બિરાજ્યા પછી અમે છએ સાથુ નમસ્કાર કરી સામે બેઠા. પછી પરમગુરુના