________________
૧૩૧
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી ચરણ તરફ દ્રષ્ટિ કરી તો તળીયાં લાલચોળ દેખાયાં. તેની તે જ વિદેહ દશામાં પોતે બેઠા હતા. હાથ સરખો પગે ફેરવ્યો નહીં. દેવકરણજીની સામે જોઈ થોડીવારે બોલ્યા કે “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવાનું ગમતું ને નથી. એવી સંયમ શ્રેણીમાં આત્મા રહેવા ઇચ્છે છે.” ત્યારે દેવકરણજી મુનિ બોલ્યા કે “અનંતી દયા જ્ઞાની પુરુષની છે, તે ક્યાં જશે?” પરમગુરુએ જવાબ આપ્યો : “અંતે એ પણ મૂકવાની છે.”
જ્ઞાનીની આજ્ઞા પૂર્વાપર અવિરોઘ હોય પછી તેઓશ્રીએ પૂછ્યું કે સ્થાનકવાસી લોકો તમને વિક્ષેપ કરે છે તેનું શું કારણ? મુનિ દેવકરણજીએ જણાવ્યું કે “આપનો ચિત્રપટ અમારી પાસે રહે છે, તે લોકોને રુચતું નથી.”
તે પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે “આટલા કારણે અમે તમને ચિત્રપટની આજ્ઞા કરી નહોતી. જ્ઞાનીની આજ્ઞા પૂર્વાપર અવિરોઘ હોય. તમે તમારી ઇચ્છાપૂર્વક ચિત્રપટ પોતાની પાસે રાખ્યા હતા તે હવે મૂકી દ્યો. દિગંબરી પુસ્તક “યોગ પ્રદીપ’ નામનું છે તે તમને મોકલશું, તે વારંવાર વિચારજો.”
પરમકૃપાળુ દેવના સમાગમ માટે અમે બધા અમદાવાદ આવ્યા સંવત ૧૯૫૭માં પરમકૃપાળુદેવ અમદાવાદમાં આગાખાનને બંગલે પોતાના માતુશ્રી તથા પત્ની સહિત પઘાર્યા, ત્યારે અમારું ચાતુર્માસ સોજીત્રા ક્ષેત્રે હતું. ત્યાં અમને પત્ર-વાટે સમાચાર મળવાથી ચોમાસું પૂર્ણ થયું હોવાથી અમે વિહાર કરી અમદાવાદ આવ્યા. શ્રી દેવકરણજીને પણ ખબર મળવાથી તે અમદાવાદ આવેલા. અમે છએ મુનિઓ ભાવસારની વાડીમાં ઊતર્યા. સોજીત્રાથી અમદાવાદ આવતાં રસ્તામાં મને જીર્ણજ્વર લાગુ થયેલ. તો પણ સમાગમની પીપાસાથી તેને ગણ્યા વિના અમદાવાદ આવ્યા.
મુનિશ્રી દેવકરણજીની અવજ્ઞાથી મુનિશ્રી મોહનલાલજીને મનમાં દુઃખ થયું
મુનિ દેવકરણજીને મોહનલાલજીએ વાત કરી કે મહારાજશ્રીને રસ્તામાં તાવ આવતો હતો. તેથી બીજાં ઉપકરણો મેં ઉંચકી લીધા હતા. પરંતુ એક પોથી તેઓશ્રી પાસે રહી તે નરસીરખે પ્રમાદના કારણે ઉંચકી લીધી નહીં. તેથી દેવકરણજી નરસીરખને હિતાર્થે શિક્ષા આપતા હતા. તેમનો પક્ષપાત કરી નરસીરખના સાથી લક્ષ્મીચંદજીએ વચમાં બોલી ઊઠી દેવકરણજીની અવજ્ઞા કરી. તે જોઈ મોહનલાલજીને લાગી આવ્યું કે અરેરે! આવા પુરુષની અવજ્ઞા કરે તે ઠીક ન કહેવાય. એવા વ્યથિત હૃદયે તે પરમકૃપાળુ ઊતર્યા હતા તે મુકામે ગયા. બંગલાના મોટા દિવાનખાનામાં પરમગુરુ એકલા બેઠા હતા. આસપાસ ગ્રંથો પંક્તિબંઘ હતા.
ઉપર બનેલી બીના પરમકૃપાળુ દેવથી છાની નહીં દિવાનખાનામાં પેસતાં જ મોહનલાલજીને આત્મશાંતિ સર્વાગે પ્રસરી ગઈ, અને મનમાં જે ખેદની લાગણી હતી તે સમાઈ ગઈ, એમ તેમણે જણાવેલું. પછી દેવકરણજી આદિ અમે થોડીવારે ત્યાં ગયા, નમસ્કાર કરી બેઠા કે આ વાત કોઈએ કરેલી નહીં. પરંતુ આપોઆપ પરમગુરુએ ભાવસારની વાડીએ બનેલા બનાવ સંબંઘે જણાવ્યું કે :
શ્રી લક્ષ્મીચંદજી મુનિને વિહારમાં જ્ઞાનાર્ણવ ગ્રંથ ઊંચકવાની આજ્ઞા હે મુનિઓ! આ જીવે સ્ત્રી, પુત્રાદિના ભાર ઉપાડ્યા છે, પણ પુરુષોની કે ઘર્માત્માઓની સેવા,