________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૩૨
(
1)
ભક્તિ પ્રમાદરહિતપણે ઉઠાવી નથી; એમ કહી લક્ષ્મીચંદજીને હિત થવા અર્થે આજ્ઞા કરી કે તમારે જ્ઞાનાર્ણવ ગ્રંથ જ્યાં સુધી મુનિ દેવકરણજી પૂર્ણ વાંચી ન રહે ત્યાં સુધી
વિહારમાં ઊંચકવો એમ કહી મુનિ દેવકરણજીને પરમકૃપાળુદેવના માતુશ્રી દેવમાતાના હાથે હસ્તલિખિત ગ્રંથ જ્ઞાનાર્ણવ વહોરાવ્યો અને તેનો સ્વાધ્યાય કરવાની આજ્ઞા કરી. તે વિનીતભાવે નમસ્કાર કરી લીધા. પછી દેવકરણજીએ પરમકૃપાળુદેવને પૂછ્યું કે આપણું શરીર આવું એકદમ કૃશ કેમ થઈ ગયું? ત્યારે પરમકૃપાળુદેવે ઉત્તર આપ્યો કે અમે શરીરની સામે પડ્યા છીએ; પ્રતિકૂળ આહારથી એમ થયું છે.
શ્રી મોહનલાલજી મુનિને કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઊંચકવાની આજ્ઞા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા નામનો એક હસ્તલિખિત ગ્રંથ તેઓશ્રીના ઘર્મપત્ની શ્રી ઝબકબાના હાથે મને વહોરાવ્યો. તે પરિપૂર્ણ વાંચી સ્વાધ્યાય કરવાની આજ્ઞા કરી. તે ગ્રંથ ઊંચકવાનું મોહનલાલજીને ફરમાવ્યું.
કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું નિરૂપણ પછી મને કહ્યું કે મુનિ, કાર્તિકેયાનુપ્રેક્ષાના કર્તા કુમાર બ્રહ્મચારી છે. તેમણે આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું જે નિરૂપણ કર્યું છે, તેવી જ તે મહાત્માની અંતરંગ દશા વર્તતી હતી. નિવૃત્તિ ક્ષેત્રે તેનો ઊંડો અભ્યાસ કરશો. એમ કહી તે વિચારવાની આજ્ઞા આપી.
બન્ને ગ્રંથો વંચાઈ રહે અરસપરસ બદલવા તેમજ દેવકરણજીને પણ તે ગ્રંથ અત્યંત વિચારવા ભલામણ કરી. દરેકે પોતાને મળેલા ગ્રંથો બરાબર વંચાઈ રહે એટલે અરસ પરસ ગ્રંથનો બદલો કરી લઈ તે વાંચવા, વિચારવાની આજ્ઞા પણ કરી હતી. અત્યંત આભારના ભારે નમ્ર થયેલા હૃદયે નમસ્કાર કરી, તે ગ્રંથો લઈ અમે ભાવસારની વાડીએ આવ્યા.
વ્રત ગ્રહણ કરવા માટે માતુશ્રી તથા ઝબકબાને મુનિઓ પાસે મોકલ્યા
પરમકૃપાળુદેવે માતુશ્રી દેવમાતાને બારવ્રત સંક્ષેપમાં લખી આપી વ્રત લેવા મુનિઓ પાસે શ્રી અંબાલાલભાઈ સાથે મોકલ્યા હતા. સાથે શ્રી ઝબકબા પણ હતા. શ્રી જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા પણ સૂચના કરેલી. તે પ્રમાણે દેવકરણજીએ વાંચી સંભળાવ્યું હતું.
શ્રી દેવકરણજીની માતુશ્રીને ભલામણ વાચન પૂર્ણ થઈ રહ્યા પછી મુનિ દેવકરણજીએ માતુશ્રીને કહ્યું કે “માતુશ્રી, હવે આપ આજ્ઞા આપો જેથી પરમકૃપાળુદેવ સર્વ વિરતિ ગ્રહણ કરે, અને ઘણા જીવોનો ઉદ્ધાર કરે.”
તેઓશ્રીનું શરીર સારું થયા પછી દીક્ષાની આજ્ઞા આપીશ ત્યારે માતુશ્રી બોલ્યા કે મને બહુ મોહ છે. તેમના ઉપરનો મોહ મને છૂટતો નથી. મુનિ દેવકરણજીએ કહ્યું કે માતુશ્રી, આપ એવો મોહ ન રાખશો. ત્યારે માતુશ્રીએ કહ્યું કે તેઓશ્રીનું શરીર સારું થયા પછી હું સર્વ વિરતિ ગ્રહણ કરવા આજ્ઞા આપીશ. પછી શ્રી અંબાલાલ તથા બન્ને માતુશ્રી આગાખાનને બંગલે ગયા.