________________
૧૩૩
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
નીક જ્યાંથી ફાટી જાય ત્યાંથી પાણી નીકળે
તેમ આત્મપ્રદેશો અંગમાંથી નીકળે સાંજના કપાળદેવ ભાવસારની વાડીએ પઘાર્યા. તે વખતે પ્રતિક્રમણનો સમય થયો હતો. તેથી પ્રતિક્રમણની આજ્ઞા લઈ પરમકૃપાળુદેવને નમસ્કાર કર્યા. પ્રતિક્રમણની ક્રિયા થઈ રહી ત્યાં સુધી પોતે ત્યાં જ બિરાજ્યા. મેં પચ્ચખાણ કરવાનું કહ્યું ત્યારે પોતે કહ્યું કે તમે કરી લો. છ આવશ્યક પૂરાં કરી, નમસ્કાર કરી, પરમકૃપાળુદેવ પાસે સમાગમમાં બેઠા. ત્યારે મોહનલાલજીએ પ્રશ્ન કર્યો “મરણ સમયે આત્મ-પ્રદેશો કયા અંગમાંથી નીકળતા હશે?” પરમકૃપાળુદેવે સરળ દૃષ્ટાંતથી સમજાવ્યું કે “નીકમાં પાણી ચાલ્યું જતું હોય અને નીક જ્યાંથી ફાટી જાય ત્યાંથી પાણી ચાલ્યું જાયએમ મરણનું સ્વરૂપ તપાસી વાળ્યું છે કે આ સ્થિતિને જગતના જીવો મરણ કહે છે.”
જેવું આયુષ્ય બાંધ્યું હોય તે પ્રકારે તૂટે મોહનલાલજીએ બીજો પ્રશ્ન કર્યો કે “આયુષ્ય તૂટે?” ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે “આયુષ્ય બાંઘતી વખતે બે પ્રકારે બંઘાય છે. સોપક્રમ અને નિરુપક્રમ. સોપક્રમ એટલે શિથિલ અને નિરુપક્રમ એટલે નિકાચિત. સોપક્રમ બાંધ્યું હોય તો તેવા પ્રકારે ઉદયમાં આવે; આયુષ્ટ તૂટવાના નિમિત્ત મળે તે પૂરું થઈ જાય—એટલે દેહ છૂટી જાય. નિરુપક્રમ આયુષ્યવાળાને ગમે તેવા નિમિત્તો મળ્યા છતાં બાંધ્યું હોય તેટલી મુદત પૂરી થયા વિના પ્રાણ ત્યાગ થાય નહીં.” પછી પરમકૃપાળુદેવ આગાખાનને બંગલે પધાર્યા.
આજે મારો પ્રમાદ પરમગુરુએ નષ્ટ કરાવ્યો. અમે ભાવસારની વાડીથી વિહાર કરી સરસપુરના ઉપાશ્રયમાં આવ્યા. રાત્રે બાર વાગ્યા પછી શ્રી અંબાલાલભાઈને આજ્ઞા થવાથી તે અમારી પાસે અહીં આવ્યા અને વાત કરી કે “આજે મારા પરમગુરુએ અપૂર્વ કૃપા કરી છે અને મારો જે પ્રમાદ હતો તે આજે નષ્ટ કરાવ્યો છે, જાગૃતિ આપી મૂળમાર્ગ કેવો જોઈએ તે સંબંધે વ્યવહાર અને પરમાર્થ બન્નેનું સ્વરૂપ મને આજે કોઈ અલૌકિક પ્રકારે સમજાવ્યું. પરમાર્થનું પોષણ થાય તેવા સવ્યવહારનું સ્વરૂપ પણ કહ્યું.” ઇત્યાદિ વાતો કરતાં સવાર થવા આવ્યું તેથી અમે પ્રતિક્રમણ ક્રિયામાં જોડાયા અને શ્રી અંબાલાલ પરમગુરુના ચરણ સમીપ પધાર્યા.
હવે નિરંતર મુનિઓના સહવાસમાં રહેવાનું ઇચ્છીએ છીએ. એક બે દિવસ પછી પરમકૃપાળુદેવ પોતે એકાએક ઉપાશ્રયમાં પધાર્યા. અમને ઉલ્લાસ થયો. બધા સાધુ ઊભા થઈ ગયા. તેઓશ્રીએ મુનિ દેવકરણજી પાસે જઈને કહ્યું કે હવે નિરંતર મુનિઓના સહવાસમાં રહેવાનું ઇચ્છીએ છીએ.
કૃપાળુ દેવને કંચન અને કામિનીનો બાહ્યત્યાગ હોવો જોઈએ. મુનિ દેવકરણજીના મનમાં પહેલાં એવું રહ્યા કરતું કે જ્ઞાની પુરુષ ગમે તેવી અલૌકિક દશામાં અખંડ આત્મોપયોગમાં રહેતા હોય અને કેવળ નિઃસ્પૃહ હોય તો પણ કંચન અને કામિનીનો બાહ્ય ત્યાગ હોવો જરૂરનો છે; એવી ઊંડી પકડ હતી. છતાં તેમને ખેડાના સમાગમમાં પરમકૃપાળુદેવને વિષે સદ્ ગુરુપણાની શ્રદ્ધા થઈ અને પરમકૃપાળુદેવની આજ્ઞાએ આખું જીવન કાઢશું, આજ્ઞાથીન વૃત્તિ થઈ એમ પણ તેમણે ખેડાથી લખેલા પત્રમાં જણાવ્યું છે.