________________
શ્રીમદ્ અને આત્મારામજી મહારાજ
મહારાજા શ્રી લખઘરજી બાપુના શુભ હસ્તે થયેલ છે, અને પરમકૃપાળુદેવની આરસની પ્રતિમાની પ્રતિષ્ઠા પૂ. શ્રી બ્રહ્મચારીજીના શુભ હસ્તે થયેલ છે.
૩૯૩
શ્રીમદ્ રાજચંદ્રજીને સાત વર્ષની ઉંમરે જે બાવળના ઝાડ ઉપર જાતિસ્મરણ જ્ઞાન થયેલું, તે જગ્યા રાજકોટવાળા શ્રી રસિકલાલ મહેતાએ વેચાતી લઈ ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર જાતિસ્મરણ જ્ઞાન પ્રકાશ મંદિર બંધાવ્યું છે. તેમાં સં.૨૦૦૮ના આસો વદ ૮ ને રોજ શ્રીમદ્ રાજચંદ્રની આરસની કાઉસગ્ગ મુદ્રાની પ્રતિમા સ્થાપન કરવામાં આવી છે. સં.૨૦૨૨માં જન્મભુવનની સામે અતિથિગૃહ અને ભોજનશાળા બાંધવામાં આવી છે.'' -શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથમાંથી
શ્રી આત્મારામજી મહારાજ
આત્મારામજી મહારાજ અત્યંત તીવ્રક્ષયોપશમી, જિનાગમ, વેદાંતાદિ શાસ્ત્રોના અથાગ અભ્યાસી હતા. પંજાબમાં નાનપણમાં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા, જન્મ પંજાબમાં ક્ષત્રિય રજપૂત કુળમાં થયેલો. આપ જો દીક્ષા ગ્રહણ કરો તો માર્ગનો પરમ ઉદ્યોત થાય
સંવત્ ૧૯૪૪માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના ઉપાશ્રયમાં આત્મારામજી મહારાજ રહેતા હતા. તે જ અરસામાં પરમકૃપાળુ શ્રી મોક્ષમાળા છપાવવા માટે અમદાવાદ પઘારેલા, ટંકશાળમાં શેઠ ઉમાભાઈને ઘેર પરમકૃપાળુદેવ બે મહિના રહ્યા હતા. શેઠ પન્નાલાલના માતુશ્રી ચંચળબા અત્યંત ભક્તિમાન હતાં. ચંચળબાએ શ્રી પરમકૃપાળુદેવની સેવાનો સારો લાભ લીધો હતો.
પરમકૃપાળુદેવનો અપૂર્વ ગ્રંથરત્ન શ્રી મોક્ષમાળા આત્મારામજી મહારાજ સાહેબના વાંચવામાં આવતાં તેમને એ ગ્રંથના કર્તાપુરુષને મળવાની ઇચ્છા થઈ, આત્મારામજી મહારાજ સાહેબે સંદેશો મોકલ્યો કે આપણે એક વખત મળીએ. પરમકૃપાળુદેવે જવાબ મોકલ્યો કે “અમે મળવા આવીશું.'’ ત્યારપછી પરમકૃપાળુદેવ આત્મારામજી મહારાજને મળ્યા. આત્મારામજી મહારાજ તે વખતે વિશેષ્યાવશ્યક ભાષ્ય વિચારતા હતા. એ ગ્રંથ પરમ ગહન છે. શ્રી પરમકૃપાળુદેવ સાથે આત્મારામજી મહારાજે એ ગહન ગ્રંથમાં આવેલ સૂક્ષ્મ તત્ત્વની ચર્ચા કરી, ત્યાં શ્રી પરમકૃપાળુદેવે એવા તો અદ્ભુત ખુલાસા કર્યા કે આત્મારામજી મહારાજ પરમકૃપાળુદેવની અત્યંત તીવ્ર પારગામી પ્રજ્ઞા જોઈને સંતોષ પામ્યા અને બોલ્યા કે આપ દીક્ષા ગ્રહણ કરો તો માર્ગનો પ૨મ ઉદ્યોત થાય.
“અમે એ જ વિચારમાં છીએ”
શ્રી પરમકૃપાળુદેવે જવાબ આપ્યો કે—અમે એ જ વિચારમાં છીએ.” પ્રથમ સમાગમે ત્રણ-ચાર ક્લાક જ્ઞાનવાર્તા ચાલી હતી. તે પછી ફરીથી બે વખત સમાગમ થયેલ. એ ત્રણે સમાગમ વખતે શ્રી કાન્તિવિજયજી મહારાજ, શ્રી હંસવિજયજી મહારાજ, શ્રી શાન્તિવિજયજી મહારાજ આદિ સાધુઓ હાજર હતા. એમ શ્રી કાન્તિવિજયજી મહારાજ તથા શ્રી હંસવિજયજી મહારાજના મુખેથી સાંભળ્યું છે.
-સત્સંગ સંજીવનીમાંથી