________________
શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ
આત્મમાર્ગ ભૂલી ગયેલ છે. ક્વચિત્ કોઈ કોઈ વેદાંતી સંન્યાસી જોવામાં આવે છે તે વધારે આત્માર્થી હોય છે. જૈન સમુદાયમાં શ્વેતાંબરમાં હજી સરળતા કાંઈક વધારે શ્રીમદ્ આત્મારામજીમાં દેખાતી અને તેના શિષ્ય પરિવારમાં જોવામાં આવે છે. બાકી સરળતાની ઓછાઈ કે તેનો લોપ દેખાય છે.
65
તિથિ બરાબર પાળવી
તે અરસામાં એક દિવસ સાંજે હું એકલો ફરવા જતો હતો. ત્યાં મારા મનમાં બાળભાવના વિનોદમાં પ્રશ્ન ઊઠ્યો કે નિધિ શા માટે પાળવી ? પાંચમ-આઠમ આદિ તિથિઓ શા માટે? પાંચમને બદલે છઠ્ઠુ કે ચોથ પાળીએ, આઠમને બદલે નોમ કે દશમ પાળીએ તો શું ખોટું? આવો ફક્ત પ્રશ્ન થયો. એ પ્રમાણે કરવું એમ મનમાં નહોતું. પણ વળતે દિવસે સવારે હંમેશ મુજબ શ્રીમદ્ સમીપે ગયો ત્યારે પ્રથમ જ વગર પૂછ્યું કશા સંબંધ વિના શ્રીમદે વચન પ્રકાશ્યું કે મનસુખ, તિથિ બરાબર પાળવી. આગલા દિવસે મારા મનમાં આ પ્રશ્ન ઊઠેલ. એ ઊઠ્યા પછી જ્યારે શ્રીમન્ને મળું છું ત્યારે શ્રીમદ્ એનો ખુલાસો કરે છે. તેથી શ્રીમના અપ્રતિમ જ્ઞાનની ખાતરીમાં ઉમેરો થયો. જો કે વિલ્પ થયેલ કે કાગનું બેસવું અને તાડનું પડવું એમ યોગાનુયોગ સહજ સ્વભાવે શ્રીમદે આમ કહેલ હોય ? પણ ત્યાર પછી મળેલ અનુભવે એ વિકલ્પને દૂર કર્યો. એ અનુભવ આ હતો.
શ્રીમદે જ્ઞાનબળું કહ્યા વગર જાણી લીધું
અગાઉ મેં જણાવેલ છે કે મારા ભાઈ રા.નાનચંદ માણેકચંદ જે આ વખતે વાંકાનેર રાજકોટ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટના ક્લાર્ક હતા, તેની સવારી હાલમાં માંગરોલમાં હતી. નાનચંદભાઈને ત્યાં મેં જણાવેલ કે અત્રે શ્રીમદ્ રાજચંદ્ર (રાયચંદ કવિ) પધાર્યા છે, તમે અત્રે હોત તો બહુ આનંદ થાત. મારે હંમેશ પરિચય થાય છે ઇત્યાદિ. આથી નાનચંદભાઈએ શ્રીમદ્ પાસે એક ખુલાસો કરવા મને લખ્યું હતું. શ્રીમદ્ પર પરભારો તેમને પત્ર લખ્યો નહોતો. એક વરસ ઉપર શ્રીમદ્ ઉપર બે-ત્રણ પત્રો તેમણે લખેલ પણ ઉત્તર મળ્યો ન હતો. તેમજ હાલ નાનચંદભાઈ ક્યાં છે? શું કરે છે? એ જાણવાનું શ્રીમદ્ન કોઈ કારણ નહોતું અને આપણી સૃષ્ટિ પહોંચી શકે ત્યાં સુધી તો શ્રીમદ્ જાણતા પણ નહોતા. એ પત્ર મને મળ્યો તેની બીજી સવારે શ્રીમદ્ભુ મેં પ્રશ્ન કર્યો કે કોઈ સખ્સ આવો પ્રશ્ન કરે છે તેનો ઉત્તર આપવા કૃપા કરો. શ્રીમદ્ કહે—કી, નાનચંદ પ્રશ્ન કરે છે?
મને વિચાર થયો કે કદાચ નાનચંદભાઈએ પરભારો પ્રશ્ન પૂછ્યો હોય, તેથી મેં પૂછ્યું સાહેબ, આપને પત્ર છે?
શ્રીમદ્ કહે—તમારા પરના પત્રમાં નામ છે ને?
મારી પાસે ફક્ત પ્રશ્ન હતો. પત્ર ખિસ્સામાં હતો તથાપિ શ્રીમદે એમ ક્યાંથી કહ્યું? એ આશ્ચર્ય થયું. આગળ વઘીને શ્રીમદ્ ક—નાનચંદ હાલમાં માંગરોલ છે? નોકરી કાંઈ માયાકપટવાળી છે? એ મૂંઝાય છે. શ્રીમદે જે જે પ્રશ્નો પૂછ્યા તે બઘા યથાસ્થિત હતા, બધું તેમજ હતું. શ્રીમદે આ બધું જાણ્યું ક્યાંથી ? નાનચંદભાઈના પ્રશ્નોના ઉત્તર તથા ઉપલી બનેલી વિગતો નાનચંદભાઈને જણાવવા સાથે મેં પૂછાવી જોયું કે શ્રીમદ્ પર એણે પત્ર લખ્યો હતો? નાનચંદભાઈનો જવાબ આવ્યો કે મેં પત્ર લખ્યો નથી. તેથી શ્રીમદ્દ્ના અપ્રતિમ જ્ઞાનની મને ચોક્કસ ખાતરી થઈ.