________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૮
/ETી
પિતાશ્રીએ કીધું કે ભાઈ, આપણી સ્થિતિ જોઈએ તેવી નથી માટે કાંઈક ઉદ્યમ કરો તો ઠીક પડે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે જેવી જોઈએ તેવી સારી સ્થિતિ થશે, તે વિષે કાંઈ પણ ઉચાટ રાખશો નહીં, સારી રીતે નિભાવ થઈ શકે તેમ થશે.
અસભ્ય વર્તનનો પશ્ચાત્તાપ એક સમયે એક સંન્યાસી વવાણિયા બંદરમાં આવેલ અને રામબાઈની જગ્યામાં ઊતરેલ. તેણે શ્રીમદ્ભી ખ્યાતિ સાંભળી પ્રશ્નો પૂછવાનો ઈરાદો રાખેલ અને અનાયાસે મારી (પોપટલાલ) પાસે આવી ચઢ્યો અને તેથી હું તે સંન્યાસીને શ્રીમદ્ પાસે લઈ ગયો. શ્રીમદે યથાયોગ્ય સત્કાર આપ્યો અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે સંન્યાસીએ તેમને લગભગ ૧૩ પ્રશ્નો પૂછયા.
પ્રથમ તેનું વર્તન શ્રીમદ્ પ્રત્યે ઉન્માદવાળું અને અસભ્ય હતું. પણ શ્રીમદે ૪-૫ પ્રશ્નનો ખુલાસો કરતાંની સાથે જ તે સંન્યાસી ઊભા થઈ ત્રણ વખત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બોલ્યા કે મારો જે ખોટો મદ હતો તે આજે ઊતરી ગયો. પછી થયેલ દોષોની શ્રીમદ્ પ્રત્યે માફી માંગી.
તે સંન્યાસી ત્રણ-ચાર દિવસ વવાણિયામાં રહેલ. હમેશાં શ્રીમદુના દર્શનાર્થે આવતા અને ચર્ચા કરી પોતાના દોષ સુઘારતા હતા.
જિજ્ઞાસુઓનું રોજ આગમન તેઓશ્રી વવાણિયામાં હોય ત્યાં સુધી તેમની પાસે રોજ લગભગ ૧૫-૨૦ માણસો જિજ્ઞાસુ તરીકે આવ જાવ કરતા.
કલાક દોઢ કલાક એકાંતમાં વાસ તેઓશ્રીની સાથે હું ફરવા જતો ત્યારે મને અને બીજા સોબતીઓને નિર્ભય રહેવા જણાવતા તથા મને અને બીજા સોબતીઓને ગામથી થોડે દૂર બેસાડી પોતે જંગલમાં દૂર જતા અને ત્યાં કલાક-દોઢ કલાક શાંતિમાં ગાળી પાછા ફરતા. તેઓશ્રી જ્યારે દૂર ચાલ્યા જતા ત્યારે એક પ્રશ્ન અમારી પાસે ખુલાસો કરવા મૂકી જતા. પ્રશ્ન એવો હોય કે અમો તેનો અર્થ ભાગ્યે જ કરી શકીએ.
દૂરથી આવ્યા બાદ તેઓશ્રી પ્રશ્નનો ખુલાસો કરતા અને અમારી સાથે કલાક-અર્ધો કલાક ગાળી, બઘા મોડી રાત્રીએ ઘેર પાછા ફરતા હતા.
બીજા કોઈને પોતાના દોષ કહેવાય એવો પુરુષ નથી. પરમકૃપાળુદેવે છેલ્લે રાજકોટ જતી વખતે મને કહેલું કે – “પોપટ, કંઈ ન મળે તો કાળી જારના રોટલા ખાજો પણ અનીતિ કરશો નહીં.” વળી એક વખત કહેલ કે કોઈ દોષ મોટો થઈ જાય અને ખેદ થયા કરતો હોય તો એકાંતમાં જઈ મારી અજ્ઞાનતાથી આ દોષ થયો છે તેની હે પ્રભુ! આપની સાક્ષીએ માફી માંગુ છું. આપ દયા કરીને મને ક્ષમા આપો. બાકી બીજા કોઈને દોષ કહેવાય એવો પુરુષ નથી.
- શ્રી વવાણિયા બંદર, તા. ૩-૬-૧૯૧૫ને ઉતારો કરેલ છે. ઉપર જણાવ્યા પ્રમાણે મારી સ્મૃતિમાં રહેલ તે લખેલ છે. ભૂલ થઈ હોય તેની ક્ષમા માંગુ છું.