________________
૩૮૯
શ્રી પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ
ખેડા શ્રીમદ્ રાજચંદ્રજી સંવત્ ૧૯૫૪ના અશ્વિન માસમાં ખેડે પથારેલા ત્યારે તેઓશ્રીનો સમાગમ થયેલો. તેમાંના ત્રણ પ્રસંગો મને ખાસ યાદ છે, તે મેં પંચદશીની ટીકાનું પુસ્તક છપાવ્યું છે તેમાં જણાવેલા છે.
આત્મા છે? અનુભવથી કહીએ છીએ કે આત્મા છે તેમની સાથે પ્રથમ સમાગમ થયો ત્યારે મારા ચિત્તની સ્થિતિ ઘણી જ અસ્થિર હતી. આત્મા છે કે નથી? છે, તો કેવો છે? તે સંબંધી મારું ચિત્ત ઘણું વ્યાકુળ રહેતું. તેવામાં મને ખબર મળી કે કોઈ જૈન જ્ઞાની ખેડામાં રા.બા. નરસીરામના બંગલામાં ઉતરેલા છે. એક સાંજે તેમને મળવા માટે ગયો. તે વખતે તેઓ ફરવા ગયેલા. તેથી હું તેઓ જે માર્ગે ગયેલા તે માર્ગે ગયો. આગળ જતાં અંધારું થયું હતું. અંઘારામાં સાદા કપડાં પહેરેલ શાંત પુરુષને સામે આવતાં જોઈ મેં ઘાર્યું કે તેઓ જ હશે. પાસે જઈ મેં તેમને પૂછ્યું કે, આપની સાથે ચાલું? એક ક્ષણ વિચાર કરી તેમણે કહ્યું, “ચાલો.” પછી મેં મારા મનની સ્થિતિ કહીને પૂછ્યું,
પ્રશ્ન : “આત્મા છે?” શ્રીમદ્ ઉત્તર દીઘોઃ “હા, આત્મા છે.” પ્રશ્નઃ “અનુભવથી કહો છો કે આત્મા છે?”
ઉત્તર : “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો અનુભવગોચર છે; તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ.”
જીવો અનેક છે. પ્રશ્નઃ “જીવ એક છે કે અનેક? આપના અનુભવનો ઉત્તર ઇચ્છું છું.” ઉત્તર : “જીવો અનેક છે.”
જડ એવા કર્મ ખરેખર છે, કહેવા માત્ર નથી પ્રશ્ન: “જડ, કર્મ, એ વસ્તુતઃ છે? કે માયિક છે?” ઉત્તર: “જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી.”
હા, પુનર્જન્મ છે પ્રશ્ન: “પુનર્જન્મ છે?" ઉત્તર: “હા, પુનર્જન્મ છે.”
ઈશ્વર જગતકર્તા નથી પ્રશ્નઃ “વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો?” ઉત્તર : “ના.”
પ્રતિબિંબ અમુક તત્ત્વનું બનેલું છે પ્રશ્ન: “દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કોઈ તત્ત્વનું બનેલું છે?”