________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
બોલાવ્યો. અંદર અમે બેઠા હતા. શ્રીમદ્ મારી સાથે ઈશારતથી વાત કરતા હતા. પ્રથમ ટેબલ પરથી શ્રી પ્રવચનસારની હસ્તલિખિત પ્રત લઈ વાંચી સંભળાવવા આજ્ઞા કરી.
આજ્ઞા મુજબ પ્રત લઈ પા-એક કલાક બે પાના વાંચ્યા. એટલે તે પાછું વીંટી લેવા આજ્ઞા કરી. પછી ડૉક્ટર ત્રિભુવનદાસનું શરીરશાસ્ત્ર લેવા ફરમાન કર્યું. તેમાંથી અમુક પૃષ્ઠ ઘણું કરી પૃષ્ઠ ૪૭૭ વાંચી સંભળાવવા આજ્ઞા કરી તે વાંચી સંભળાવ્યું. તેમાં સંગ્રહણી બાબત હતું. તે વખતે મેં પૂછ્યું–સાહેબ, હવે આરામ થાય તો સારું. આરામ ક્યારે થશે? અમને બધાને બહુ દુઃખ રહે છે.
શ્રીમદ્ધ શરીર તદ્દન જર્જરિત થઈ ગયું હતું છતાં એવો ખ્યાલ જરીક નહોતો આવતો કે એ દેહ છોડી ચાલ્યા જશે.
શ્રી ખંભાત સુબોઘક પુસ્તકાલયની ઉત્પત્તિ તે અરસામાં શ્રી ખંભાત વગેરે સ્થળો માટે શા. ભીમસીંહ માણેકને ત્યાંથી પુસ્તકો મોટી રકમના લીધેલા. તેના કમીશન બાબતે પૂછ્યું. ભીમસીંહ ૨૦% આપતો હતો, આપણે ૨૫% જોઈતા હતા. અંતે ૨૨.૫%થી સેટલ થયેલ. તે કમીશનની રકમમાંથી શ્રી ખંભાત સુબોઘક પુસ્તકાલય કર્યું. આ કમીશન છેવટે શું મળ્યું એ પૂછી, પોતાને દિશાએ જવાનું જણાવી શ્રી રેવાશંકરભાઈને બોલાવવા આજ્ઞા કરી. આ દરમ્યાનમાં માતુશ્રી દેવમાતા ત્યાં આવી ચડેલ. ત્યારે માતુશ્રીને કહેલ કે તમે અહીં કેમ આવ્યા? અમને હવે ઠીક છે. આમ લગભગ એક કલાક શ્રીમદ્ સમીપ રહી શ્રી રેવાશંકરભાઈને અંદર મોકલી હું બહાર આવ્યો. શ્રીમદુના સ્થૂળ દેહનો આ છેલ્લો પરિચય હતો તથા બપોરના એકાદ વખત પાણી સીંચવારૂપે દર્શન થયેલાં.
શ્રી મનસુખભાઈ દેવશીભાઈ ભક્તિભાવથી મળ વગેરે તોળી જોતાં. તાત્પર્ય કે શરીરમાં જે કાંઈ ખોરાકરૂપે ગયું તેમાંથી બહાર કેવું અને કેટલું આવ્યું? તે જોતાં જણાયું કે આહાર કરતાં નિહાર વિશેષ રહેતો.
આપણે આજ્ઞા વિના નીકળવું જોઈતું નહોતું મોરબી પાછા જવાની આજ્ઞા મળે તો જવું એવો ઠરાવ કરી હું અને ઘારશીભાઈ મોડા શયન કરી ગયા. વળતે દિવસે ઘારશીભાઈને અંદર જઈ બન્ને માટે આજ્ઞા માગવા કહ્યું. ઘારશીભાઈ અંદર ગયા ત્યારે આજ્ઞા માંગતા ઉત્તરમાં કહેવાયું કે ઉતાવળ છે? ફરી પણ તેમ જ ઉત્તર મળ્યો. ત્રીજીવાર પૂછ્યું ત્યારે શ્રીમદે મૌન રહી, જેવી ઇચ્છા, એવો ભાવ ઈશારાથી દેખાડ્યો. ઘારશીભાઈ ઉતાવળથી બહાર આવી ગાડીનો વખત થવાથી એકદમ કહે “ચાલો', તેથી અમે ટપ્પામાં બેસી ચાલતા થયા. ગાડીમાં બેઠા પછી તેમણે હકીકત કહી કે આમ થયું. મેં કહ્યું –આપણે આજ્ઞા વિના નીકળવું જોઈતું નહોતું. તેમણે કહ્યું કે જે થયું તે ખરું. ચાલો વાંકાનેર. બે-ત્રણ કલાક રોકાઈ બપોરે સાડા બારે અમે મોરબી આવ્યા. તે દિવસે વદ-૪ હતી, અને તેના બીજે જ દિવસે શ્રીમદ્ આ નશ્વરદેહનો ત્યાગ કરી સમાઘિશીત થયા.
જ્યોતિષ સંબંધી જ્ઞાન (શ્રી મનસુખભાઈ કૃત શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા'માંથી ઉદ્ભૂત) વિ.સં. ૧૯૪૨ના આસો માસમાં શ્રીમદ્ મુંબઈ પઘાર્યા તે પહેલાં તેઓશ્રી જેતપર (મોરબી તાબે) પધાર્યા હતા. જેતપરમાં શંકર પંચોળી નામના એક વિદ્વાન જોશી હતા. તેઓ ગણિત-ફલાદેશ સારું