________________
૬૯
શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ
પણ એ ગ્રંથ પ્રસિદ્ધ થયા બાર વર્ષ તે વખતે થયાં હતા. તથાપિ કોઈ લેખકનું એ આશય ભણી અથવા એ શૈલી ભણી ધ્યાન ખેંચાયું ન હતું.
અંગ્રેજી નથી ભણ્યા તેટલા વિકલ્પ ઓછા પ્રસંગોપાત મારા પિતાશ્રીએ કહ્યું કે રાયચંદભાઈ, આપ અંગ્રેજી ભણ્યા હોત તો બહુ લાભ થાત.
શ્રીમદે કહ્યું કે કિરતચંદભાઈ, જેમ થવાનું હોય તેમ થાય છે. અંગ્રેજી નથી ભણ્યા તો તેટલા વિકલ્પ ઓછા. કલ્પનાઓ તો છાંડવી છે; ભણેલું ભૂલ્ય છૂટકો છે. તે ભૂલ્યા વિના વિકલ્પો દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. પછી મારા પિતાશ્રીએ મને ઉદ્દેશીને કહ્યું કે આ મનસુખ તો આપના જેવાની કૃપાથી ઠીક થયો છે, એનાથી તો સંતોષ છે પણ અમારો માઘવજી સુધરે તો સારું. શ્રીમદે કહ્યું કે કીરતચંદભાઈ, સમતા. રાખો, બધું સારું જ થશે.
શ્રીમન્ની અંતિમ અવસ્થા સંવત ૧૯૫૭ના ચૈત્રમાસમાં શ્રીમદ્ રાજકોટ પધાર્યા. શરીર પ્રકૃતિ વિશેષ ખરાબ થતી જતી. હતી. ચૈત્ર સુદ ૯-૧૦ના રોજ પિતાશ્રી કિરતચંદભાઈ કાર્યવશાત્ રાજકોટ ગયેલા ત્યારે શ્રીમદ્ગી તબિયત જોવા માટે ગયેલ. તે વખતે રાચિત્રભુજ બેચરદાસ હાજર હતા. અને “ઇચ્છે છે જે જોગી જન' ઇત્યાદિ છેલ્લાં કાવ્યો લખાવેલ. મારા પિતાશ્રીએ મને શ્રીમદ્ભા સમાચાર આપી કહેલ કે શ્રી ચત્રભુજભાઈ પાસે શ્રીમદ્ કાવ્યો લખાવતા હતા, અર્થાત્ શ્રીમદ્ પ્રકાશતા જતા હતા અને ચત્રભુજભાઈ લખતા જતા હતા. તે વખતે શ્રીમદે મારા પિતાશ્રી સમીપે મને સંભારેલ અને બને તો મારે રાજકોટ આવવું એમ સૂચવેલ. તથા મનસુખભાઈનો પત્ર પણ ત્રણ-ચાર દિવસ પછી આવ્યો તેમાં પણ બને તો આવી જવા બાબત શ્રીમન્ની આજ્ઞા સંબંઘી વાત હતી.
શ્રી કપૂરવિજયજી મુનિની શ્રીમન્ને મળવાની ઇચ્છા મોરબીમાં એ અરસામાં સદ્ગુણાનુરાગી મુનિ કપૂરવિજયજી પઘારેલા હતા. તેઓ ખચીત ગુણાનુરાગી લાગતા હતા. તેઓની અંતરઇચ્છા પણ શ્રીમદ્ભા સમાગમની હતી. અને એ ઇચ્છા બર (સફળ) આવશે એમ ઘારીને પણ મોરબી પઘારેલ. પણ મોરબી આવતા જાણ્યું કે શ્રીમદ્ તો રાજકોટ છે. મુનિશ્રી કપૂરવિજયજીને શ્રીમદ્ભી વાતો સાંભળી પરોક્ષ પ્રેમ-જિજ્ઞાસા ઉદ્ભવેલ, પણ તે પ્રેમ-જિજ્ઞાસાને પુષ્ટ કરે તેવો સંયોગ તેમને પ્રાપ્ત થયો ન હતો.
ભાવભક્તિથી સૌ શ્રીમદ્ભી સેવામાં સંલગ્ન વદ-૨ના રોજ બપોરે હું રાજકોટ ગયો. મને કાને બહેરાશ અને શ્રીમદ્ અશક્તિયોગે ઊંચેથી વચન ઉચ્ચારી ન શકે એટલે તેટલા પૂરતો હું નકામો પ્રાયઃ હતો. તો પણ બપોરે પાણી સિંચવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયેલ. બઘા ભાઈઓ બહેનો ખર્ગઘારાની જેમ અંતરપ્રેમથી સારવાર, આસના-વાસના તથા આવનાર જનારની ભક્તિ કરતા હતા. શ્રી મનસુખભાઈ દેવશીભાઈ તથા શ્રી રેવાશંકરભાઈએ તો ભક્તિનો, સેવાચાકરીનો, પરમ નિર્જરાનો અપૂર્વ લાભ લીધેલો. સાંજના રાજકોટના ગૃહસ્થો, ડૉક્ટરો, બેરિસ્ટરો, અન્ય ગૃહસ્થો શ્રીમદ્ભી તબિયત સમાચાર પૂછવા આવેલા. સવારમાં ઊઠી શ્રીમદ્ભા દર્શન બહારથી કરી હું ગામમાં જિનમંદિરે જઈ પૂજા કરી આવ્યો. આઠેક વાગ્યાના આશરે શ્રીમદે મને સમીપે