________________
૫૩
શ્રીમદ્ અને વિનયચંદભાઈ દફતરી
આવ્યા કે કહી આવ્યા? મારે કહેવું પડ્યું કે કહી આવ્યા પણ કરી આવ્યા નથી. ત્યારે કહે કે કરી આવતા શીખો. અંતરાત્માને સુધારવા અને રાગદ્વેષને દબાવવા માટે પહેલાં થોડું બોલવાનું અને એકાંતવાસે વિચારવાનું તથા ઉત્તરાધ્યયન, યોગવાસિષ્ઠ, વિચારસાગર વગેરે વાંચી વિચારવાનો ઉપદેશ કરતા હતા.
<= શ્રીમની અનહદ ક્ષમા (૧) ભાણજી મકણજી નામના એક માણસે તેમની પરીક્ષા કરવા તેમના વિરુદ્ધ ભાષણ શરૂ કર્યું. તમે ઢોંગી છો, લોકોને અવળે માર્ગે ચઢાવો છો વગેરે કેટલાક ન બોલવાના શબ્દો બોલ્યા. તેથી અમોને ગુસ્સો ઉત્પન્ન થયો પણ શ્રીમદ્જીએ એક અક્ષર પણ તેમના સામો પ્રત્યુત્તર આપ્યો નહીં. (૨) છેવટે થાકી પાઘડી ઉતારી પગ પાસે મૂકી વારંવાર નમન કરી પોતાની ભૂલ માટે માફી માગી કહે કે મેં આપની પરીક્ષા કરવા આટલી હદ ઓળંગી પરંતુ આપની ક્ષમા અનહદ છે, એમ કહી તેમના પ્રત્યે પછી પરમભક્તિ રાખતા હતા.
અર્થસહિત પ્રતિક્રમણ મારી સાથે વખતોવખત મારે ઘેર પ્રતિક્રમણ કરતા. તેમાં પોતે મને કહે કે તમને અર્થ આવડતો હોય તેટલો કહો. તેથી અર્થસહિત પ્રતિક્રમણ મારી પાસે યથાશક્તિ કરાવ્યું. તેમાં જ્યારે મેં નમો ચૌવિસોનો પાઠ ઉચ્ચાર્યો ત્યારે બહુ જ તે પાઠ માટે પ્રશંસા કરી. બે વખત મારી પાસે અર્થ કરાવી જેમાં જેમાં શબ્દાર્થ ફેર જણાયો તે સુઘારતા ગયા જેથી બીજી વખત તે સઘળો પાઠ અર્થસહિત મેં મુખપાઠ કર્યો હતો.
આજ્ઞા ઉઠાવવાનું ફળ સંવત્ ૧૯૫૬ની સાલમાં તેઓશ્રી વઢવાણ કેમ્પ બિરાજ્યા હતા ત્યારે હું તેમની તબિયત જોવા ગયો. તે વખતે શ્રી પરમકૃત માટે ખરડો ચાલતો હતો, અને તેમાં મને રૂપિયા માંડવા મરજી પૂછી. હું તે વખતે બેઠા બેઠ હતો. તેથી મેં કહ્યું કે જે મારો પગાર થયે એક પગાર આપીશ. જે ઉપરથી તેમ કરવા તેમની ઇચ્છા ન થઈ અને કહ્યું કે જે રકમ મંડાવશો તેની તમને મુશ્કેલી નહીં પડે. જેથી તેઓશ્રી પર તે વાત મૂકી. તેમના ફરમાન મુજબ રૂપિયા ૫૦/- લખાવ્યા. અને તે વરસમાં કચ્છમાં કોરીનો વેપાર કર્યો. કોરી એટલે નાના ચાંદીના ગોળ સિક્કા. તેમાં હજાર કોરીનો નફો મળ્યો. જેથી બીજી વખતની મુલાકાતે તેમની હજાર તે વાત નિવેદન કરી કે આપના ફરમાન મુજબ રકમ ભરવાનું મને આ ફળ મળ્યું હોય એમ જણાય છે.
પ્રજ્ઞાવબોઘ'ની અનુક્રમણિકા લખાવી તે જ દિવસે મેં અરજ કરી કે આપની તબિયત દિન પ્રતિદિન નબળી પડતી જાય છે અને અમારી ગુજરાતીમાં ચાર ચોપડીમાંની બીજી ચોપડીઓ તો બહાર પડી નહીં; તો હવે કેમ થશે? તે વખતે રેવાશંકરભાઈને બોલાવી સખત મંદવાડ હતો છતાં બેઠા થઈ એકસોને આઠ પાઠની અનુક્રમણિકા પ્રજ્ઞાવબોઘ'ની લખાવી હતી.
ભોગાવલી કર્મયોગે પાણિગ્રહણ પરણવાની ઇચ્છા તેઓને ઘણી ઓછી હતી. પણ ભોગાવલી કર્મયોગે તે જોગ બન્યો એટલે તે