________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૮૪
પ્રકૃતિ નરમ રહેવાથી મુંબઈ દવા કરવા સારું તે બેન તથા તેના માતુશ્રી તથા મારા ભાઈ
સુંદરલાલ અને હું મુંબઈ ગયા હતા. ત્યાં ગયા બાદ હું તથા સુંદરલાલ જ્યાં સાહેબજી
= હતા ત્યાં મળવા ગયા. તે વખતમાં સાહેબજી ઘણા ભાગે મૌન રહેતા. કાર્ય જેટલી વાત કરતા. અમો જ્યાં ઊતર્યા હતા તે ઘણી અકિકનો (પથ્થરનો) વેપારી હતો. તે સંબંધી અમોએ સાહેબજીને કીધું હતું.
“ધ્યાન તરંગરૂપ છે” પછી હું ફરીથી એકલો સાહેબજી પાસે ગયો. સાહેબજી પોતે એક નાની પથારી અને એક નાનો તકીયો નાખી બેઠેલ હતા. કાળો કરીને એક રસોઈયો ત્યાં હતો. થોડીવાર પછી મેં સાહેબજીને ધ્યાન સંબંધી પ્રશ્ન પૂછ્યો; પણ જવાબ આપ્યો નહીં. મેં બે ત્રણવાર પાંચવાર પૂછ્યું હશે. ત્યારે સાહેબજીએ કીધું કે પાંચવાર પૂછ્યું? મેં કીધું મને બરોબર સ્મૃતિમાં નથી. પછી સાહેબજીએ કીધું : “ધ્યાન તરંગરૂપ છે?”
તે વખતથી મને ધ્યાનનો આગ્રહ હતો તે જતો રહ્યો. તે એવો કે તે પછીથી ઇચ્છા ઉત્પન્ન થઈ નથી. મેં જૂઠાભાઈ સંબંધી કેટલીક વાત કરી.
યોગ્યતા પ્રમાણે બોઘ મળશે સાહેબજીએ કીધું કે તે શ્રી જૂઠાભાઈની ભલામણથી અમો તમોને બોઘ આપીએ તેમ નથી. અને તે ના કહે તેથી કાંઈ ના આપીએ તેમેય નથી.
થોડીવાર પછી સાહેબજીએ મને કીધું કે કેમ અમે કહીએ તે પ્રમાણે કરશો? મેં કીધું કે હા જી. આપ જે કહેશો તે યોગ્ય જ હશે. સાહેબજીએ કીધું કે-“અમે કહીશું કે જાવ મજીદમાં.” મેં કીધું આપ જે કહો છો તે યોગ્ય જ છે. પછી સાહેબજીએ કીધું : “કાલે આવજો.”
હું કોઈ કારણથી બીજે દિવસે જઈ શક્યો નહીં. તેથી ત્રીજે દિવસે સાહેબજી પાસે જઈ ક્ષમા માગી. થોડીવાર પછીથી સાહેબજીએ કહ્યું
અમારે હજારો વર્ષનો અભ્યાસ અમારે હજારો વર્ષનો અભ્યાસ છે એમ કહી કહ્યું કે લ્યો, આ દસ વચનો. આ વચનો એવા છે કે હજાર પાનાં ભરાય તેટલું એમાં રહસ્ય છે. તેમાં પ્રથમ વાક્ય “સપુરુષના ચરણનો ઇચ્છક”. ઇત્યાદિ ૧૦ વચનામૃતો હતા. તે “શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત વચનામૃત'માં પત્રાંક ૧૦૫માં છપાયેલ છે.
વિના ઘડિયાળ એક મિનિટનો પણ ફેર નહીં ત્યારપછી સાહેબજીને નમસ્કાર કરી ઉતારે આવ્યો. ફરી એક બે વાર ગયો હતો, એવી યાદી છે. સાહેબજી બપોરના વખતમાં પથારીમાં સૂઈ જતા હતા. કાળા રસોઈયાને કહેતા કે અમો અમુક વખતે ઊઠીશું. સાહેબજી તે જ ટાઈમે કહ્યા પ્રમાણે ઊઠતા. એક મિનિટ પણ ફેરફાર થતો નહીં. પાસે ઘડિયાળ કે ઘડી કંઈપણ રાખતા નહીં. પણ જે વખતે ઊઠે તે તે વખતે કહ્યા પ્રમાણે ટાઈમે ઊઠવું થતું હતું.
પરમકૃપાળુદેવે જે આપ્યું તે કૃપા કરી જણાવો પછી હું અમદાવાદ ગયો હતો. ત્યાં હું પવિત્ર જૂઠાભાઈને મળ્યો. ત્યારે જૂઠાભાઈ મને વારંવાર પૂછવા લાગ્યા કે ભાઈ તમને પરમકૃપાળુદેવે શું આપ્યું? તે તો મને કૃપા કરી જણાવો તો ખરા! પછી મેં