________________
૧૮૩
શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ
પણ તેઓની સાથે તે કામમાં દોરાયો હતો.
શ્રી જૂઠાભાઈ બુદ્ધિશાળી પુરુષ છે. અંબાલાલભાઈને તથા છગનલાલભાઈને જે પત્ર વ્યવહાર ચાલતો, તેમાંથી અંબાલાલભાઈએ લખેલા અમુક પત્રો છગનલાલભાઈએ શ્રી જૂઠાભાઈને વંચાવ્યા હતા. તે ઉપરથી શ્રી જૂઠાભાઈએ અંબાલાલભાઈ પ્રત્યે કંઈ પ્રશ્નના આકારમાં પત્ર લખ્યો. તે પત્ર અંબાલાલભાઈએ વાંચ્યો અને તેના જવાબમાં લખ્યું શું? તે મને બરાબર યાદ નથી પણ અંબાલાલભાઈએ મને કીધું હતું કે આ લખનાર પુરુષ બુદ્ધિમાન છે.
“કયાં પ્રતિબંઘ કરું-મોહના કારણોને શા માટે વઘારું? સંવત્ ૧૯૪૬ની સાલમાં ભાઈ સુંદરલાલ માણેકચંદનું ફરીથી લગ્ન થયું હતું. તેમની સાણંદ જાન જવાની હતી. તે જાનમાં હું તથા અંબાલાલભાઈ ગયા હતા. ત્યાંથી છગનલાલભાઈને ત્યાં લગ્નનો પ્રસંગ હતો તેથી અમો અમદાવાદ ગયા. અમોને જૂઠાભાઈને મળવાની આકાંક્ષા રહેતી હતી, જેથી અમો પછી જૂઠાભાઈને ત્યાં ગયા. જૂઠાભાઈની શરીર પ્રકૃતિ નરમ રહ્યા કરતી હતી. તેઓશ્રીમાં વિનયનો ગુણ ઘણો અભુત જોયો. તેઓની સરળતાએ અમો બંન્નેના ચિત્ત હરણ કર્યા. કેટલીક ઘર્મ સંબંઘી વાતચીત થઈ. પછી અમો જમવા ગયા. જમીને ફરીથી અમો જૂઠાભાઈ પાસે ગયા. જૂઠાભાઈને લગ્નના વરઘોડામાં આવવા કહ્યું ત્યારે જવાબમાં તેઓએ જણાવ્યું કે “હું કયાં પ્રતિબંઘ કરું?” આ વચન સાંભળતા અમારા હૃદય કંપાઈ ગયા. તે દિવસે છગનલાલભાઈને ત્યાં મોટો વરઘોડો ચઢવાનો હતો. તેથી અમોને તેડવા માટે માણસ આવ્યો. અમારે જવાનું મન બિલકુલ નહોતું છતાં જવું પડ્યું હતું. રસ્તામાં ચાલતાં ચાલતાં ઘણી ઉદાસ વૃત્તિ રહ્યા કરતી, અને જૂઠાભાઈનું વચન બહુ જ ખટકતું હતું કે આને કેવો ભાગ્યનો ઉદય!
તમારી સાથે પૂર્વભવનો સંબંઘ હોવો જોઈએ ત્યારપછી સાંજના અમો બન્ને જૂઠાભાઈને ત્યાં જવા નીકળ્યા. રસ્તામાં જતાં પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને ત્યાં ગયા. જતાં જ શ્રી જૂઠાભાઈએ અમોને પ્રીતિપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે તમારી સાથે મારો પૂર્વનો સંબંઘ હોવો જોઈએ, એમ લાગે છે. એમ કહ્યા પછી સાહેબજીના સંબંધી કેટલીક હકીકત કહી. કેટલાંક સાહેબજીના પત્રો અમોને વંચાવ્યા. તેમાંના કેટલાંક પત્રો અમને આપ્યા. અમુક ચોકડીના આકારમાં, અમુક ત્રિકોણના આકારમાં લીટીઓ કાઢેલ પુસ્તક આપ્યું. શ્રી અંબાલાલભાઈને ત્યાં ઘણું કરી તે વિદ્યમાન હશે.
પત્ર લખી પ્રશ્નોના ઉત્તરો મંગાવતા ત્યાંથી અમો ખંભાત આવ્યા. ત્યારપછી અમોએ સાહેબજી સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો હતો. સ્થાનકવાસીના અપાસરે શ્રી ભગવતીજી સૂત્ર વંચાતું હતું તે સાંભળવાને અમે બન્ને જતા હતા. અપાસરામાં નીચે આવી અમો બન્ને પાના વાંચતા અને તેમાંથી સંશય કરતા. પછી શંકાઓનું નિવારણ કરવા સારું અમો સાહેબજી પ્રત્યે પત્ર દ્વારા લખી જણાવતા અને તે પ્રશ્નના ઉત્તરો સાહેબજી લખી જણાવતા હતા. જે હાલ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત વચનામૃત પત્રાંક : ૧૧૫, ૧૨૨, ૧૩૧, ૧૩૯માં છપાયેલ છે.
સાહેબજી ઘણા ભાગે મૌન ત્યાર પછી સંવત્ ૧૯૪૬ના ફાગણ માસમાં ભાઈ છોટાલાલ માણેકચંદની બેન પસીની શરીર