________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૮૨
સંતને અહીં રહેવાની પોતાની ઇચ્છા દર્શાવી, સંતે વંડી ઉપરની મેડી બતાવી જણાવ્યું ઉપર ઠેરના બાબા, હમ ભી હરિ ભક્તિ કે લિયે ઠહરે હૈ! અને આ મેડી ઉપર પરમકૃપાળુદેવ લગભગ આઠ દિવસ રહ્યા. બાજુમાં વડની નીચે તેઓશ્રીનો બોધ થતો. પર્ષદા ભરાતી, સર્વ સંપ્રદાયના લગભગ પાંચસો જેટલા ભાઈઓ બહેનો ત્યાં આવતા અને પરમકૃપાળુદેવના બોઘનું શ્રવણ કરતાં. કોઈ રસ્તે જતા આવતા વટેમાર્ગુ પણ તે મધુરી વાણી સાંભળી, તે પર્ષદાનો દેખાવ જોઈ ત્યાં થંભી જતા. કેટલાંક તો અદ્ભુત યોગીને જોતાં જ રહેતા. પૂ.પ્રભુશ્રી પણ અન્ય મુનિઓ સાથે અહીં આવતા અને પરમકૃપાળુદેવનો બૌધ પરમ પ્રેમે ઝીલતા,
આ સુવર્ણભૂમિ છે. અહીં ચંદ્રપ્રભસ્વામીની સ્થાપના થશે
ઉપરની મેડીમાં પરમકૃપાળુદેવનો નિવાસ હતો અને નીચે ઓરડીમાં પૂ.શ્રી અંબાલાલભાઈ રસોઈ બનાવતા હતા. તેમની સાથે તેમના મુનિમ કેશવલાલ પણ પરમકૃપાળુદેવની સેવા-સુશ્રુધાના કાર્યમાં સાથે હતા. એક દિવસ વાતચીત પ્રસંગે કેશવલાલભાઈએ ડાકોરના મહાત્મ્ય વિષે પૂછ્યું કે “તે સ્થાન કેવું?” પરમાણુશ્રીએ ઉત્તરમાં જણાવ્યું, ‘ડાકોરની ભૂમિ ઉત્તમ છે, પણ તે કરતાં પન્ન આ વડવાની ભૂમિ ઉત્તમોત્તમ છે.’ એક વખતે કેટલાંક મુમુક્ષુઓની હાજરીમાં મેડી ઉપરની બારીમાંથી દક્ષિણ દિશા તરફની સામેની ટેકરી તરફ અંગુલીનિર્દેશ કરી કહ્યું, ‘આ સુવર્ણભૂમિ છે.’ અહીં ચંદ્રપ્રભસ્વામીની સ્થાપના થશે.
સંવત્ ૧૯૫૬માં મોરબીમાં તેઓશ્રીનો બોધ થયો હતો. તેની નોંઘ પૂ.શ્રી મનસુખભાઈ કિરતચંદે લીધેલ જે ‘શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતમાં વ્યાખ્યાનસાર-રમાં અંક માં નીચે પ્રમાણે દર્શાવેલ છે :– સમાધિદશામાં બેઠેલા તે સ્થિતિનું પાંચસો વાર સ્મરણ
‘પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે, પોતાનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની જગ્યાઓ સંભારવાથી તપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી. ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યો પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસોવાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણ કે તે ક્ષોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે.'' - વ્યાખ્યા (પૃ.૭૮)
શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદ
ખંભાત
તત સત્
શ્રી સહજામસ્વરૂપી ભગવાનને નમો નમઃ
શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં ખંભાતવાળા શાહ ત્રિભોવનદાસ માણેકચંદ આવેલા અને તે સમયે જે પ્રસંગ બનેલા તે સ્મરણમાં રહેલું જે અત્રે લખ્યું છે,
સંવત્ ૧૯૪૫ની સાલમાં અમદાવાદવાળા છગનલાલભાઈ સાથે શ્રી ખંભાતવાળા અંબાલાલભાઈને પત્ર વ્યવહાર ચાલતો હતો. અંબાલાલભાઈ તે સમયે શ્રી ઢુંઢીયાના જૈનશાળાના સેક્રેટરી તરીકે હતા. હું