________________
૧૯૧
શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ
મારી સાથે.
સાહેબજી જાણતા હતા કે આ રસ્તો નથી. છતાં તેમની સાથે ગયા. ડુંગરશીભાઈ રસ્તો ભૂલ્યા એટલે સાહેબજીએ કીધું કે “આવી રીતે જે રસ્તો નથી જાણતા તે મોક્ષમાર્ગ બતાવી શકે નહીં.” તે ઉપર બહુ વ્યાખ્યા કરી હતી.
જીવો બિચારા સદા ભયભીત એક વખત સાંયકાળે સાહેબજી દરિયા પર ફરવા પધાર્યા ત્યાં બીજા ભાઈઓ સાથે હતા. સાહેબજી પોતે ઊઠી મસાણભૂમિ તરફ પઘાર્યા. ને આવતી ફેરા સાગરની બહાર કેટલાંક જળ જંતુ હતા, તે અંદર પેસી ગયા. પછી સાહેબજીએ કહ્યું કે-“અમે બહુ ઘીરજથી ચાલતા હતા, તો પણ આ જીવો ભય પામી પાણીમાં પ્રવેશ કરી ગયા.”
સપુરુષ પ્રત્યે કહેતા કહેતી રાગ પણ કલ્યાણ આપે આ કથા સાહેબજીએ અમોને કહી સંભળાવી અને પછી કહ્યું કે એક સપુરુષ પ્રત્યે જેનો ઓથે રાગ હોય તે પણ કલ્યાણ પામે. તે ઉપર એક ગાથા કહી.
ઓઘે જેને તેનો રાગ એ વિના નહીં બીજો ભાગ
સુમતિ ગ્રંથ અર્થ અગાથ.” તેવી ગાથા કીઘા પછી કહ્યું કે તમો અમારી પૂર્ણ ખાતરી કરજો. અમે અમારા અર્થે કંઈ સ્વાર્થ ઇચ્છીએ ત્યારે તમે જાણજો કે તે માર્ગ ભૂલ્યા છે. આ ભવિષ્યમાં સ્મરણ રહેવા તમને કહીએ છીએ. ઇત્યાદિ પ્રકારે કહ્યું હતું.
- આત્મજ્ઞાનીના ખોળામાં સિંહ આવી બેસે તોય ભય પામે નહીં
એકવાર સાહેબજી સમયસાર નામનો ગ્રંથ વાંચતા હતા. તે વખતે જાણે એકલો આત્મા જ બોલે છે, એવો ભાસ થતો હતો. તે વખતે ખંભાતમાં રહેનાર એક શ્રાવકભાઈ લોકમાં વિદ્વાન તરીકે ગણાતો હતો. તે હુકમ મુનિના ગ્રંથ વાંચતો હતો. તેને વેદાંતનો આશ્રય હતો. કેવળજ્ઞાન સુધીની માન્યતા કરી હતી. તે ભાઈ સાહેબજી પાસે આવ્યા હતા. તે વખતે સાહેબજી આત્માના ઘરની વ્યાખ્યા કરતા હતા. સાહેબજીએ કીધું કે “આત્મજ્ઞાન તેને કહેવાય કે ખોળામાં આવીને સિંહ બેસે, સર્પ બેસે પણ કિંચિતમાત્ર રૂંવાડામાંય પણ તેને ભય થાય નહીં, તે જ્ઞાન છે.”
તે વખતે તે પેલાભાઈ સાહેબજી પ્રત્યે હાથ જોડી વારંવાર બોલ્યા કે હું તેવો નથી ઇત્યાદિ બોલ્યા હતા. તે પછીથી તે ભાઈનો મદ ગળી ગયો, અને તે ભાઈ સાહેબજી પાસેથી ગયા પછીથી સાહેબજીના વખાણ કરતા હતા. એમ તેમના ચિરંજીવી પુત્ર હીરાભાઈથી વાત જાણી હતી. તેઓ હાલ શ્રી સુબોધક પુસ્તકાલયમાં આવે છે.
જીવનું ખરું સ્વરૂપ શું? સહજાન્મસ્વરૂપ એક વખત સાહેબજી લાલચંદભાઈને ત્યાં પધાર્યા હતા. તે વખતે હું તથા બેન ઉગરીબેન અને લલ્લુભાઈ વિગેરે હતા. તે વખતે કેટલાંક ટૂંઢિયાના શ્રાવકો વ્યાખ્યાનમાંથી ઊઠી ત્યાં આવ્યા હતા.