________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૯૦
સાહેબજીએ કીધું કે “આ સંસારમાં જે બહુ ડાહ્યો થાય તે પરિભ્રમણ કરે” ઇત્યાદિ વ્યાખ્યા સાહેબજીએ કરી હતી.
જ્ઞાનદર્શનાદિ વિષે ઘણો જ બોઘ સંવત્ ૧૯૫૧માં ગામ ઉંદેલ ખંભાતથી ત્રણ ગાઉ છેટે છે, ત્યાં પધાર્યા. ત્યાં દિવસે જ્ઞાન-દર્શનાદિ વિષે ઘણો જ બોધ કર્યો હતો. અને તે બોઘ રાતના ત્રણ વાગ્યાથી પોતે દોહરારૂપે ઉચ્ચારતા હતા. તે વખતે મારી આંખ ઊઘડી ગઈ. બીજા ભાઈઓની પણ આંખ ઊઘડી ગઈ. પછી મેં સાહેબજીને સાડા પાંચ વાગ્યાના સુમારે પૂછ્યું કે હું લખી લઉ? ત્યારે સાહેબજીએ ના કહી.
બોઘથી બીડીનું વ્યસન ત્યાખ્યું બીજે કે ત્રીજે દિવસે બીડીઓનું વ્યસન ત્યાગવા સંબંધી ઘણો જ બોઘ કર્યો હતો. તેમાં કહ્યું હતું કે બીજા ભાઈઓના સાંભળવામાં આવ્યું હોય, તો બે ઘડીમાં સંસારનો ત્યાગ કરી દે, પણ તમને અત્યાર સુઘી બોઘ કર્યો તે જેમ ભીંતને કર્યો હોય તેમ છે. એમ બહુ જોશભેર કહ્યું હતું. ત્યારથી બીડીનું વ્યસન ત્યાગ્યું હતું. પછી સાહેબજી ફરવા પધાર્યા હતા.
દરેકની પ્રથમ ભૂમિકા મુશ્કેલ ત્યાં વડનું ઝાડ જોઈ કહ્યું કે “આ ઝાડ ઉપર પ્રથમ ચઢતાં તો મહેનત પડે. પણ ઉપર ચઢ્યા પછીથી ડાળખે, ડાળખે સુગમતાથી ફરી વળાય. તેમજ પ્રથમ જીવને કઠણ પડે, પણ પછીથી સુગમ પડે છે. ઇત્યાદિ કહી, પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય વિષે વ્યાખ્યા કરી હતી. તે બોઘ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત વચનામૃતમાં ઉપદેશનોંઘ ૩૪માં છપાયેલ છે.
સંવત્ ૧૯૪૯ની સાલમાં કંસારીએ પધાર્યા હતા. ત્યાં કીડીઓનો ઉપદ્રવ બહુ હોવાથી સાહેબજી ખંભાત પધાર્યા. તે વખતે ખંભાતમાં ૧૮ દિવસની સ્થિરતા કરી હતી. પ્રથમ આવ્યા તે જ દિવસે હુકમ મુનિના ગ્રંથમાંથી કેટલોક ભાગ સાહેબજીએ વાંચ્યો હતો.
ચૌવિહાર કરવો પણ સાથે કષાય ઘટાડે તો ખરું ફળ થાય એક ભાઈ મોહનલાલ મગન જેની મહિયાની અટક હતી. તે દશા શ્રીમાળી શ્રાવક હતા. તેમણે સાહેબજીને પ્રશ્ન કર્યો કે ચૌવિહાર કરવાથી બહુ ફળ થતું હશે?
સાહેબજીએ તેઓને જણાવ્યું કે “એક જણ રોજ ચૌવિહાર કરે છે અને કષાય કરે છે બીજો એક જણ કારણસર નથી કરતો પણ કષાય મંદ છે. તે બન્નેમાં વધારે ફળ કોને?
તેણે કહ્યું કે કષાયાદિ જેના મંદ હોય તેને વિશેષ ફળ હોય.
એકવાર સાહેબજી મારા ભાઈ છોટાલાલભાઈને ઘેર અગાસીમાં પધાર્યા હતા. ત્યાં સાહેબજી યશોવિજયજી કૃત સાડા ત્રણસો ગાથાની ઢાળમાંથી કેટલીક ઢાળો બોલ્યા હતા. કોઈ કોઈ લોકો સાહેબજીને પ્રશ્નો પૂછે તેનું સમાધાન તુરત કરતા.
“માર્ગને પામેલો માર્ગને પમાડશે? એક વખત સાહેબજી સાથે કેટલાંક ભાઈઓ બહાર ફરવા ગયા હતા. આવતી ફેરા સાહેબજીએ ડુંગરશીભાઈને કહ્યું –ગામમાં ક્યાંથી જવાશે? ડુંગરશીભાઈ રસ્તો જાણતા નોતા છતાં કીધું કે ચાલો