________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
અમે (દેવમાં વગેરે) હતા. એક વખત રાતે પરોઢિયાને વખતે મને એવું સ્વપ્ન આવ્યું કે - ખોળામાં એક પુત્ર છે અને ઘાવણ છૂટું છે. મેં (દેવમાએ) સ્વપ્નમાં “વહુ વહુ” એમ
હાકલ કરી અને પછી હું જાગી. ખોળામાં પુત્ર હતો તે અલોપ થઈ ગયો. ત્યાર પછી મેં જોયું તો ઘાવણ છૂટ્યું અને ભીનું જણાતું હતું. આ સ્વપ્ન લાધ્યું ત્યારે જાગૃતિ વિશેષ હતી અને ઊંઘ ઓછી હતી. દિવસ ઉગ્યા પછી આ વાત મેં ભાઈને (પ.ક.દેવને) કરી હતી. અમુક મહિના પછી પરમકૃપાળુનો દેહ છૂટ્યો હતો.
વઢવાણ અમે મહિનો સવા મહિનો રહ્યા. પછી અમે ઘેર ગયા અને ભાઈ અમદાવાદ તરફ ગયા હતા.
સંવત્ ૧૯૭૦ના કારતક વદી એકમના રોજ સ્થળ ખંભાતમાં શ્રી છોટાલાલ માણેકચંદની મેડી ઉપર સવારના પ્રથમ પહોરમાં પરમકૃપાળુદેવના સંબંધી તેમના માતુશ્રીને હકીકત પૂછતાં દેવામાતાએ મુખથી જે જે વાત કરી હતી તે અહીં લખવામાં આવી છે.
શ્રી પ્રાણજીવન જસરાજ દોશી
વવાણિયા (જન્મભૂમિ વવાણિયાથી મળેલી વિગતો)
પરમકૃપાળુદેવના પિતામહ પંચાણભાઈ શ્રીમદ્ રાજચંદ્રના પિતામહ પંચાણ મહેતા મૂળ માણેકવાડા (મોરબી પાસે) ના રહીશ હતા. ત્યાંથી ભાઈઓથી જાદા થઈ સં. ૧૯૮૨માં વવાણિયા રહેવા આવ્યા હતા. તેમના બીજા ભાઈઓ તો હજી માણેકવાડામાં છે. છૂટા થયા ત્યારે તેમની સારી સ્થિતિ હતી. ભાઈઓની મિલકતની વહેંચણી વખતે રોકડ રકમ જે હતી તેના કાંસાની તાંસળી (કાંસાના મોટા પહોળા વાટકા) થી કોરીના ભાગ પાડ્યા હતા. તે વખતે કોરીનું ચલણ હતું. કોરી એટલે અર્થાથી જરા નાના ચાંદીના ગોળ સિક્કા.
પંચાણભાઈનો વ્યવસાય વવાણિયા આવ્યા પછી મકાન અમુક કોરીમાં ખરીદ કર્યું હતું. જે મકાન પરમકૃપાળુદેવની જન્મભૂમિ છે તે. વવાણિયા આવી પંચાણદાદા વહાણ બંઘાવી વહાણવટાનો ધંધો કરતા તથા વ્યાજવટાવનો ઘંઘો પણ સારા પ્રમાણમાં કરતા હતા.
પરમકૃપાળુદેવના પિતાશ્રી રવજીભાઈ પંચાણદાદાની મોટી ઉંમર થતાં એકે દીકરા જીવ્યા નહીં. ત્યારે કોઈના કહેવાથી રવીચીમાતાની આસ્થા રાખી. પછી રવજીભાઈનો જન્મ સં.૧૯૦૨ના માહ માસમાં થયો. રવીચીદેવીના નામ ઉપરથી રવજીભાઈ નામ પાડ્યું હતું. આ રવીચીદેવીનું સ્થાન વવાણિયાથી આશરે એક માઈલ છેટું છે.
- રવજીભાઈ ૧૪ વર્ષના થયા ત્યારથી વવાણિયામાં તથા ચમનપર આદિ આજુબાજુના ગામોમાં કરકાવરનો ધંધો એટલે વ્યાજવટાવનું કામ કરતા. તેથી દર વખતે રવજીભાઈને ગામડે જવાનું થતું. તેમને ઘેર ગાયભેંસના દુઝાણાં કાયમ હતાં.
રવજીભાઈ વવાણિયાના ઠાકોરના દેવમંદિરના ચોરામાં હરવખત તેમની ઉંમરવાળા સાથે બેસતા.