________________
શ્રીમદ્ અને માતુશ્રી દેવબાઈ
ગયો છે અને રંગૂન મોકલું તો કહેશે કે નાણા માટે રંગૂન મોકલ્યા છે. માટે રંગૂન મોકલવા મારે વિચાર નથી.
મારાથી પરમકૃપાળુ દેવનો મોહ મૂકાતો નથી હું પરમકૃપાળુદેવને જેટલી આજ્ઞા કરું તેટલી ઉઠાવે. કોઈપણ દિવસ આખી ઉંમરમાં પોતે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. જેટલું કહ્યું તેટલું પોતે કરતા.
મને મુનિશ્રી લઘુરાજસ્વામીએ કહ્યું કે તમોને મા, પરમકૃપાળુદેવ ઉપર મોહ ઘણો છે, ખરું? ત્યારે બીજા મુનિએ કહ્યું કે લલ્લુજી મહારાજે તો સાહ્યબી હતી તે છોડી દીધી. ત્યારે મેં કહ્યું કે મારાથી પરમકૃપાળુનો મોહ નથી મૂકાતો.
મૂક જીવોની દયા પાળવાથી જીવનું ઉર્ધ્વગમન વઢવાણ કેમ્પમાં પરમકૃપાળુદેવે મને કહ્યું કે ગાડીની અંદર બેઠા હોઈએ તો તેને જલ્દીથી હાંક એમ ગાડીવાળાને ન કહેવું. તળાવમાં ન્હાવું નહીં, ઘોવું નહીં, વાસણ લઈને પાણી ગાળીને ન્હાવું. લીલોતરીમાં ચાર લીલોતરી મોકળી રાખીને બીજીનો સર્વથા ત્યાગ કરાવ્યા પછી મઘ, માખણ વિગેરે સર્વ અભક્ષ્યનો ત્યાગ કરાવ્યો હતો.
જૂઠ બોલ્યા વિના જેવું હોય તેવું કહેવું ઘરમાં કોઈથી જૂઠું તો બોલાય જ નહીં. કૃપાળુદેવ કહે કે જેવું હોય તેવું જ કહી દેવું. જેનાથી જે વાંક થયો હોય તે તરત કહી દેવું. નોકરને પૈસા વાપરવા આપે અને તે પૈસા પોતાના માટે વાપરે તો તરત કહી દે કે ફલાણામાં પૈસા વાપર્યા છે. અમારા સહુ કુટુંબમાં કોઈ પ્રકારનો અવિશ્વાસ જેવું નહોતું. ચોરીની તો વાત જ નહીં. નોકરો પણ તેવા કે જે લીધું હોય તે તરત કહી દે.
વાસી ખાવું નહીં પરમકૃપાળુદેવ ઘરમાં સર્વેને કહેતા કે વાસી ખાવું નહીં. તેમના કહ્યા બાદ કોઈ વાસી ખાતું નહીં.
ભાઈ (કૃપાળુદેવ) નડિયાદ હતા ત્યારે મને મંદવાડ વિશેષ રહેતો હતો. તેથી તાર કરાવી મેં તેમને બોલાવેલ. ભાઈ આવ્યા. ખાટલે બેસી ઘર્મની વાતો કરી શાંતિ પમાડતા અને સેવા ઘણી સારી કરી હતી.
જ્ઞાનદાનથી મહાપુણ્યા સંવત્ ૧૯૫૬માં, જો કે મને તો બરાબર સમજણ નહી પણ ભાઈએ (પરમકૃપાળુદેવે) સમજણ પાડી કે આ સૂત્ર (નામ ખબર નથી) તમારા ખર્ચથી મંગાવેલ છે. તે તમે મને વહોરાવો. તે ઉપરથી મેં તે સૂત્ર ભાઈને વહોરાવ્યું. તે વખતે શ્રી માંકુભાઈ વિગેરે હાજર હતા. પછી પરમકૃત ખાતામાં રૂપિયા મંડાવાનું ભાઈએ મને પૂછ્યું ત્યારે મેં રૂા.૨૫/- મંડાવ્યા અને વહુએ રૂ.૫૦/- મંડાવ્યા હતા.
પરમકૃપાળુ દેવની સ્વસ્વરૂપમાં લીનતા પરમકૃપાળુદેવને મંદવાડમાં હું પૂછતી કે ભાઈ કેમ છે? ત્યારે કહેતા કે - “અમને સુખે નથી અને દુઃખે નથી.” સંવત ૧૯૫૬ની સાલમાં જે છેલ્લી અવસ્થાનો ફોટોગ્રાફ પડાવેલો તે સર્વેને કહેલું કે માતુશ્રીને તે ફોટો બતાવશો નહીં. કારણ કે શરીર ક્ષીણ થઈ ગયેલું છે.
વઢવાણ કેમ્પમાં ભાઈની (પરમકૃપાળુદેવની) તબિયત નરમ હતી ત્યારે લીંબડી દરબારના ઉતારામાં