________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
સ્વાભાવિક છે અને સામાન્ય મનુષ્યો તેની ઇચ્છાને પોષે છે. પન્ન મહાપુરુષો તો ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં વૈરાગ્યના વેગમાં ઝંપલાય છે તેથી જ તેમનાં વચનો પણ સામા જીવનો જાવનપલટો પણ કરાવી દે છે. બધો બંગલો જોયા પછી આને કોણ ભોગવશે ?” એટલા જ શબ્દો પોતે બોલ્યા. ત્યાં ઊભેલા ધન્નાએ તે બોલો સાંભળ્યા હશે, પણ તાતાના હ્રદયમાં તે ઘર કરી ગયા. અને મરતા પહેલાં તેમણે પોતાની મિલકતનું ટ્રસ્ટ કર્યું અને પરોપકાર અર્થે સર્વ સંપત્તિ ટ્રસ્ટીઓને સોંપી ગયા.
૧૭૪
આરબ પરમકૃપાળુદેવને ખુદા સમાન માનતો
ઝવેરાત સાથે મોતીનો વેપાર પણ શ્રીમદે શરૂ કર્યો હતો અને તેમાં સર્વે વેપારીઓમાં વિશ્વાસપાત્ર ગણાતા. એક આરબ પોતાના ભાઈ સાથે મુંબઈમાં મોતીની આડતનો ધંધો કરતો હતો. નાના ભાઈને એક દિવસ વિચાર આવ્યો કે આજે આપણે મોટા ભાઈની પેઠે મોતીનો મોટો વેપાર કરવો. તેથી જે માલ બહાર દેશથી આવેલો તે લઈને એક દલાલને કહ્યું કે કોઈ સારા પ્રામાણિક શેઠ બતાવ. તેો શ્રીમનો ભેટો કરાવ્યો; તેમણે કસીને માલ ખરીદ્યો. નાણાં લઈને આરબ પોતાને ઘેર ગયો.
એવામાં તેના મોટાભાઈ મળ્યા તેમને તેણે વાત કરી. તેમણે જેનો માલ હતો તેનો કાગળ બતાવી કહ્યું કે આટલી કિંમત વગર વેચવો નહીં એમ શરત કરી છે, અને આ તેં શું કર્યું? તેથી તે ગભરાયો અને શ્રીમદ્ પાસે જઈને કરગરી પડ્યો અને કહ્યું કે આવી આફતમાં આવી પડ્યો છું. શ્રીમદે કહ્યું કે આ તમારો માલ, એમને એમ પડ્યો છે. એમ કહી માલ પાછો સોંપી દીધો અને નાણાં ગણી લીઘા. જાણે કંઈ સોદો કર્યો જ નથી એમ ગણી, ઘણો નફો થવાનો હતો પણ તે જતો કર્યો. એ આરબ તેમને ખુદ ખુદા સમાન માનતો. – (જીવના)
જ
શ્રીમદ્દ્ના મનમાં આખી મુંબઈ સ્મશાનરૂપ
એક વખત શ્રીમદ્ ફરવા ગયા હતા. સ્મશાનની જગા આવી ત્યારે તેમણે તેમની સાથે હતા તે ભાઈને પૂછ્યું : “આ શું છે?’' તે ભાઈએ જવાબ આપ્યો કે : “સ્મશાન.’’
શ્રીમદે કહ્યું : “અમે તો આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છીએ.'
સ્વાધ્યાય, ચીજોના ભાવ જાણવા માટે નથી
શ્રીમના એક પાડોશીએ તેમનામાં અતિશયો તથા સ્વાઘ્યાયનો રંગ દેખીને પૂછ્યું કે તમે આખો દિવસ ઘર્મની ઘૂનમાં રહો છો તો બધી ચીજોના શું ભાવ થશે તે જાણતા હોવા જોઈએ. શ્રીમદે કહ્યું : “અમારો દી ઊઠ્યો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ.'' (જીવનકળા પૃ.૧૨૯)
અમે તો શાસ્ત્ર માત્ર આત્માર્થે વાંચીએ છીએ
દિગંબર પંડિત શ્રી ગોપાળદાસજી બરૈયાએ, શ્રીમદ્ દિગંબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા ત્યારે, વિનંતી કરેલી કે “ગોમ્મટસારના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે તે પૂરી કરી દેશો ?''
શ્રીમદે ઉત્તર આપ્યો : “અમે તો શાસ્ત્ર માત્ર આત્માને અર્થે વાંચીએ છીએ.’’
ચાર દિવસમાં મોટા ગ્રંથોનું વાંચન પૂર્ણ
માંડવી દેરાસરમાંથી 'લોકપ્રકાશ' અને 'પોડશક’” મગાવી ચારેક દિવસમાં હસ્તિલિખિત તે