________________
૧૭૫
શ્રીમદ્દ અને મુંબઈના પ્રસંગો
મોટા ગ્રંથો વાંચી તેમની પાનવાર વિગત કહી બતાવતા.
શ્રીમદ્ગી અદ્ભુત સ્મૃતિ એક દિવસ મુંબઈ તારદેવને રસ્તે ફરવા ગયેલા; રસ્તામાં ચાલતાં ચાલતાં ગ્રંથનું નામ, તેના કર્તાનું નામ, તે ગ્રંથનો પ્રથમ શ્લોક અને છેલ્લો શ્લોક, પછી બીજા ગ્રંથનું નામ વગેરે એમ એક કલાક ફર્યા ત્યાં સુધી બોલતા જ ગયા. (જીવનકળા પૃ.૧૩૮)
શેઠ અને નોકર મોરબીનો વતની લલ્લુ નામનો નોકર ઘણાં વર્ષ શ્રીમને ત્યાં કામે રહ્યો હતો.
મુંબઈમાં તેને ગાંઠ નીકળી હતી. શ્રીમદ્ તેની જાતે સારવાર કરતા. પોતાના ખોળામાં તેનું માથું મૂકી અંત સુધી તેની સંભાળ તેમણે લીધી હતી.
શ્રીમદ્ કહેતા : “જ્યારે શેઠ નોકર તરીકે પગારથી કોઈને રાખે છે, ત્યારે તે શેઠ નોકરના પગાર કરતાં વધારે કામ લેવાની બુદ્ધિ રાખે છે. નોકર રહેનાર માણસ ગરીબ સ્થિતિમાં હોવાથી તે બિચારો વેપાર આદિ કરી શકતો નથી. જોકે તે માણસ વેપાર આદિ કરી શકે તેમ છે, પરંતુ પૈસાનું સાધન નહીં હોવાથી નોકરી કરે છે.
શેઠ નોકર પાસેથી પગાર કરતાં વિશેષ લાભ મેળવવા બુદ્ધિ રાખે, તો તે શેઠ તે નોકર કરતાં પણ ભીખ માગનાર જેવો પામર ગણાય. શેઠ જો નોકર પ્રત્યે એવી ભાવના રાખે કે આ પણ મારા જેવો થાય; તેને શેઠ ઘટતી સહાય આપે, તેના પર કામનો ઘણો બોજો હોય તો તે વખતે કામમાં મદદ આપે વગેરે દયાની લાગણી હોય, તો તે શેઠ શ્રેષ્ઠ ગણાય.”
સ્વર્ગ અને નરક એક દિવસ પ્રો. રવજીભાઈ દેવરાજજીએ શ્રીમદુને પ્રશ્ન પૂછ્યો : “સ્વર્ગ અને નરકની ખાતરી શી?”
શ્રીમદ્ કહે: “નરક હોય અને તમે ન માનતા હો, તો નરકે જવાય તેવાં કામ કરવાથી કેટલું સાહસ ખેડ્યું કહેવાય?”
જૈનધર્મથી અધોગતિ કે ઉન્નતિ ગુજરાતના એક અગ્રગણ્ય સમાજસુઘારક શ્રી મહીપતરામ રૂપરામ એમ માનતા હતા કે, જૈનઘર્મથી ભારતવર્ષની અધોગતિ થઈ છે.
એક વાર શ્રીમદ્ સાથે તેમનો મેળાપ થયો.
શ્રીમદે પૂછ્યું : “ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વપ્રાણીહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્બસનતા, ઉદ્યમ આદિનો બોઘ કરે છે?”
મહીપતરામ કહે : “હા.”
શ્રીમ–“ભાઈ, જૈનઘર્મ, હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયેલાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે?”
મહીપતરામ કહે : “હા.” શ્રીમદુ-“કહો, દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ,