________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
સોભાગ્યભાઈના પત્રોમાં શ્રીમદ્ભી અંતરદશાનું વર્ણન
સોભાગ્યભાઈ પરના પત્રો વિના સંકોચે, લંબાણથી અને મોટી સંખ્યામાં લખાયેલા જ છે. એમાં શ્રીમદ્ પોતાની વ્યાવહારિક ઉપાધિ જણાવી તે સાથે અનુભવાતી અદ્ભુત અંતરદશાનું સુંદર વર્ણન કરે છે. સાથે સોભાગ્યભાઈને પણ ઉપાધિથી પર રહી શાસ્ત્રો વાંચવા વિચારવાનું તથા આત્મા સંબંધી અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી તેનું સમાધાન વિચારવાનું વલણ લેવડાવે છે.
શ્રીમને સોભાગ્યભાઈ સાયલા લઈ ગયા કચ્છ નજીક અંજારમાં સોભાગ્યભાઈની દુકાન હતી. સંવત્ ૧૯૪૬ના દિ.ભાદરવા વદમાં અંજાર જતાં સોભાગ્યભાઈ શ્રીમદ્ સાથે મોરબીમાં ચારપાંચ દિવસ રહેલા. અંજારથી વળતાં વવાણિયા ત્રણ દિવસ રહી આસો વદમાં શ્રીમને પોતાની સાથે સાયેલા લઈ ગયા. ત્યાં શ્રીમદ્ અઠવાડિયું રોકાઈ ખંભાત ગયા. સાયલામાં શ્રી ગોશાળીઆ, લહેરાભાઈ વગેરેને શ્રીમનો પ્રથમ સમાગમ થયો.
સોભાગ્યભાઈની ઉંમરે શ્રીમદ્ કરતાં ૪૪ વર્ષ મોટી આમ શ્રીમદ્ અને સોભાગ્યભાઈ સાથે ગાઢ સંબંધ બંધાયો. સોભાગ્યભાઈ શ્રીમદથી ૪૪ વર્ષ મોટા હતા. એટલે શ્રીમન્ની વય ૨૩ વર્ષની હતી ત્યારે સોભાગ્યભાઈની ૬૭ વર્ષની હતી. સોભાગ્યભાઈના ખાસ મિત્ર ડુંગરશી ગોસળીઆ હતા. તેઓ સોભાગ્યભાઈથી પણ ઉંમરમાં મોટા હતા. ડુંગરશી ગોશાળીઆ બુદ્ધિમાન તર્કવાદી હતા. તેમણે યોગ સાથી ચમત્કારો સિદ્ધ કરેલા. તેથી સરળભાવી સોભાગ્યભાઈને તેમના પ્રત્યે જ્ઞાની જેવી શ્રદ્ધા થઈ હતી. પરંતુ કૃપાળુદેવ મળતાં સાચા જ્ઞાનીની ઓળખાણ થતી ગઈ, તેમ તેમ શ્રીમતું શરણ સ્વીકારતા ગયા અને ગોસળીઆને પણ તેમજ કરવા કહેતા ત્યારે તેઓ અનેક તર્કો ઉઠાવતા. છતાં શ્રીમદ્ભા પત્રો બન્ને સાથે મળીને જ વિચારતા.
સોભાગ્યભાઈ અને ગોળીઆએ અનેકવાર કરેલ શ્રીમનો સમાગમ
સંવત્ ૧૯૪૭ના પર્યુષણ પર શ્રીમદ્ મુંબઈથી રાળજ આવ્યા ત્યારે સોભાગ્યભાઈ તથા ગોસળીઆ સાથે રહ્યા હતા. ગોસળીઆ રાળજ પંદર દિવસ રહી પાછા આવ્યા. સોભાગ્યભાઈ, શ્રીમદ્ વવાણિયા ગયા ત્યારે સાથે આવી સાયલે ગયા હતા. તે મુજબ સં.૧૯૫૧માં ખંભાત અને સં.૧૯૫૨માં કાવિઠા શ્રીમદ્ જ્યારે પધાર્યા ત્યારે પણ એ બન્ને વૃદ્ધ પુરુષો સાથે જ હતા.
ત્વરાથી સંસાર ત્યાગી માર્ગ પ્રભાવના કરો. સોભાગ્યભાઈને સત્સંગની તીવ્ર ઝંખના હતી. તેમાં આર્થિક મુશ્કેલી નડતી તે ટાળવા શ્રીમદુને વારંવાર લખતા. સં.૧૯૪૯-૫૦માં શ્રીમદે ઘણા પત્રો દ્વારા આર્થિક લાચારી નહીં કરવાનું સમજાવી આત્માર્થમાં દ્રઢ કરેલા. પોતાને ઉપાધિથી છૂટવા શું કરવું એમ શ્રીમદ્ પૂછાવતા; તેના જવાબમાં ત્વરાથી સંસાર ત્યાગી માર્ગ પ્રભાવના કરવા તેઓ બન્ને શ્રીમને વારંવાર લખતા, તેના ખુલાસારૂપે શ્રીમદે પોતાની પ્રારબ્ધસ્થિતિ, માર્ગ પ્રભાવનાની ઉત્કંઠા અને ત્યાગની તત્પરતા દર્શાવતા પત્રો લખેલા છે.
સોભાગ્યભાઈને સમાગમ લાભ આપી ઉત્કૃષ્ટ આત્મપુરુષાર્થમાં પ્રેર્યા સંવત્ ૧૯૫૩ના કાર્તિકમાં શ્રીમદ્ નડિયાદથી વવાણિયા પધાર્યા અને માતુશ્રીને તાવ આવતો હતો એ વગેરે કારણે ઉનાળા સુધી ત્યાં જ રોકાયા. તે દરમ્યાન સોભાગ્યભાઈને પણ તાવ લાગુ પડેલો તે વિષે