________________
૮૫
શ્રીમદ્ અને સોભાગભાઈ
કા.સુદ ૧૦ના પત્રમાં લખે છે અને આત્મસિદ્ધિશાસ્ત્ર વિશેષ વિચારવા જણાવે છે. પછી સં.૧૯૫૩ના વૈશાખમાં ૧૦ દિવસ સાયેલા અને ૧૦ દિવસ ઈડર શ્રી સોભાગ્યભાઈને સમાગમનો લાભ આપી તેમને આત્માના ઉત્કૃષ્ટ પુરુષાર્થમાં પ્રેર્યા હતા.
આ સોભાગ્યને આપના સિવાય બીજું રટણ ન હો! છેલ્લી વખતે શ્રીમદ્ સાયલે પધાર્યા હતા ત્યારે તેમને વળાવવા જતાં નદી રસ્તામાં આવી. તે વખતે સૂર્યોદય વેળાએ શ્રી સોભાગ્યભાઈએ જણાવ્યું : “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સરુષની સાખે આ સોભાગ્યને આપના સિવાય બીજાં રટણ ન હો!”
દિન આઠ થયા દેહ અને આત્મા બેફટ જુદા જણાય છે એક પત્રમાં સોભાગ્યભાઈ સં.૧૯૫૩ જેઠ સુદ ૧૪ને રવિવારે શ્રીમને લખી જણાવે છે :
“આ કાગળ છેલ્લો લખી જણાવું છું.....હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદ્રષ્ટિ રાખશો...દેહ ને આત્મા જાદા છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચૈતન્યનો ભાગ પ્રત્યક્ષ જાદો સમજમાં આવતો નહોતો. પણ દિન આઠ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફટ જાદા દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જાદા એમ આપની કૃપાદ્રષ્ટિથી સહજ થઈ ગયું છે; એ આપને સહજ જણાવવા લખ્યું છે.
કૃપા કરી પત્રો દ્વારા મને મોટી પાયરીએ ચઢાવશો ગોસળીઆ વિષે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોઘ આપવાના પત્રો આપ આપની ઇચ્છા પ્રમાણે લખી મને મોટી પાયરીએ ચઢાવશો.
જે ખુલાસો પચીસ વર્ષે પણ ન થાય તે આપની કૃપાથી થયો વગર ભયે, વગર શાસ્ત્ર વાંચ્ચે થોડા વખતમાં આપના બોઘથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો પચીસ વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે.”
સમાધિમરણના ઇચ્છે કે વિચારવા યોગ્ય પત્રો. શ્રીમદે છેવટે ત્રણ પત્ર શ્રી સોભાગ્યભાઈ ઉપર લખેલા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આંક ૭૭૯, ૭૮૦, ૭૮૧ રૂપે છપાઈ ગયા છે. તે સમાધિમરણને ઇચ્છનાર દરેક મુમુક્ષુએ વિચારવા યોગ્ય છે.
મોટા મુનિઓને દુર્લભ એવું અપૂર્વ હિત કર્યું આર્ય શ્રી સોભાગ્યભાઈનો દેહ સં.૧૯૫૩ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટ્યો હતો. તે વિષે જણાવતાં શ્રીમદ્દ લખે છે : “જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.
સોભાગ્યભાઈના ગુણોની પ્રશંસા આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.....