________________
૯૩
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
१“जे अबुद्धा महाभागा, वीरा असमत्तदंसिणो ।
असुद्धं तेसिं परकंतं सफलं होइ सव्वसो ॥१॥ २ जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परकंतं, अफलं होइ सव्वसो."॥२॥
(સૂયગડાંગસૂત્ર ૮મું વીર્યાધ્યયન, ગાથા ૨૨-૨૩) એ ગાથાઓ જોઈને પરમકૃપાળુદેવે કહ્યું : “લેખનદોષ નથી, બરાબર છે. તેનો ભાવાર્થ એવો છે કે–મિથ્યાવૃષ્ટિની ક્રિયા સફળ છે - ફળે કરીને સહિત છે; અર્થાત્ તેને પુણ્ય-પાપરૂપ ફળનું બેસવાપણું છે. અને સમ્યકુદ્રષ્ટિની ક્રિયા અફળ છે - ફળરહિત છે અર્થાત્ તેને પુણ્ય-પાપરૂપ ફળ બેસવાપણું નથી; અર્થાત્ નિર્જરા થાય છે.
એકની (મિથ્યાદ્રષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની (સમ્યવ્રુષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક અફળપણું; એમ પરમાર્થ સમજવા યોગ્ય છે.” બઘાને તે અર્થ પસંદ પડ્યો. બઘાને ચમત્કારી લાગ્યો હતો.
આ કોઈ મહા બુદ્ધિશાળી પુરુષ છે ઘણા સમયથી વાંચતાં જેનો ભાવ અવળી રીતે સમજાયો હતો. અને સંશય રહ્યા કરતો હતો તેનું સારી રીતે નિરાકરણ થયું. તે ઉપરથી મુનિ દેવકરણજીને સમજાયું કે આ કોઈ મહાબુદ્ધિશાળી પુરુષ છે અને શ્રી લલ્લુજી મહારાજ કહેતા હતા તે સાચું છે. ત્યાર પછી કૃપાળુદેવ પોતાના મકાને પઘાર્યા.
| મુનિ દેવકરણજીને પરમકૃપાળુદેવ હજુ જ્ઞાની ભાસ્યા નથી “વિચાર-સાગર” ગ્રંથમાંથી ગુરુ માહાભ્યનાં પાનાં સવાસો દેવકરણજી મુનિને વાંચવા મોકલ્યા હતા, તે મુનિ દેવકરણજીએ વાંચ્યાં હતાં. તો પણ તેમને હજી જ્ઞાનીપણાની બુદ્ધિ પરમકૃપાળુદેવ વિષે આવતી નહીં. બુદ્ધિશાળી પુરુષ છે, એવું ખ્યાલમાં રહેતું. અવિરતિ સમ્યવૃષ્ટિ પુરુષની પણ નિંદા કરવામાં મહાપાપ છે. એમ દેવકરણજી માનતા તેથી બીજા લોકો નિંદા કરે તો પણ પોતે તેમની કદી નિંદા કરતા નહીં.
દેવકરણજી બોઘ પામે તો ઘણાને લાભ થાય હું જ્યારે પરમકૃપાળુદેવના સમાગમાથે તેમના મુકામે જતો ત્યારે તેમને કહેતો કે “દેવકરણજી બોઘ પામે તો ઘણા જીવોને લાભ થાય અને સૌને જવાબ આપે.” ત્યારે પરમકૃપાળુદેવ કહેતા કે “એ વાત જવા દો.” તથાપિ વારંવાર તે વાત હું સંભારતો એટલે દેવકરણજીને સાથે તેડી લાવવા રજા આપી.
* અર્થ –જે અબુદ્ધ તત્ત્વમાર્ગના અજાણ પરંતુ વ્યાકરણાદિ ભણેલા તેથી લોકોમાં પૂજ્ય મોટા કહેવાય, એવા વીર પુરુષ પણ સમ્યત્વ પરિજ્ઞાથી રહિત તેમનું જે કંઈ દાન, તપ, નિયમાદિને વિષે પરાક્રમ એટલે ઉદ્યમ હોય તે અશુદ્ધ જાણવો. તે સર્વ કર્મબંધના કારણને વિષે સફળ થાય. પણ મૂર્ખ વૈદ્યની ચિકિત્સાની પેઠે કર્મનિર્જરાના કારણને વિષે સફળ ન થાય. ||૧||
અર્થ -વળી જે બુદ્ધ તત્ત્વમાર્ગના જાણ એવા તીર્થંકરાદિ મોટા પુરુષ પૂજ્ય પુરુષ, ઘનઘાતિ કર્મ વિદારવા સમર્થ શૂરવીર સમ્યફદ્રષ્ટિ હોય તેમનો જેટલો નિયમાદિ ક્રિયા અનુષ્ઠાનને વિષે ઉદ્યમ છે તે સર્વ શુદ્ધ, નિર્મળ જાણવો. તે સર્વ ઉદ્યમ કર્મબંઘના કારણને વિષે અફળ થાય; કિન્તુ સુવૈદ્યની ચિકિત્સાની પેઠે તે કર્મ-નિર્જરાનું જ કારણ થાય.” ||રા