________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
“મુનિ અમે તો કાળફૂટ વિષ દેખીએ છીએ'
એક દિવસ અમો બન્ને કૃપાળુદેવના મકાને ગયા. પરમકૃપાળુદેવ સહિત ત્રણે બેઠા. પરમકૃપાળુદેવે દેવકરણજીને પુછ્યું : “ત્યાખ્યાન કોણ આપે છે? પર્ષદા કેટલી ભરાય છે ?’’ દેવકરાજી મુનિએ કહ્યું : “જારેક માણસોની પર્ષઠા ભરાય છે.' પરમકૃપાળુદેવે પૂછ્યું : ''સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે? દેવકરણજી મુનિ બોલ્યા : 'કાયાથી થતો નથી, મનથી થાય છે.” પરમકૃપાળુદેવે કહ્યું : મુનિએ મન વચન કાયા ન્ને યોગથી સાચવવું જોઈએ.''
૯૪
દેવકરણજી મુનિએ આક્ષેપ કરતા કહ્યું : તમે ગાદી તકીએ બેસો છો અને હીરા માણેક તમારી પાસે પડેલા હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહીં હોળાતી હોય ?’'
પરમકૃપાળુદેવે કહ્યું : ‘‘મુનિ અમે તો કાળફૂટ (તાલફુટ) વિષ દેખીએ છીએ, તમને એમ થાય છે?' આ સાંભળી દેવકરણ” સજ્જડ થઇ ગયા.
નારિયેળમાં ગોળો જુદો રહે તેમ અમે રહીએ છીએ
પછી કૃપાળુદેવે પૂછ્યું : “તમે કોા છો ?'
દેવકરણજીએ કહ્યું : ‘જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલો વખત સાધુ છીએ.’’ પરમકૃપાળુદેવે પૂછ્યું : “તેવી રીતે તો સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે?'
આ વખતે દેવકરણજી મૌન રહ્યા. ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે—“હે મુનિ ! નારિયેળનો ગોળો જેમ જુદો રહે છે, તેમ અમે રહીએ છીએ. વીતરાગમાર્ગમાં સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ શું છે? નારિયેળમાં રહેલો ગોળો નારિયેળથી ભિન્ન છે, તેમ સમ્યગ્દષ્ટિ સર્વથી જુદો રહે. તે સમજાયું નથી અને જીવ સમ્યક્, સમ્યક્ સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યક્ જાણો છો?'
દેવકરણજીએ ઉત્તર આપ્યો : ''તે સમ્યક્ત્વ ન કહેવાય.''
પરમકૃપાળુદેવે કહ્યું : ''સમકિતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ, એ વિષે તમે વિચારજો.’’આવી ચમત્કૃતિવાળી વાત સાંભળી દેવકરણજી ચકિત થઈ ગયા. પણ મનમાં જ્ઞાનીપણાનો નિશ્ચય થયો નહીં. પણ મોટા પુરુષ છે એમ લાગ્યું. વચનની પ્રતીતિ રહી.
તમે દીક્ષા આપશો નહીં
એક દિવસે કૃપાળુદેવ પાસે હું એકલો ગયો ત્યારે એક જણને દીક્ષા આપવા વિષે વાત થઈ ત્યારે કૃપાળુદેવે જણાવ્યું : તમે દીક્ષા ન આપશો, શ્રી દેવકરણજીને ચેલા કરવા હોય તો ભલે કરે.'' શ્રી દેવકરણજીએ દીક્ષા આપી હતી, પણ થોડા વખત પછી તે શિષ્ય સત્પુરુષની નિંદામાં પડી ગાંડો થઈ સંઘાડો છોડી જતો રહ્યો હતો.
ચિત્રપટની માંગણી જેથી મુદ્રાનું અખંડ ધ્યાન રહે
એક દિવસ મેં માંગણી કરી કે આપનો ચિત્રપટ મને આપ પોતે ચીતરી આપો કે જેથી આપની મુદ્રાનું અખંડ ધ્યાન રહે, ભુલાય નહીં. પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહીં. પછી બહુ આગ્રહ કર્યો ત્યારે નીચેની ગાથા સ્વહસ્તે લખી આપી :–