________________
૯૫
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
હે જીવો તમે બોધ પામો, મનુષ્યભવ અતિ દુર્લભ છે. " संबुज्झहा जंतवो माणुसत्तं, दटयुं भयं बालिसेणं अलंभो । एगंत दुक्खे जरिएव लोए, सक्कम्मणा विप्परियासुवेइ || " —સૂયગડાંગ-અઘ્યયન ૭મું
તીર્થંકર વારંવાર નીચે કર્યો છે, તે ઉપદેશ કરતા હતા
અ ઃ— “હે જાવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે ભૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો, અન્નાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને ‘સર્વ જીવ’ પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.'' શ્રીમદ્ રાજચંદ્ર
=
–
સૂયગડાંગમાં ભરેલો અર્થ – ‘અહો ! જીવો, તમે બૂઝો – મનુષ્યપણું પામવું દુર્લભ છે એમ જાણો. "माणुस्स रक्त जाइ कुल रवारोग्ग माउ यं बुद्धि । सवणोग्गह सद्धा संयमोय लोगंभि दुल्लहाई ॥ दुल्हे खलु माणुस्से भवे. "
''
અર્થ :– ઇત્યાદિક વચને બુઝો એટલે પ્રતિબોથ પામો. તથા નરક તિર્યંચ આદિ ગતિને વિષે અનેક દુઃખ છે, તેનો ભય દેખીને બાલિશ એટલે અજ્ઞાનપણાને લીધે સદ્વિવેક પામવો દુર્લભ છે, એવી રીતે જાણો તથા એ લોક એકાંત દુઃખી છે, સ્વરિત એટલે જેમ જ્વરાકાંત જીવ દુઃખી હોય તેમ એ સર્વ લોક પોતપોતાના કર્મરૂપ તાપે કરીને વ્યાકુલ થતા સંસારમાં વિપર્યાસ એટલે ફરી ફરી નાશ પામે છે. (શિલાંક આચાર્યની ટીકા અનુસાર)
હે પ્રાણીઓ! તમે બોઘ પામો કે કુશીલ, પાખંડી લોક રક્ષણ કરી શકે, તારી શકે તેમ નથી અને સમ્યપ્રકારે બોઘ પામો કે બહુ દુર્લભતાથી ધર્મ પમાય છે. કહ્યું છે કે મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, કુલ, રૂપ, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, સારી બુદ્ધિ, સત્શાસ્ત્ર કે સદ્બોધનું શ્રવણ, ગ્રહણ, શ્રદ્ધા અને સંયમ કે સમભાવ આ લોકમાં ઉત્તરોત્તર દુર્લભ છે. તેથી ધર્મ જેણે પૂર્વે આરાધ્યો નથી તેને માનવપણું પામવું બહુ દુર્લભ છે એમ જાણી તથા જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ તેમજ નરક, તિર્યંચ ગતિઓમાં તીવ્ર દુઃખોનો ભય જાણી તથા અજ્ઞાની દ્વારા સદ્વિવેકની અપ્રાપ્તિ જાણી તથા નિશ્ચયનયને જાણી તાવલા જેવો આખો લોક એકાંત દુઃખી જાણો. કહ્યું છે :—
जम्म दुःखं जरादुःखं रोगाव मरणानिय । महा दुःखोहु संसारो जत्थ की संति पाणिणो ॥ तन्हा इहस्स गाणं करोत्था यस्स मुज्जण तेती । दुःखसह संयनुत जरियमिव जगं कलय लेई ॥
તથા એમ પ્રાણીઓ અનાર્ય કર્મ કરી સુખ ઇચ્છે છે મોક્ષ ઇચ્છે છે અને મળે છે ભવ દુઃખ. અનુવાદ :—
“બુઝો જીવો દુર્લભ માનવત્વ રાખી ભીતિ (બાહ્ય) અન્નતાથી મળે શું? એકાંત દુઃખો, અરે! લોક આપે, જીવો સ્વમૈં (દોષ) વિપર્યાસ ચાખે."