________________
અને તે
છે
'
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૦૬ શ્રી પોપટલાલ ગુલાબચંદ
ખંભાત શ્રી અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈનો ચહેરો બહુ જ વૈરાગી સંવત્ ૧૯૪૬ના માગસર માસમાં ભાઈ સુંદર જલાલભાઈની જાનમાં આવતાં અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈ સાથે હું પણ અમદાવાદ આવ્યો હતો. તેમની સાથે જૂઠાભાઈના દર્શન થયા હતા. ત્યાં શ્રી પરમકૃપાળુદેવની મહાત્મા તરીકેની વાત સાંભળી હતી. જૂઠાભાઈએ પરમકૃપાળુદેવના આવેલા પત્રો આપ્યા હતા. તે વાંચવાથી પરમકૃપાળુદેવની મને કંઈ ઓળખાણ થઈ નહોતી; પણ અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈનો ચહેરો બહુ જ વૈરાગી થઈ ગયો હતો અને વારંવાર તે બંને શ્રી પરમકૃપાળુદેવનું સ્મરણ કરતા હતા. પછી અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈ શ્રી ખંભાત આવ્યા બાદ ઉપાશ્રયે જતાં, પણ બન્ને ભાઈ અલગ બેસતા હતા. ઉપાશ્રયના સેક્રેટરી તરીકે અંબાલાલભાઈ હતા છતાં હવે તેમને ઉછરંગ (ઉત્સાહ) બહુ ઓછો જણાતો અને વૈરાગી ચિત્ત બહુ લાગતું હતું. તેઓ વાંચતા-વિચારતા ત્યારે તેમની પાસે હું પણ બેસતો.
નગીનદાસનો ચહેરો પણ નાનપણમાં વૈરાગી પરમકૃપાળુદેવનું સંવત્ ૧૯૪૬ની સાલમાં શ્રી ખંભાત પઘારવાનું થયું ત્યારે મને અંબાલાલભાઈએ કહેલું કે કોઈ વોરાનું સારું સિગરામ કમાનવાળું જોઈએ. પરમકૃપાળુદેવના દર્શન થયા પહેલા પણ તેમના પ્રત્યે અંબાલાલભાઈના સમાગમને કારણે મને પ્રેમ ઉત્પન્ન થયો હતો. પરમકૃપાળુદેવ પઘાર્યા ત્યારે સામા અંબાલાલભાઈ વગેરે ગયા હતા. સુંદરલાલ તથા મારો નાનો ભાઈ નગીનદાસ પણ શ્રી ફેણાવ સુધી ગયા હતા. નગીનભાઈની ઉંમર ઘણી જ નાની આશરે ૧૨-૧૩ વર્ષની હતી, પણ તેનો ચહેરો નાનપણથી જ વૈરાગી હતો. નગીનદાસના કહેવાથી મને પણ પરમકૃપાળુદેવ ઉપર શાની તરીકે પ્રેમ ઉત્પન્ન થયો હતો.
આ માણસ કોઈ મહાજ્ઞાની છે. પરમકૃપાળુદેવ ખંભાત પઘાર્યા અને શા માણેકચંદ ફતેચંદના ત્રીજા મેડા ઉપર ઊતર્યા હતા. ત્યાં ઘણા લોકોનું આવવાનું બનતું અને પરમકૃપાળુદેવને ઘણા માણસો પ્રશ્ન પૂછતા. તેનું સમાઘાન એવી રીતે થતું હતું કે આવેલા પુરુષો શાંત થતા હતા અને તે લોકો એમ કહેતા કે આ માણસ કોઈ મહાજ્ઞાની છે. કૃપાળુશ્રી પાસે આખો દિવસ એટલા બધા માણસો ભરાઈ રહેતા કે અંબાલાલભાઈ તેમને બહુ તકલીફ ન પડે તેટલા માટે બહાર તાળું વસાવતા હતા; પણ લોકોનો પ્રેમ એટલો બઘો હતો કે બીજે દાદરેથી લોકો કૃપાળુદેવ પાસે આવી જતા હતા.
શ્રી હરખચંદજી મહારાજે જણાવ્યું કે આ પુરુષ જ્ઞાની છે શ્રી ખંભાતના સ્થાનકવાસીના ઉપાશ્રયે મહારાજ હરખચંદજી પાસે કૃપાળુદેવ પઘાર્યા હતા, તે વખતે તેમની સમીપમાં હું હાજર હતો. ત્યાં એમણે ૧૬ અવશાન કરી બતાવ્યા હતા. મહારાજ હરખચંદજી મુનિ ખંભાતમાં પૂજ્ય તરીકે અને પંડિત મનાતા હતા. તેમના વિષે પરમકૃપાળુદેવે કહેલ કે આ પુરુષ આત્માર્થી છે. પરમકૃપાળુદેવે ત્યાં ૧૬ અવઘાન કરવાથી અને જ્ઞાનચર્ચા થવાથી હરખચંદજી મહારાજે જણાવ્યું કે આ પુરુષ જ્ઞાની છે. તે વખતે આ પુરુષનું જ્ઞાની તરીકેનું ઓળખાણ મને દૃઢ થયું હતું.