________________
૭૩
શ્રીમદ્ અને રેવાશંકરભાઈ
એક ઉગ્યો અને આથમ્યો; અર્થાત્ આ ભવે સુખી, પણ પછીના ભવે દુઃખી. પાપાનુબંધી પુણ્યવાન. શ્રી બ્રહ્મદત્તચક્રીની પેઠે.
એક આથમ્યો અને ઉગ્યો; અર્થાત્ આ ભવે સંકટમાં, પણ પછી સુખી, પુણ્યાનુબંઘી પાપવાન. હરિકેશી મુનિની પેઠે.
એક આથમ્યો અને આથમ્યો; અર્થાત વર્તમાનમાં પાપ કરે છે અને દુઃખી છે અને હવે પછી ઉપાર્જેલા પાપને લઈ દુઃખી થશે. પાપાનુબંધી પાપવાન, કાલશૌકરિક કસાઈની પેઠે.
ત્રણ વસ્તુ કોઈની બીજાને આપી શકાય નહીં. (૧) પુણ્ય, (૨) પાપ અને (૩) આયુષ્ય. હાલમાં તપ વેચાતો લેવાનું, પુણ્ય આપવાનું જે પ્રવર્તન ચાલે છે તે વિવેક વિના ગાડરીયા પ્રવાહરૂપે ચાલું છે.
કુગુરુ મહામોહનીય કર્મ બાંધે સપુરુષના સભાવે કુગુરુઓ પોતાના વાડા સાચવવા જાગૃત થાય છે, અને પોતાના વાડામાંથી જીવો ખેંચાઈ ન જાય એ માટે સત્પરુષની નિંદા કરવા માંડે છે. આથી સત્પરુષનો દ્રોહ થાય છે, જીવોને સપુરુષપ્રાપ્તિનો અંતરાય આવે છે, અને એ બન્નેના કારણરૂપ થઈ કુગુરુ મહામોહનીય કર્મ બાંધે છે.
આત્માને પારાની ઉપમા આત્માને એક રીતે પારાની ઉપમા આપી શકાય. પારો જેમ સડવા દેતો નથી તેમ આત્મા જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી શરીર સડતું-પડતું નથી; આત્મા ચાલ્યો ગયે શરીર સડવા માંડે છે. એવી અપૂર્વ વસ્તુ આત્મા છે.
અબાઘાકાળ સુધીમાં જીવ કમને ઘારે તો વિખેરી શકે જીવ કર્મ બાંધે પણ અબાઘાકાળ સુઘીમાં તેમાંથી છૂટવા માંગે તો છૂટી શકે; અર્થાત્ કર્મ વિખેરી તેમાંથી મુક્ત થઈ શકે.
મમત્વ ન વોસરાવ્યું તો સંચાનું પાપ મરણ પછી પણ લાગે. કોઈ જીવ પોતાને વાપરવા માટે સંચો બનાવે; તે ઉપયોગમાં લેતા પહેલાં તે કાળ કરી જાય અને બીજા સંચો વાપરે, તેનો તથા તે સંચો વપરાતાં સુઘીનો દોષ તે બનાવનારને લાગે; પાપની રાવી લાગે—જો તે બનાવનારે વસ્તુનું મમત્વ વોસિરાવ્યું-ત્યાગ્યું ન હોય તો.
શ્રીમદ્ અને શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસ
મોરબી શ્રીમદ્ પોતાની કવિત્વશક્તિ અને બુદ્ધિમત્તાથી સર્વમાન્ય ગણાતા શ્રી છોટાલાલ અંજારિયા પોતાના પરિચયમાં લખે છે કે સં.૧૯૩૮ના અરસામાં શ્રીમદ્ તેમના સ્નેહીમંડળમાં ભળ્યા હતા. તે મંડળમાં અગ્રેસર તરીકે વકીલ નવલચંદભાઈ તથા રેવાશંકરભાઈ હતા કે જેઓ તે વખતે વકીલાત કરતા હતા. આમ ૧૪મા વર્ષથી શ્રીમદ્ અંગ્રેજી ઉચ્ચ કેળવણી પામેલા મંડળમાં ભળ્યા. એટલું જ નહીં પરંતુ પોતાની કવિત્વશક્તિ અને બુદ્ધિમત્તાથી તેમાં સર્વમાન્ય ગણાતા.