________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૭૨
છે કે સાલ-માસ-તિથિ-વાર-સમય વિનાની સાચી કુંડલી ઉપરથી સાલ-માસ-તિથિવાર-સમય બરાબર કહી દેવા. પંચોળી મજકુરને આ પ્રયોગથી બહુ આશ્ચર્ય થયું હતું;
અને પંચોળીએ જણાવ્યું હતું કે આ અમારી બ્રાહ્મણની અમૂલ્ય વિદ્યા છે; અમે એ જાણતા નથી; અમારા જોશીઓમાંથી એનો એક જ જાણકાર હાલ કાશીમાં છે; આ વિદ્યાનો જાણકાર દૈવજ્ઞ હજારો રૂપિયા કમાય અને પૂજાય; મને એ વિદ્યા શીખવવા કૃપા કરો. શ્રીમદે જણાવેલ કે આ વિદ્યા એકલી શીખવાડ્યાથી આવડે તેમ નથી. તેમાં અતિશય સ્મરણ શક્તિ અને ચિત્તની એકાગ્રતા-સ્થિરતા જોઈએ, એ ગણિતનો વિષય છે; આ વિદ્યાની નિશાળ નથી; ઉગ્ર શક્તિરૂપ ઉપાદાન હોય તો શિખવાડનાર નિમિત્ત ગુરુથી આવડે.
શ્રીમદ્ સમર્થ ગણિતશાસ્ત્રી શ્રીમદ્ હસ્ત, મુખ આદિ સામુદ્રિક વિદ્યાથી પણ જ્યોતિષ જોઈ શક્તા. તેઓ એક સમર્થ ગણિત શાસ્ત્રી હતા.
અમારે શું આવા દુઃખદ સમાચાર આપવા સં.૧૯૪૫ની સાલમાં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડે એઓએ અવસ્થાનના પ્રયોગો કર્યા હતા. ત્યારપછી તેઓના જ્યોતિષના જ્ઞાનનો અનેક લાભ લીઘો. તેમાં કોઈ માંદગીને બિછાને પડેલા બાળના અંગે કાંઈ પૂછવામાં આવતાં તેનું અનિષ્ટ જોઈ તેઓને તીવ્ર લાગી આવ્યું. તે વખતે તો પૂછનારને જવાબ દીધો અને કહ્યું કે અમારે શું આવા દુ:ખદ સમાચાર આપવા? આજ પછી આ જ્યોતિષ જોવાનું બંઘ કરીએ છીએ.
પરમાર્થમાં વિઘ્નરૂપ લાગવાથી જ્યોતિષ વિદ્યાનો ત્યાગ શ્રીમના આ બઘા જ્યોતિષના જ્ઞાન સંબંધી ખ્યાતિ પ્રસરતાં સ્નેહી-આત અને ઈતરજનોએ શ્રીમને પજવવા મંડ્યા. પરમાર્થમાં વિદનભૂત આ પ્રતિબંઘ શ્રીમદુને ન પરવડ્યો. જેથી પરિણામે પરમાર્થ-આત્માર્થ-આત્મવિશુદ્ધિ ન થાય એવા આ વિષયને અપરમાર્થરૂપ-કલ્પિત ગણી, છેવટે સંવત્ ૧૯૪૭ પછીથી શ્રીમદે સંપૂર્ણ ગૌણ કરી દીધો ત્યજી દીધો. તે એટલે સુધી કે તે સાલ પછી કોઈ માંદગી વખતે પોતાના પૂજ્ય માતુશ્રીએ કુંડલિ જોઈ-ફલશ્રુતિ જણાવવા કહેતાં, જવાબમાં કહેલ કે અમે એ જોવાનું છોડી દીધું છે, પ્રારબ્ધયોગ્ય થશે અને તે સારા-માઠાને સમ્યક્ઝકારે, વિકલ્પ કર્યા વિના, સમપણે વેદી લેવું એ ઘર્મ છે, એ વિદ્યા છે એ જોષ છે, અને એ ફલશ્રુતિ છે; અને એ છૂટવાનો રસ્તો છે.
સંવત્ ૧૯૫૪, શ્રાવણ વદ ૧૧, કાવિઠામાં શ્રી ઝવેરભાઈના ડેલામાં શ્રીમદ્જીએ આપેલ બોઘ વિષે સાંભળેલ તેની નોંઘ નીચે પ્રમાણે :- (‘શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા'માંથી)
- એક રીતે પુણ્ય પાપના ચાર પ્રકાર કરી શકાય ભિન્ન ભિન્ન કર્મ પ્રકૃતિ યોગે આ સંસારમાં અનેક જીવ ભિન્ન ભિન્ન પ્રકારે તે પ્રકૃતિ, પાપ-પુણ્ય, સુખ-દુઃખ, સંયોગ-વિયોગ આદિ અનુભવી રહ્યા છે. એક રીતે તેના ચાર પ્રકાર પણ કરી શકાય :
એક ઉગ્યો અને ઉગ્યો; અર્થાત્ આ ભવમાં પણ વૈભવ સંપન્ન સુખી, અને પછી પણ સુખી, શ્રી ભરતચક્રીની પેઠે. પુણ્યાનુબંધી પુણ્યવાન.