________________
૩૩
શ્રીમદ્ અને સુપુત્ર છગનભાઈ
વર્ષની હતી. ૧૫મે વર્ષે તેઓ મેટ્રિકમાં આવ્યા ત્યારે સં.૧૯૬૧માં તેઓની પેઢીને અંગે કેસ ચાલ્યો. તે કેસમાં પોતાના કાકાને મદદરૂપ થવા ભાઈ છગનલાલ શાળા છોડી મોરબીથી મુંબઈ આવ્યા. ત્યારબાદ કેસ બે ત્રણ વર્ષ લંબાયો. તે દરમ્યાન શ્રી છગનભાઈએ ઘર્મ અને નીતિનાં ઘણા પુસ્તકો વાંચ્યા. ખાસ કરીને ‘રામાયણ' અને “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ છે ત્યારે પ્રથમ જ છપાયો હતો—તે બે ગ્રંથ તેમને બહુ જ પ્રિય હતા, અને વારંવાર વાંચી હૃદયગત કર્યા હતા. કયો પત્ર કયે પાને છે તે તેઓ તુરત કહી શકતા.
આવો વિચક્ષણ અને નિયમિત દરદી ભાગ્યે જ મળે શ્રી મનસુખભાઈને પણ તેઓ દરેક રીતે પુત્ર સમાન મદદરૂપ હતા. અને કેસ પત્યા પછી ભત્રીજાકાકાના નામથી વ્યાપાર કરવા ઘાર્યું હતું. તેની શરૂઆત પણ થઈ. પરંતુ વ્યાપારમાં જોડાયાંને હજી ચાર માસ પૂરા ન થયા ત્યાં ભાઈ છગનલાલ પ્રત્યે ક્ષયના જીવલેણ વ્યાધિએ હુમલો કર્યો. પ્રથમ તો તેણે મનુષ્યદેહ ટકાવવાની દ્રઢ ઇચ્છાથી ઉપાયો એવા તો નિયમપૂર્વક કર્યા કે દાકતરો પણ કહેતા કે આવો વિચક્ષણ અને નિયમિત દરદી ભાગ્યે જ જોવામાં આવે છે. આરોગ્યના દરેકે દરેક નિયમ સાચવવાથી ૭ મહિને આરોગ્ય તદ્દન સુઘરી ગયું; પરંતુ અઢી મહિના પછી ફરીથી ઉથલો માર્યો જે જીવલેણ નીવડ્યો. માંદગી દરમ્યાન તેણે સ્વહસ્તે લખેલી નિત્યનોંઘમાં પોતાના ઉચ્ચ મનોરથો દર્શાવ્યા હતા. સં.૧૯૬૫ પોષ સુદ ૧૫ (પૂર્ણિમા) એ તેઓ લખે છે :
આત્માના કલ્યાણ અર્થે જીવવાની ઇચ્છા જીવવાની ઇચ્છા છે?...હા. શાથી છે?....કલ્યાણ કરવા અર્થે. કોનું?...આત્માનું. પ્રયત્ન મંદ કેમ? પંચમ કાળના કારણે. જીવીને શો ફાયદો કાઢશો?.....ઉપર જણાવ્યું તે ઇચ્છા પૂરી પાડીશ.
આવી સર્વ ઉત્તમ જોગવાઈ ફરી મળશે નહીં. વળી સં. ૧૯૬૫ પોષ વદ ૪ના લખે છે : પ્રશ્ન : હે જીવ, તું તારા દેહને બચાવવાને ઉત્કંઠિત કેમ રહ્યા કરે છે?
ઉત્તર : તેનું કારણ એટલું જ કે ફરીથી ઘર્માત્મા પિતા, આર્યક્ષેત્ર, જૈનધર્મ, મતાગ્રહ વિનાના ઘર્મ સંસ્કાર, સ્થિતિની અનુકૂળતા, યૌવનાવસ્થામાં ઘર્મ પ્રત્યેની જિજ્ઞાસા થવી એ આવતાં ભવમાં મળશે કે નહીં? મળવું અસંભવિત લાગે છે. કારણ કે એક ચીજ ફરીથી ક્યાંય પણ પિતા તરીકે દેખાશે નહીં, અને તે ઘર્માત્મા પિતા શ્રીમદ્ રાજચંદ્ર.
ઉત્તમ રીતે તત્ત્વ વિચારી સમાધિમરણની તૈયારી કરી છેલ્લે મહિને વવાણિયાથી મોરબી દવા કરાવવા આવ્યા ત્યારે સર્વને ખમાવી રજા લીધી. પછી રોગ અસાધ્ય જણાયો ત્યારે તેણે દેહની આશા છોડી માત્ર ઘર્મનું આરાધન કરવા માંડ્યું. જ્યારે વેદનાથી કંઈક શાંતિ થતી, ત્યારે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વાંચવા માટે સૂચના કરતા. તેમાં પણ તેમના પિતાએ શરીરને વેદના હોય ત્યારે આત્માએ કેવી રીતે શાંતિપૂર્વક તે વેદવી તે સંબંધી લખેલા પત્રો, અનિત્યાદિ બાર ભાવનાનું સ્વરૂપ, આત્મા છે, આત્મા નિત્ય છે, એમ આદિ છ પદનું સ્વરૂપ વંચાવીને બહુ મનન કરતા. તે ઉપરાંત “આત્મસિદ્ધિ', “હે પ્રભુ, હે પ્રભુ, શું કહ્યું?” એ ભક્તિનું પદ, ‘અપૂર્વ અવસર’ વગેરે