________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૪
વંચાવી સારા રાગમાં ગવરાવી સાંભળતા. ચાર દિવસ અગાઉ આત્મસિદ્ધિના અર્થમાંથી છ પદનું સ્વરૂપ, દેહ પ્રત્યે કેવી રીતે ભ્રાંતિ થાય છે, આત્મા ત્રણે કાળમાં અમર છે તે શી
રીતે? તે દ્રષ્ટાંતપૂર્વક સમજ્યા. છેવટે “ઇચ્છે છે જે જોગી જન અનંતસુખ સ્વરૂપ” એ આખું કાવ્ય વંચાવી તે પર પોતે લંબાણથી ચર્ચા કરી.
ઘન્ય છે બાપુને કે જે અપૂર્વ શાંતિ રાખતા હતા વેદના સહન ન થતી ત્યારે વારંવાર કહેતા, “કાકા! હું કેવો દુષ્ટ પાપી છું! તમો તો ઘણુંએ સમજાવો છો. ઘન્ય છે બાપુને કે જે અપૂર્વ શાંતિ રાખતા હતા.”
નાની ઉંમરમાં પણ પિતાના પગલે ચાલી સમાધિમરણ સાધ્યું મરણ વખતે તેમનાં દાદી દેવમાને અને તેમના મા ઝબકબાઈને કહ્યું કે, મા મારા વાંસે રોશો નહીં. દાદા રવજીભાઈને કહ્યું કે તમે મારી પાસે બેસો. પછીથી રાત્રિના ત્રણ વાગે શાંતિથી દેહત્યાગ કર્યો. ટૂંકામાં શ્રી છગનલાલે નાની ઉંમરમાં પોતાના મહાન પિતાને પગલે ચાલી સમાધિમરણ સાધ્યું. ઘન્ય છે એ પુણ્યાત્માની સમજણને.
શ્રી દામજીભાઈ
વવાણિયા સોનાના ટચ કંઈ કામના નહીં પણ આત્મા છે તે ખરા ટચ છે પૂ.દામજીભાઈ કહેતા કે કૃપાળુદેવને પૂછ્યું કે સાહેબ! જુઓ આ સોનું કેટલા ટચનું છે? તેઓશ્રીએ કહ્યું કે એ ટચ કાંઈ કામના નથી. આ દેહમાં જે આત્મા છે તે ટચ ખરો છે, બાકીનું કાંઈ નથી.
નિશાળમાં વિદ્યાર્થીઓને કૃપાળુ દેવ ભણાવતા, શિક્ષક બેસી રહે કપાળદેવ નિશાળમાં ભણતા ત્યારે બઘા વિદ્યાર્થીઓને પોતે જ ક્લાસમાં ભણાવતા. શિક્ષક બેસી રહેતા. કૃપાળુદેવ સ્કૂલમાં આસિસ્ટંટ હતા. વિદ્યાર્થીઓ માસ્તરને કહેતા, રાયચંદભાઈ અમોને પાઠ આપે તો તે જલ્દી યાદ રહી જાય છે. કૃપાળુદેવ વિદ્યાર્થીઓને પાઠ ન આવડે તો કદી મારતા નહીં. વળી એક વિદ્યાર્થી કૃપાળુદેવ સાથે ભણતાં તેણે લખ્યું છે કે એક વખત ઘેરથી હું પાઠ કર્યા વિના નિશાળે ગયો. મને કાંઈ આવડ્યું નહીં. ત્યારે રાયચંદભાઈએ મને ઊભો કર્યો અને ઘણી જ નરમાશથી મારી કાનપટ્ટી પકડી. તેમનો હાથ એટલો બધો મુલાયમ અને કોમળ લાગ્યો કે જે મને ગમ્યો. મને દુઃખ ન થયું પણ જાણે હજા કાન પકડી રાખે તો સારું એમ થયું. એવી જેને રોમે રોમ દયા વસી હતી તે મને હજા સાંભરે છે.
આંખ મીંચીને હું કહું તેમ મહાવીર પ્રભુને દ્રષ્ટિમાં ઉતારો કૃપાળુદેવ નાના હતા ત્યારે નિશાળના વિદ્યાર્થીઓને હાથ પકડી ભીંતના ઓઠે ઊભા રાખતા ને સમજાવતા હતા કે આંખ મીંચી દ્યો અને હું બોલું તેમ તમારી દ્રષ્ટિમાં મહાવીર પ્રભુને ઉતારો.
-સત્સંગ સંજીવનીમાંથી
અ ,