________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૦૪ દરેક કાર્યો કાર્યે ભૂલ થતાં આત્મજાગૃતિ કરાવતા હતા.
અનેક પંડિતોનું કૃપાળુદેવ પાસે આગમન
ત્યાં કૃપાળુદેવ પાસે ઘણા પંડિતો આવતા હતા અને પ્રશ્નો પૂછતા હતા. કૃપાળુદેવના ખુલાસાથી સંતોષ પામી સર્વે ઘેર જતા હતા. એક વખત એક જ્યોતિષ શાસ્ત્રી કપાળદેવ પાસે આવ્યા અને બોલ્યા કે જ્યોતિષશાસ્ત્ર સાચાં નથી. તેથી કૃપાળુદેવે કહ્યું કે જોનારની સમજ ફેરથી તેમ થાય છે. બાકી કાશીદેશમાં એક ગ્રંથ “ભૃગુસંહિતા' નામનો છે. તે ગ્રંથ બરાબર છે. તે જોવાથી તમને વઘારે ખાત્રી થશે. વળી દાખલો આપી તે જોષીને કૃપાળુદેવે કહ્યું કે એક લગ્ન જન્મેલા ત્રણ જણના જન્માક્ષર કરાવવા આવે તો તેમાં તમે શું સમજી શકો કે આને ઘેર પુત્રજન્મ થયો છે? કે આને ઘેર પુત્રી જન્મી છે? કે આને ઘેર ઢોર જન્મેલ છે? ત્યારે તે જોષીને નહીં આવડવાથી કૃપાળુદેવે જ્યોતિષના અનેક દાખલા આપી કહી બતાવ્યું હતું કે આમ હોય તો પુત્ર જન્મો માલુમ પડે. અને આમ હોય તો પુત્રી જન્મી જાણવી અને આમ હોય તો પશુ જન્મેલ છે એમ કહી બતાવ્યું હતું. જ્યોતિષના શબ્દો હોવાથી મને યાદ રહેલ નથી. તે જોષી ઘણો જ આનંદ પામી નમસ્કાર કરી ત્યાંથી ગયો હતો.
આખા જગતનું કલ્યાણ ત્યાં એક વખત વડોદરા શહેર બહાર કૃપાળુદેવ ફરવા પઘાર્યા હતા. સૌભાગ્યભાઈ, ડુંગરશીભાઈ તથા હું સાથે હતા. ત્યાં ડુંગરશીભાઈ બોલ્યા કે સાહેબજી, આખા જગતમાં અંઘકાર વ્યાપી રહ્યો છે. એમાં અમારા ઢંઢિયામાં તો બહુ જ અંઘકાર છે. આપ ઘર્મનો ઉદ્યોત ક્યારે કરશો? તે વખતે કૃપાળુદેવ બોલ્યા કે, તમે સ્થાનકવાસી કુળમાં જન્મ્યા તેથી તમોને તેની વઘારે દયા આવે છે. પણ વખત આવ્યે સ્થાનકવાસીનું તો શું પણ આખા જગતનું કલ્યાણ થશે.
માણેકલાલને માર્ગ પામવામાં ત્રણ વર્ષની વાર ત્યારે ડુંગરશીભાઈ બોલ્યા કે ઝવેરી માણેકલાલભાઈ ક્યારે મારગ પામશે? તથા ભરૂચવાલા અનુપચંદભાઈ ક્યારે મારગ પામશે? ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે માણેકલાલભાઈને ત્રણ વરસની વાર છે અને અનુપચંદભાઈને હજુ વાર છે.
કૃપાળુદેવનું જ્ઞાન અદ્ભુત એક વખત શહેર બહાર કૃપાળુદેવ એક કૂવાના થાળામાં બેઠેલા હતા. પૂ.શ્રી સૌભાગ્યભાઈ પેશાબ કરવા માટે એક વાડ તરફ જતા હતા. ત્યારે કૃપાળુદેવે તેમને રોક્યા અને કહ્યું કે “એ તરફ સાપ પડેલો છે. બીજી તરફ જાઓ.” હું તેથી આશ્ચર્ય પામી તે તરફ જોવા ગયો. તો ત્યાં દૂર વાડને ઓથે સાપ પડેલો જોયો. આથી મારા મનમાં ઘણું આશ્ચર્ય ઉત્પન્ન થયું કે કૃપાળુદેવનું જ્ઞાન અદ્ભુત છે.
અચિંત્ય માહાભ્યવાન એવો આત્મા એક વખત વડોદરામાં ગાયકવાડ સરકારનું ઝવેરાત દેખાડવા માટે શેઠ ફકીરભાઈ કૃપાળુદેવને રાજ દરબારમાં લઈ ગયા. તે સરકારના ઝવેરી હતા. ત્યાં કરોડો રૂપિયાનું ઝવેરાત હતું. તેમાં એક નવલાખનો હીરો હતો. તે કૃપાળુદેવને શેઠ ફકીરભાઈએ બતાવ્યો. ત્યારે કૃપાળુદેવ તેને જોઈ બોલ્યા કે અચિંત્ય જેનું માહાસ્ય છે એવા આત્માનો ચમત્કાર જીવને ભાસતો નથી અને આવા ચોખ્ખા પથરાનું