________________
૨૦૩
શ્રીમદ્ અને કિલાભાઈ ગુલાબચંદ
અંદરથી ગાંડપણ બન્નેનું સરખું એક વખત ભાગોળે કૃપાળુદેવ પચાસેક મુમુક્ષભાઈઓ સાથે બેઠા હતા. તે વખતે ઉપદેશધારાનો અમૃતમય વરસાદ વરસતો હતો. ત્યાં બાજુમાં એક ગાંડો માણસ હાથપગની ચેષ્ટાઓ કરતો હતો. તેને જોઈ કેટલાંક મુમુક્ષુઓને હસવું આવ્યું. ત્યારે કૃપાળુદેવે ઠપકો આપ્યો કે એનામાં વઘારે મીઠું પડ્યું છે ને તમારામાં થોડું પડ્યું છે. પણ તમો સાવ ચોખ્ખા છો એમ માનવાનું નથી. એ ગાંડો માણસ સંકલ્પ વિકલ્પને બહાર કાઢી જણાવે છે અને તમો તેને દબાવી રાખો છો. પણ અંદરથી ગાંડપણ બન્નેનું સરખું છે.
- પુરુષાર્થ કરો તો અવશ્ય કલ્યાણ થાય ઉદેલની ભાગોળે એક ઝાડ હતું. તેનું થડ ઘણું જાડું હતું. તે તરફ આંગળી કરી કૃપાળુદેવે કહ્યું કે આ ઝાડ ઘણું જાડું દેખી કોઈ માણસ તેના ઉપર ચઢવાની હિંમત કરે નહીં, તેમ તમો પણ કલ્યાણ દેખી ડરો છો, પણ જો હિંમત કરી પુરુષાર્થ કરો તો કલ્યાણ થાય અને ઘણો જ આનંદ પામો. એમ પુરુષાર્થ કરવા માટે પ્રેરણા કરતા હતા. જ્ઞાનીઓની વાણી પુરુષાર્થપ્રેરક હોય છે.
વિષયકષાયને છોડવા એ તો મારાથી નહીં બને કૃપાળુદેવે એકવાર એવો બોઘ કર્યો કે જીવ જ્યારે જ્ઞાની પાસે આવી કલ્યાણની ઇચ્છા બતાવે ત્યારે જ્ઞાની કહે કે વિષયોને રોકવા. પણ જીવ તેથી ગભરાય છે, ને કંઈ બીજું કરવાનું જ્ઞાની કહે તો ઠીક; એમ તો મારાથી નહીં બને એમ માની ત્યાંથી ચાલ્યો જાય છે. વળી અનેક જન્મનું ચક્કર ફરી, પાછો જ્ઞાની પાસે કોઈ વખત આવી ચઢે ત્યાં પણ કલ્યાણ માટે જ્ઞાની કહે કે વિષય કષાયને છોડવા. તો વળી જીવ તે નહીં બને એમ માની ફરી ફરી પાછો ચાલ્યો જાય છે. આમ જીવ અનાદિકાળથી રખડ્યા કરે છે.
પ્રસંગે પ્રસંગે જડ ચૈતન્યના જુદાપણાનો બોઘ સં.૧૯૫૦માં કૃપાળુદેવનો મુંબઈથી પત્ર આવ્યો કે આણંદ સ્ટેશને એક બે મુમુક્ષુઓને આપવામાં આજ્ઞાનો અતિક્રમ નથી. તે જ દિવસે પર્યુષણ બેસનાર હતા. જેથી કુળ રૂઢિથી પર્યુષણમાં બહાર જવામાં કેટલાંક મુમુક્ષુઓ સંકોચાવા લાગ્યા. પૂ.અંબાલાલભાઈના કહેવાથી હું તથા કરસનદાસ બન્ને જણ આણંદ ગામ ગયા. ત્યાં કૃપાળુદેવનો હસ્તલિખિત એક કાગળ પોપટલાલે હાથમાં આપ્યો, તેમાં જણાવેલું કે તમારે વડોદરા આવવું હોય તો ઝવેરી માણેકલાલને ત્યાં આવવું. પણ કરસનદાસનું મન વડોદરા આવવા ન થવાથી હું એકલો વડોદરા ગયો. ત્યાં પરમકૃપાળુદેવ ઝવેરી માણેકલાલ ઘેલાભાઈના મુકામે પાંચમે માળે બિરાજેલા ત્યાં હું પૂછતો પૂછતો ગયો. ત્યાં કૃપાળુદેવ બનારસીદાસના સવૈયાની ધૂન લગાવી રહેલા હતા. શ્રી સૌભાગ્યભાઈ, શ્રી ડુંગરશીભાઈ તથા શ્રી ખીમજીભાઈ સાથે બેઠા હતા. કોઈ મુમુક્ષુ કોઈ વસ્તુ લેતા દેતા આ મારી વસ્તુ છે એમ બોલી જાય તો તેને ઉપયોગ કરાવતા હતા કે આ જડ પદાર્થ તમારો કેવી રીતે? એમ પ્રસંગે પ્રસંગે જડચૈતન્યના જુદાપણાનો બોઘ આપીને વાણી બોલતા. પણ આ વસ્તુ મારી છે એમ બોલવું અટકાવીને વસ્તુના સ્વરૂપ તરફ વાળતા હતા.
એક વખત ડુંગરશીભાઈ બોલ્યા કે મારા પગરખાં લાવો ત્યારે કૃપાળુદેવે કહ્યું કે ફરી બોલો. આ પગરખાં ચામડાના છે કે તમારા છે? ડુંગરશીભાઈ બોલ્યા કે સાહેબ! ભૂલ્યો ચામડાના છે. તેવી રીતે