________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રીમદ્ અને શ્રી જૂઠાભાઈ ઊજમશી
જેનાગમનો ભાવાર્થ બતાવનાર હોવાથી શ્રીમદ્ બાળસંતા ૧૩મા વર્ષથી શ્રીમદ્ મોરબી વધારેને વઘારે જવા લાગ્યા. મોરબીમાં તેઓ પોતાના ફૈબાને ઘેર રહેતા. તે ઘરની પાડોશમાં વિનયચંદ દફતરી નામે એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ રહેતા હતા. તેના વૃદ્ધ પિતાશ્રી પોપટભાઈ બહુ ઘર્મિષ્ઠ હતા. તેમને શ્રીમદ્ પ્રત્યે પ્રથમ જોતાં જ અપૂર્વ સ્નેહ આવેલો. તેથી જ્યારે મોરબી પઘારે ત્યારે તેમનો સમાગમ કરતા. તેઓ પોતાનો વખત જૈનાગમો વાંચવામાં ગાળતા. તેનો ભાવાર્થ શ્રીમદ્ પાસેથી સાંભળી તેમણે શ્રીમ બાળસંત તરીકે ઓળખેલા. તેથી તેમનું આદરમાન બહુ કરતા. વિનયચંદભાઈ મોરબીમાંથી તેમજ અમદાવાદ વગેરે સ્થળેથી પુસ્તકો મેળવી આપવામાં શ્રીમદ્ સહાય કરતા. એ રીતે પિતાપુત્ર બન્ને શ્રીમદ્ભા અંગત સ્નેહીઓ બન્યા હતા. અને તેમનું ઘર શ્રીમતું વાચનાલય, લેખનાલય અને પુસ્તકાલય બન્યું હતું.
સર્વજ્ઞ પ્રણીત વીતરાગ શાસન પૂર્ણ સત્ય છે ૧૩મા વર્ષથી શ્રીમદ્દ કયો ઘર્મ પૂર્ણ સત્ય હશે એવો ઘર્મમંથન કાળ પ્રાપ્ત થયો. તેથી એકાદ વર્ષમાં તેઓ મુખ્ય મુખ્ય ઘર્મને તપાસી લઈ સર્વજ્ઞ-પ્રણીત વીતરાગ શાસન પૂર્ણ સત્ય છે, એવા નિર્ણય પર આવ્યા. તેઓ જે પુસ્તકનાં પાનાં ફેરવી જાય તે વાંચવા તુલ્ય થઈ જતું અને જે પુસ્તક વાંચી જાય તે કંઠસ્થ થઈ જતું.
ત્રણ દિવસમાં મોક્ષમાળાના ૧૦૮ પાઠની રચના સંવત્ ૧૯૪૦ની ચૈત્રી પૂર્ણિમાના લગભગ શ્રીમદ્ મોરબી આવેલા. ત્યારે શ્રી પોપટભાઈએ શ્રીમને વિનંતી કરી કે બાળકથી વૃદ્ધ સુધી સરળતાથી સમજે એવો એક ગ્રંથ આપ લખો તો ઘણા જીવોને મહાન લાભનું કારણ થાય. પરમકૃપાળુદેવે એ વિનંતી સ્વીકારી ને પોપટભાઈના મકાનમાં બીજે માળે બેસીને ત્રણ દિવસમાં મોક્ષમાળાની રચના ૧૦૮ પાઠરૂપે કરી; પછી તે લખાણ વવાણિયા લઈ આવ્યા. તેવામાં ત્યાં ત્રણ સાધ્વીજી પધાર્યા, તેમની જિજ્ઞાસાથી તે પાઠોની સ્પષ્ટ અક્ષરે નકલ કરીને વાંચવા આપેલા અને ઉપાશ્રયે જઈ તે પાઠો તેમને સમજાવતા. પછી તુરત પાછા લાવતા. એવાં તો એક એકથી ચઢતાં અનેક પુસ્તકો રચવાની શ્રીમદ્ભા હૈયામાં હામ હતી, પરંતુ છપાવવા નાણાં જોઈએ, તે મેળવતાં મુશ્કેલી નડી.
મોક્ષમાળા'ના છપાઈમાં વિલંબ થવાથી “ભાવનાબોઘ’ પુસ્તક ભેટ તે જ અરસામાં શ્રીમદે અવઘાન કરવાં શરૂ કર્યા. તેથી ઠામઠામ જાહેરાત થતાં મોક્ષમાળા માટે અગાઉથી ગ્રાહકો નોંઘી જોઈતાં નાણાં એકઠા કર્યા. છેવટે મુંબઈમાં નાણાંની પૂરતી જોગવાઈ થઈ તેથી સંવત્ ૧૯૪૩ના પોષમાં અમદાવાદમાં યુનાઈટેડ પ્રેસમાં તે પુસ્તક છપાવવાની વ્યવસ્થા કરી. પરંતુ તે છપાતાં વિલંબ થવાથી સંવત્ ૧૯૪૩માં “ભાવનાબોઘ’ પુસ્તક તે જ પ્રેસમાં છપાવી, ગ્રાહકોને ભેટ આપ્યું. એ જ અરસામાં સાક્ષાત્ સરસ્વતી' નામે શ્રીમદ્ભી જીવનિકા શ્રી વિનયચંદ દફતરી તરફથી મોરબીમાં છપાવી બહાર પાડવામાં આવી.