________________
૭૯
શ્રી મલુકચંદભાઈ
મોરબી
કૃપાળુદેવે ખેડામાં સમાગમ પ્રસંગે કરુણા કરેલી તે સ્મૃતિમાં આવેલ છે તે નીચે મુજબ ઃ—
સત્પુરુષની આજ્ઞામાં રહે તો મોક્ષ દૂર નથી
“સત્પુરુષના ચરણકમળ ઉપાસે તો મોક્ષ દૂર નથી. હાલના વખતમાં ઉપદેશ દેવા બધાને બહુ ગમે છે, પણ ખોટા ઉપદેશથી તેઓ મહામોહનીય કર્મ ૭૦ કોડાકોડીનું ઉપાર્જન કરે છે. તે વેદતાં ઘણા જીવોને જોઈએ છીએ.
એક વખત આહાર કરવો જેથી ઘણા કર્મો નાશ થઈ ભવાંત થઈ જશે
સંસ્કૃત અભ્યાસ કરવા મને આજ્ઞા કરેલ. સાથે કહ્યું કે આ શરીર હાડમાંસથી ભરેલું છે, તેને પુરુષાર્થ કરીને ઘકેલીને કામ લઈ લેવું. એક વખત આહાર કરવો. એથી ઘણા કર્મો નાશ થઈ છેવટે ભવાંત થઈ જશે. મોક્ષની ઈચ્છા રાખવી અને પુરુષાર્થ ન કરવો એ બને નહીં,
વાર્તાલાપ વગરની શાંતિ ઉત્તમ નિમિત્ત છે
એક વખત હૈં, વીરચંદભાઈ તથા દેવચંદભાઈ સાહેબજી પાસે બેઠા. પણી વાર સુધી કંઈ વાર્તાલાપ થયો નહીં. પછી બોલ્યા—આવી શાંતિ ઉત્તમ નિમિત્ત છે.”
મુદ્રા તદ્દન વિષયકષાય રહિત - જાણે સાક્ષાત્ ભગવાન જ હોય!
સાહેબજીની મુદ્દા તદ્દન વિષય-કષાય રહિત અને શાંત હતી, અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય! તેમજ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હોય નહીં, અખંડ ઉપયોગ રાખતા તથા વાતની સંક્લનો અદભુત લાગતી.
જ્ઞાન અમારામાં પરિણમેલું છે.
ખાતાં, ઊઠતાં, બેસતાં, તદ્દન અપ્રમત દશા જોવામાં આવતી. એક વખત બોલ્યા કે જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું.
વાણી તદ્દન અમૃતમય, સામા માણસ ઉપર અસર થાય જ
વાણી તદ્દન અમૃતમય અને સાતિશયવાળી હતી. વચન એવાં ટંકોત્કીર્ણ હતાં કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં અને એમ જ ઇચ્છા રહે કે તેઓશ્રીની સમીપમાં રહીએ જેથી હંમેશાં નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી લબ્ધિઓ પ્રગટી હતી.
એકવાર બોળ અથાણું એટલે મીઠામાં આધેલી આખી કેરી તે બોળ કેરી. એવી રીતે બીજા પણ અથાણાં વિષે કહ્યું કે લીલોતરીને મીઠું ભેગું થાય તો ત્રણ અથવા પાંચ દિવસ સુધી જીવ ઉત્પન્ન ન થાય. પણ ત્યાર પછી થાય. ત્યારે એક ભાઈએ શંકા કરી કે જો તેમાં પાણી ન નાખે તો બોળ શી રીતે કહેવાય? તો કીધું કે મીઠું એ પણ પાણીનું બીજું રૂપ છે.