SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ શ્રીમદ્ અને કાવિઠાના સંસ્મરણો ઝવેરશેઠને જાણ કરે અને ઝવેરશેઠ બે ત્રણ જણને લઈ મોડી રાતના ફાનસ લઈને શોઘવા નીકળે તો શ્રીમજી ખુલ્લા ડીલે ગામોટના વડનીચે કે મહુડીના સ્થાને ખુલ્લામાં અથવા મિથુજીના કુવાના થાળા ઉપર ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હોય, અને મોટા ડાંસ મચ્છર અનેક સંખ્યામાં તેઓના ડીલ પર બેઠા હોય. ચિત્ર નંબર ૩ પટેલ જરા નીચે બેસો, જીવો દબાય છે - એક વખત કૃપાળુદેવ પટેલ છગનભાઈ જેસંગભાઈના ઘર આગળ થઈને ઝવેરશેઠને ત્યાં જતા હતા. રસ્તા આગળ તે પટેલનું ઘર હતું. તે ઘરની ઓશરીમાં ચારનો લીલો ભારો નાખેલો હતો, તેની ઉપર બેસીને તે પટેલ હુક્કો પીતા હતા. કૃપાળુદેવે તેને કહ્યું કે પટેલ, જરા નીચે બેસો. ચારના ભારામાં ઘણા નાના જીવ દબાઈ જાય છે. તે જીવોને પણ આપણી જેમ દુઃખ થાય છે. તે આપણા ધ્યાનમાં આવતું નથી. તેથી આપણે પણ પરભવમાં દુઃખી થઈએ છીએ. તે સાંભળતા તુરત જ તે પટેલ નીચે બેઠા હતા. એમ કૃપાળુદેવ ઝીણા જીવોની પણ કેટલી સૂક્ષ્મ દયા ખાતા હતા! ચિત્ર નંબર ૪ કૃપાળુદેવનો ઉપદેશ બાબ૨દેવાને સોંસરો ઊતરી ગયો એક વખત પરમકૃપાળુદેવ ઘરણીયાના વડ નીચે જિજ્ઞાસુઓ સાથે જ્ઞાન ચર્ચા કરતા હતા. બાબરેદેવા બહારવટીઓ ત્યાંથી પસાર થતો હતો. બઘા ડરવા લાગ્યા, કૃપાળુદેવે બઘાને ન ડરવા જણાવ્યું. બાબરેદેવાને . બોલાવી સામે બેસવા જણાવ્યું. બાબરદેવો કૃપાળુદેવને પગે લાગીને કોઈ ઉપદેશ આપવા વિનંતી કરવા લાગ્યો. કૃપાળુદેવે ક્લયું કે મા, બહેન અને દીકરીની સંભાળ રાખજે અને કોઈને લૂંટીશ નહીં કે ચોરી કરીશ નહીં. બાબરદેવાએ વાત માન્ય રાખી અને ત્યાર પછી આખી જિંદગી લોકોની સેવામાં ગાળી. ચિત્ર નંબર ૫ બહેન દેહ જતો કરજે પણ શીલ સાચવજે ઝવેરશેઠની દીકરી મણિબેન કે જેઓને પરમકૃપાળુદેવે સમકિતી હોવાની છાપ આપી હતી. મણિબેનને સસુરપક્ષે સંકટ આવેલ જેથી મુંઝાઈને તેઓ કાવિઠા રહેતા હતા. તે જ અરસામાં પરમકૃપાળુદેવ પાસે તેમણે જવા ઘાર્યું. તેટલામાં પરમકૃપાળુદેવે જ મણિબેનને મળવા બોલાવ્યા અને મણિબેનના અંતરની વ્યથા જાણતા હોય તેમ સામેથી મણિબેનને આશ્વાસન સાથે જણાવ્યું કે બહેન દેહ જતો કરજે પણ શીલ સાચવજે. શીલ રાખતાં દેહ જાય તો દોષ નથી. ઘર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ઘર્મ.” આ રીતે મણિબેનને ભવથી તાર્યા. મણિબેનની કૃપાળુદેવ પ્રત્યેની અંતરની આસ્થા પ્રાણ ત્યાગ થતા સુધી અચળ રહી હતી. અને છેવટની ઘડીએ પણ સ્મરણ પરમકૃપાળુદેવનું જ કરતા દેહત્યાગ કર્યો હતો. દિવસમાં ત્રણવાર ઉપદેશ શ્રીમદ્જી દરરોજ સવાર, બપોર તથા રાત્રે ઉપદેશ આપતા. તેમજ કેટલોક સમય એકાંતમાં જંગલમાં પણ જતા હતા. ક્યારેક ચાલતી વખતે તેઓશ્રી આગમોના કેટલાંક શ્લોકો સ્વમુખે મનમાં બોલતા બોલતા એક સરખું નીચે ધ્યાન રાખી ચાલતા અને એકાદ માઈલ દૂર જઈ ગમે તે ઝાડ નીચે અગર તલાવડીના કાંઠા ઉપર ધ્યાનમાં બેસતા.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy