________________
૨૩૫
શ્રીમદ્ અને લલ્લુભાઈ ઝવેરચંદ ગુણસ્થાનકનો પણ ભાવ હોય અને ચારિત્ર લીઘા પછી છઠ્ઠા ગુણસ્થાનકે આવીને ઠરે / છે તેથી તમારામાં ભાવચારિત્ર હોય. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે હવે તમને અમારા પર ) પ્રતીત રહેશે.
સપુરુષ જે કાંઈ જણાવે તે યોગ્ય જ હોય તે દિવસે ઘણો જ બોઘ ચાલ્યો હતો. જે કાંઈ પૂછવા વિચાર હતો તે તો વગર પૂછ્યું વગર જણાવ્યું સમાઘાન કર્યું હતું. ભાઈશ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવ માટે રસોઈ બનાવવાના કામ આદિમાં રોકાતા હતા. જેથી પરમકૃપાળુદેવની સાથે હું તથા ભાઈશ્રી છોટાભાઈ જતા હતા. બીજે દિવસે પરમકૃપાળુદેવની સાથે અમે બહાર ફરવા ગયા. ત્યાં પરમકૃપાળુદેવ દિશાએ જવા માટે પધાર્યા. ત્યાંથી આવ્યા બાદ હાથપગ ઘોવા માટે પાણી જોઈતું હતું. મને આજ્ઞા કરી કે આ તરફથી પાણી લઈ આવો. હું કેટલેક દૂર ગયો પરંતુ પાણી જણાયું નહીં, તેથી વિચાર થવા લાગ્યો કે આ તરફ તો ક્યાંથી હોય? વળી પાછો વિચાર થયો કે સત્પરુષ જે કાંઈ જણાવે તે યોગ્ય જ હોય. એમ વિચાર કરી આગળ જતાં ત્યાં એક કુવાના થાળામાં પાણી દીઠું, જેથી વિશેષ પ્રતીતિ થઈ કે સટુરુષોની વાણી અફળ હોય જ નહીં.
સપુરુષ પ્રત્યે વૃઢ શ્રદ્ધા મોક્ષનું સર્વોત્તમ કારણ એક વખતે પતંગના દોરાનું દ્રષ્ટાંત આપી જણાવ્યું કે પતંગનો દોર હાથમાં હોય ત્યાં સુધી પતંગ જાય નહીં; તેમ સસ્કુરુષ પ્રત્યે નિશ્ચય પ્રતીતિ કલ્યાણનું પરમ કારણ છે. ચિત્ર નંબર ૧ દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈપણ મારા નથી એ ભાવના હમેશાં ભાવો
નડિયાદમાં અમો લગભગ એક અઠવાડિયું રહ્યા હતા. નડિયાદથી જ્યારે ખંભાત તરફ આવવાનું હતું ત્યારે મેં જણાવ્યું કે મારે શું કરવું? પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે–“દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના ભાવતાં રાગદ્વેષનો ક્ષય થાય.” એ ભાવના હમેશાં ભાવજો. ચિત્ર નંબર ૨ જાઓ, મુનિશ્રી પાસે જઈ વ્રત નિયમ ગ્રહણ કરો
ત્યારપછી ખેડામાં સંવત્ ૧૯૫૪માં સમાગમ થયો. શ્રી અંબાલાલભાઈ સાથે પઘારેલા. પરમકૃપાળુદેવની તબિયત નરમ હતી. પહોરવાર સુઘી આજ્ઞા મળી નહીં. પછી એકેક ને દર્શન કરી ચાલ્યા જવાની આજ્ઞા મળી. આમ બે દિવસ થયું. ત્રીજે દિવસે મુનિશ્રીઓ-શ્રી લલ્લુજી આદિ પધાર્યા. ત્યારે પરમકૃપાળુદેવે કહેવરાવ્યું કે અમો નીચે આવીએ છીએ. પછી બંગલાના ચોકમાં પરમકૃપાળુદેવ પધાર્યા અને ઉપદેશ આપ્યો. જે સાંભળી સર્વના ગાત્ર છૂટે એવો બોધ ચાલ્યો. બોઘમાં સર્વેને જણાવ્યું કે અમોએ તમોને કુળઘર્મથી મુકાવ્યા તો હવે તમારે શું કરવું? શું ખાવું પીવું એ જ મોક્ષ? જાઓ બઘા મુનિશ્રી પાસે જઈ યથાશક્તિ વ્રત-નિયમ ગ્રહણ કરો અને હમેશાં બે ઘડી નિત્યનિયમમાં બેસવાનો નિયમ ગ્રહણ કરો. અમારો કહેવાનો હેતુ માત્ર એ જ હતો કે જે આગ્રહરૂપે ક્રિયા કરવામાં આવે તેનો ત્યાગ કરવો, ત્યારે તમોએ તો તદ્દન છોડી દીધું વગેરે ઘણો જ બોઘ કર્યો હતો. જેથી પોતાની યથાશક્તિ મુનિશ્રી પાસે જઈને અમોએ વ્રતનિયમો ગ્રહણ કર્યાં. અને નિત્યનિયમમાં બેસવાનો નિયમ તો સર્વેએ ગ્રહણ કર્યો હતો. મેં અમુક જાતની લીલોતરીનો ત્યાગ તથા બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું હતું.