________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૩૬
શ્રી મહાવીર પ્રભુ શરીરે પાતળા અને ઉંચા હતા એક દિવસ પરમકૃપાળુદેવની સાથે હું તથા શ્રી છોટાભાઈ બહાર ગયા. અમો
પાછળ પાછળ ચાલતા હતા અને પરમકૃપાળુદેવ આગળ ચાલતા હતા. પરમકૃપાળુદેવ કોઈ એક સ્થાને લઘુશંકાએ બેઠા. ત્યાંથી ઊઠ્યા બાદ તેઓએ અમોને જણાવ્યું કે પાછળ પાછળ કેમ ફરો છો? અમો મૌન રહ્યા અને પાછળ ગયા. ત્યાં નડિયાદની સીમમાં એક નેળિયું હતું. ત્યાં એક અવડ કૂવો હતો. તે જોઈ પરમકૃપાળુદેવે અમોને જણાવ્યું કે શ્રી મહાવીર પ્રભુ આવા કૂવા આગળ બેસતા, તેઓ શરીરે પાતળા અને ઊંચા હતા.
સત્સંગની બે માસ સુઘી બહુ તીવ્ર અસર રહી નડિયાદથી ખંભાત આવ્યા પછી બે માસ સુધી બહુ તીવ્ર ઉત્કૃષ્ટ વૃત્તિ રહી. અમારા કેટલાંક સંબંધીઓ વિચારવા લાગ્યા કે લલ્લુભાઈ ગાંડા થઈ જશે એવી ઉત્કૃષ્ટ વૃત્તિ યોજનગામિની વાણી સાંભળ્યાના કારણે રહી અને તેની ખરી ખાતરી થઈ કે આ પ્રમાણે તીર્થકર ભગવાનની યોજનગામિની વાણી હોય.
સંવત્ ૧૯૫૪ની સાલમાં કાવિઠામાં પુનઃ છ-આઠ દિવસ પરમકૃપાળુદેવનો સમાગમ થયો હતો. ત્યાં ભાઈશ્રી અંબાલાલભાઈ તથા ભાઈશ્રી ગાંડાભાઈ તથા ભાઈશ્રી કીલાભાઈ આદિ અનેક ભાઈઓ હતા. ઘણો ઉપદેશ ચાલતો હતો પણ હાલમાં સ્મૃતિમાં રહેલ નથી.
મોક્ષમાર્ગ પ્રકાશક' વાંચવાની આજ્ઞા ત્યારબાદ મેં પરમકૃપાળુદેવ પાસે વિનંતી કરી કે મારે શું વાંચવું? તે બાબત પૂછતાં “મોક્ષમાર્ગ પ્રકાશક વાંચવાની આજ્ઞા થઈ. “મોક્ષમાર્ગ પ્રકાશક હું એકલો વાંચી-સમજી શકું એમ નથી, માટે કોઈ ભાઈ વાંચી સંભળાવે અને સમજણ પાડે તેવી આજ્ઞા કરો તો સારું. એમ મેં ત્રણ ત્રણ વાર વિનંતી કરી; પરંતુ કૃપાળુદેવે જણાવ્યું કે તમારે વાંચવું, સમજાશે. આ પ્રમાણે જણાવ્યાથી મને વિચાર થયો કે સત્પરુષના વચન પર વિશ્વાસ કેમ નથી રહેતો? સત્પરુષો જે કાંઈ આજ્ઞા ફરમાવે તે યોગ્ય જ હોય. ત્યારબાદ ખંભાત જઈ પોતાની મેળે ગ્રંથ વાંચવા માંડ્યો અને બરાબર રીતે સમજી શકાયું; જેથી પ્રતીતિ દ્રઢ થઈ.
પરમકૃપાળુદેવે મનના ભાવો જાણ્યા પરમકૃપાળુદેવની પાસે અમો જ્યારે ત્યાંથી વિદાય થવાના હતા ત્યારે રજા મેળવવા માટે ગયા. તે વખતે મારા મનમાં એમ થયું કે ચિત્રપટ મળી શકે તો સારું, પણ માગી શકતો નહોતો. જેથી ત્યાં જઈ નમસ્કાર કરી ઊભો રહ્યો. પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ ચિત્રપટ જોઈએ છે? મેં કીધું–હા જી. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ભાઈ અંબાલાલ આપશે. વળી કૃપા કરી જણાવ્યું કે અમારા પર અખંડ વિશ્વાસ રાખજો.
અમારામાં અને શ્રી મહાવીરદેવમાં ફક્ત પહેરણનો ફેર છેલ્લો સમાગમ શ્રી વઢવાણ કેમ્પમાં થયેલો. ભાઈશ્રી નગીનદાસ સાથે હતા. ત્યાં એક દિવસ અમે બઘા પરમકૃપાળુદેવ સમીપે ગયા. ત્યારે તેમણે કહ્યું કે તમો બધા આમ દોડ્યા આવો છો તે કોની આજ્ઞાથી? ત્યારે ભાઈશ્રી નગીનદાસે જણાવ્યું કે આપણે આજ્ઞા વિના આવ્યા તે ઠીક નથી, માટે પ્રથમ