________________
શ્રીમદ્ અને મણિલાલ રાયચંદ ગાંથી
બધું કાર્ય પતી ગયા પછી બાળકનો જન્મ થયો
દિવાળીબેન ઘરે પહોંચ્યા કે ભેંસ દોહવાની બધી તૈયારી કરી રાખેલી હતી. પહેલાં ભેંસને દોહીને તપેલું આપ્યું કે ફરીથી પેટનું દર્દ વિશેષ વધવા લાગ્યું. રસ્તામાં
તો સાયલે પિયરમાં જે પ્રમાણે દુઃખતું હતું તેથી કંઈપણ વધ્યું નહીં. પણ હવે ઘરે પહોંચ્યા પછી દૂધ દોહવું વગેરે સારી રીતે બધુ કામ પતી ગયું કે બાળકના જન્મ માટેનું પેટનું દર્દ ઉપડ્યું. ઘરવાળાઓએ દાયણને બોલાવી અને સારી રીતે બેને પુત્રને જન્મ આપ્યો.
૩૬૫
૫૨મકૃપાળુદેવ તો બધું જાણે છે
આ બનાવ બન્યા પછી બધાને માન થયું કે સાહેબજી પરમકૃપાળુદેવ બધું જ જાણે છે. બાપુજીને (સોભાગ્યભાઈને) સાહેબજી પ્રત્યે ભગવાન જેવી શ્રદ્ધા છે તે એકદમ સાચી છે.
શ્રી મણિલાલ રાયચંદ ગાંધી બોટાદ
શ્રી કૃપાનાથ પરમકૃપાળુ શ્રીમદ્ સાહેબજી શ્રી રાયચંદભાઈના સમાગમમાં બોટાદવાળા મણિલાલ રાયચંદ કેવી રીતે આવ્યા અને શું ખુલાસા થયા તેની યાદ-પત્રિકા નીચે મુજબ લખી છે. તેમાં કોઈ વિસ્મૃતિથી શબ્દફેર તથા ભાષાફેર લખાણું હોય તેની ક્ષમા ચાહું છું.
લખનાર–મણિલાલ રાયચંદ
બાળ વૈરાગ્યે સંસાર છોડી સાધુ થવાની ભાવના
પ્રથમથી કેટલીક વખત હું ઉપાસરે સાધુજી પાસે જતો આવતો અને કોઈ કોઈ વખતે ધર્મસંબંઘી અને વૈરાગ્યાદિક સંબંધી પુસ્તકો વાંચતો, તેમજ બીજા કેટલાક સાધારણ કારણોથી જીવને વિષે બાળવૈરાગ્ય ઉત્પન્ન થયો હતો અને એમ થયું કે આ સંસાર છોડી સાધુજીના વેષે દીક્ષા ઘારણ કરવી. એવો વિચાર કરી સંવત્ ૧૯૪૭ના શ્રાવણ સુદ-૧ના દિવસે ઘરના વડીલો અને સગાં સંબંધીઓ સર્વની લાગણી દુભાવી છૂપી રીતે હું બોટાદથી ભાગ્યો. પછવાડે પકડવા માટે આવ્યા. અને ઘોળા સ્ટેશનથી પકડી બોટાદ લાવ્યા. સૌ સ્નેહીઓએ મને સંસારમાં રાખવા માટે દાખલા દૃષ્ટાંતો આપ્યા, પરંતુ દબાઈને રોકાણો, પણ મન વિદ્વલ રહ્યા કરતું. તેવી રીતે ફરી સં.૧૯૪૮ના શ્રાવણ સુદી-૧ના રોજ છૂપી રીતે ભાગ્યો તે ઉપર મુજબ અમદાવાદથી પકડાયો અને બોટાદ આવ્યો. તે વખતે પણ સર્વે સંબંઘીઓએ દીક્ષા નહીં લેવા માટે વાતચીતો કરી, પરંતુ મન શાંત બિલકુલ થયું નહોતું, અને લાગ આવ્યે પાછું ભાગવું છે, એવા વિચાર થયા કરતા હતા.
દીક્ષા લેવા વારંવાર નાસભાગ મટે તો મોટો ઉપકાર થશે
આ દરમ્યાન સાયલા નિવાસી પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સંવત્ ૧૯૪૮ના શ્રાવણ વદમાં બોટાદ આવ્યા. કોઈના તરફથી તેઓશ્રીને એવી સૂચના આપવામાં આવી હશે કે મણિલાલ દીક્ષા લેવાના વિચારમાં વારંવાર નાસભાગ કરે છે, તે વિચાર તેનો બદલાય અને સ્થિર મનથી રહે તેમ કરી આપશો તો મોટો ઉપકાર થશે. એમ અનુમાન મારા સમજવામાં આવે છે; કેમકે સૌભાગ્યભાઈ મને ઓળખતા