________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૬૬ નહોતા છતાં અમારી દુકાને પોતે આવ્યા અને વાતચીતના પ્રસંગમાં મારી ઓળખાણ કરી. પછી તે દિવસે સાંજના પોતે ગામ બહાર ફરવાને બહાને બહાર ચાલ્યા, ત્યારે મને
સાથે આવવા કહ્યું, તેથી હું તેમની સાથે ગામની બહાર ગયો. ચાલતાં પ્રસંગમાં વાત લાવી તેઓ બોલ્યા કે–
હું ભાગીને આવું અને આપણે દીક્ષા લઈએ સંસાર બહુ દુઃખદાયી છે, સંસાર જૂઠો છે, મારે દીક્ષા લેવા ઇચ્છા છે, પરંતુ અવસ્થા વૃદ્ધ છે; તો મારી જોડે કોઈ દીક્ષા લેનાર નીકળે તો મદદ ઠીક મળે.” તે સાંભળી મેં તુરત જ કહી દીધું કે “મારી એ જ ઇચ્છા છે, અને હું બે વખત એટલા માટે છૂપી રીતે ઘર છોડી ભાગી ગયો હતો. આપનો વિચાર ચોક્કસ હોય તો આપ કહો તે વખતે અહીંથી ભાગી બીજે ગામ છૂપી રીતે રહું અને ત્યાં આપ પઘારો પછી આપણે દીક્ષા લઈએ.”
સાથે સિદ્ધાંતના જાણકાર વિદ્વાન હોય તો ઠીક પછી પોતે કેટલીક બીજી વાતો કરી મારું મન શાંત કર્યું અને કાલે વિચાર કરી નક્કી કરીશું માટે આવતી કાલે તું આ જગ્યાએ આવજે.
બીજે દિવસે મળવાનું થતાં શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે આપણે દીક્ષા લેવાનો વિચાર તો નક્કી કર્યો છે, હું વૃદ્ધ છું, તું નાની ઉંમરનો છે એટલે ઠીક છે. પણ આપણે સિદ્ધાંત વગેરે બહુ જાણતા નથી. તો સાથે એક વિદ્વાન મળે તો ઠીક. તો મારા ઘારવા પ્રમાણે મુંબઈમાં એક રાયચંદભાઈ કવિ છે. તેમને પણ સંસાર ત્યાગ કરવાની ઇચ્છા છે, તો તે તેમના ઉપર એક કાગળ લખ કે અમારા બેનો વિચાર આ પ્રમાણે દીક્ષા લેવાનો થયો છે, માટે આપનો વિચાર હોય તો ત્રણે જણા સાથે દીક્ષા લઈએ.
આપણે કોઈની ભાંજગડમાં શા માટે પડવું? લખનાર–રાયચંદભાઈ કવિ કોણ છે તે હું ઓળખતો નથી. અને તે મોટા માણસ હોય અને આપણા કાગળ ઉપર કાંઈ ધ્યાન પણ ના આપે. વળી તેમને તેમના આત્માનું કલ્યાણ કરવું હશે તો તેમની મરજીમાં આવશે તેમ કરશે. આપણે કોઈની ભાંજગડમાં શા માટે પડવું જોઈએ?
રાયચંદભાઈ કવિ ભલા અને વિદ્વાન માણસ છે સૌભાગ્યભાઈ—રાયચંદભાઈ કવિ બહુ ભલા માણસ છે, વિદ્વાન અને સારા છે. મારું નામ આપી તું કાગળ લખ. મુંબઈનું ઠેકાણું આ પ્રમાણે છે. જરૂર જવાબ આપશે. જો જવાબ નહીં આપે તો પછી તું કહીશ તેમ કરીશું.
આપની દીક્ષા લેવાની ઇચ્છા હોય તો ખુલાસો લખશો આ ઉપરથી મેં કૃપાળુશ્રીને મુંબઈ પત્ર એવી મતલબનો લખ્યો કે મારે દીક્ષા લેવાની ઇચ્છા છે અને સૌભાગ્યભાઈ પણ એ મતને મળતા થયા છે. તેમણે આપનું નામ આપ્યું છે. માટે આપની જો દીક્ષા લેવાની ઇચ્છા હોય તો ખુલાસો લખશો. તેના જવાબમાં પત્રાંક ૪૦૧ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયેલ છે તે મળ્યો તેમાં –