________________
૩૬૭
શ્રીમદ્ અને મણિલાલ રાયચંદ ગાંધી ક્રોઘાદિ દુર્ગુણો ત્યાગ કરવારૂપ પ્રથમ દીક્ષા ઘારણ કરવી જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ મોટો ગુણ જાણીએ છીએ. પરંતુ વ્યાવહારિક વેષ બદલી દીક્ષા ઘારણ કરવી એ વૃત્તિને હાલ ક્ષોભ (સમાવેશ) કરવા જેવી છે. અને ક્રોધાદિ દુર્ગુણો ત્યાગ કરવારૂપ દીક્ષા ઘારણ કરવી અને જીવે શું કરવું બાકી રહ્યું છે તથા જપ, તપાદિ કરેલા નિષ્ફળ થયા છે તેનો શો હેતુ છે. વગેરે વારંવાર વિચાર કરવા જેવું છે. એ વગેરે મતલબનો સવિસ્તાર પત્ર આવ્યો. જે પત્રની નકલ તમોને આપી છે.
મારું મન પલટાઈ ગયું છે. હવે આપને દીક્ષા લેવી હોય તો આપની ઇચ્છા
તે પત્ર આવતાં જ જાણે કે દર્શન થયાં બરોબર થયું અને મન તદ્દન શાંત થઈ ગયું, અને હું પોતાની મેળે જ શ્રી સૌભાગ્યભાઈ પાસે ગયો અને કહ્યું કે સાહેબજીનો પત્ર આજે મને મળ્યો છે, મારું મન પલટાઈ ગયું છે. દીક્ષા લેવાનો વિચાર બંધ થયો છે, માટે આપને દીક્ષા લેવી હોય તો આપની ઇચ્છા, પણ આ પત્ર વાંચવા જેવો છે, એમ કહી પત્ર વંચાવ્યો.
કેવો સરસ પત્ર છે મારું મન પણ શાંત થઈ ગયું શ્રી સૌભાગ્યભાઈએ પત્ર વાંચી કહ્યું કે જો આ પત્ર કેવો સરસ આવ્યો છે. એમનું લખવું બરાબર છે. મારું મન પણ શાંત થઈ ગયું. એમણે પત્રમાં લખ્યા પ્રમાણે આ બાજુ આવવું થશે ત્યારે રૂબરૂ મળવું થશે અને તે પ્રસંગે વિશેષ ખુલાસો થશે. માટે જરૂર મેળાપ થશે તેથી હવે શાંતપણાથી રહેજે.
આપને મળવા હુકમ હોય તો છાની રીતે આવું પછી શ્રી સૌભાગ્યભાઈ શ્રી સાયલે પધાર્યા. દીક્ષા લેવાના વિચારથી તો મન શાંત થયું, પણ સાહેબજીને જલ્દી મળવું તેમ મન વખતે વખતે આતુર થયા કરે. જેથી થોડા દિવસે એક બીજો પત્ર લખ્યો કે “આપના પત્રથી મન શાંત થયું છે, પણ આપની સેવામાં આવીને વિશેષ રહેવાની ઇચ્છા છે, પણ વડીલો તરફથી રજા મળે તેમ નથી. માટે હુકમ હોય તો છાની રીતે આવું.” વગેરે મતલબથી પત્ર લખ્યો તેના જવાબમાં–
વડીલોની વિરુદ્ધ થઈ આવવું નહીં તમારો પત્ર પહોંચ્યો છે. અમારા સમાગમમાં આવવા તમારી વિશેષ ઇચ્છા જાણી, પણ વડીલોની વિરુદ્ધ થઈને આવવું નહીં. અમારું તે પ્રદેશમાં આવવું થશે ત્યારે થવાયોગ્ય થઈ રહેશે. આ ભાવનો પત્ર મળ્યો તે પત્ર શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૪૦૭માં છપાયેલ છે.
મારા મનનો ખુલાસો વગર કહ્યું કરે તો અનાજ ખપે તે પછી સંવત્ ૧૯૫૧ની સાલમાં સાહેબજી શ્રી હડમતીયા બોટાદ પાસે પઘાર્યા. સાથે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી ડુંગરશીભાઈ ગોસળીયા તથા શ્રી લીંમડીના મુમુક્ષુ ભાઈઓ હતા. મને બોટાદમાં ત્રીજે દિવસે ખબર મળ્યાં; પરંતુ તે વખતે મારા વડીલ ભાવનગર ગયેલા હોવાથી ભાવનગર પત્ર લખી હડમતીયા જવાની રજા મંગાવી. જવાબમાં મારા વડીલે લખ્યું કે અમો બોટાદ આવ્યા પછી તેને હડમતીયા મોકલીશું. એ પત્ર વાંચી ઘરની મેડી ઉપર બેસી બહુ દિલગીર થઈ ગયો અને આંખમાંથી આંસુ નીકળી ગયાં. તે વખતે માત્ર હું એકલો હતો. પછી હિંમત રાખી બીજો પત્ર રજા મેળવવા લખ્યો. જવાબમાં