________________
૧૬૭
શ્રીમદ્ અને પંડિત લાલન
શંકા પન્ન ન થવી જોઈએ. એટલું જ નહીં, પણ તે અપ્રામાણિક છે એમ કોઈ કહે તો સાંભળનાર તે વાત સાચી પણ ન માને, એવું તેનું પ્રામાણિકપણું સર્વત્ર જાણીતું હોવું જોઈએ.
ચિત્ર નંબર ૧ અલ્પ વસ્તુઓનો ત્યાગ અને રસપોષક-વસ્તુનો ત્યાગ નહીં
એક વખત ત્રિભુવનભાઈ, માણેકલાલ ઘેલાભાઈ અને શ્રીમદ્ વગેરે કેટલાંક પરોણાઓ જમવા બેઠેલા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યા. માણેકલાલભાઈએ તિથિનું કારજ્ઞ બતાવી શાક લેવાની ના કહી. રાઈનાં પીરસતાં તેમાં વિદળને કારણે ના પાડી. પછી બીજી કેટલીક પરચુરણ વસ્તુઓ પીરસવામાં આવી. તેમાંની કેટલીક લીધી અને કેટલીક ન લીઘી, છેવટે દૂધપાક પીરસાયો. તે માણેકલાલભાઈના ભાણામાં પીરસાતો હતો તે વખતે શ્રીમદે કહ્યું—“એમને દૂધપાક પીરસો રહેવા દો! એમને નાની નાની વસ્તુઓને ત્યાગી પોતાની મહત્તા વધારવી છે, પણ ખરેખરી રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી.’’ એ પ્રસંગે શ્રીમદે જિહ્વાસ્વાદ અને ૨સલોલુપતા ઉપર થોડુંક રસપૂર્ણ વિવેચન કર્યું હતું. ચિત્ર નંબર ૨ પ્રશ્ન પૂછનારની મુખર્તા પર કટાક્ષ તથા મોક્ષનો માર્ગ બતાવ્યો
શ્રીમદ્ સાથે ગાદી પર બેસીને અમે કંઈ ચર્ચા કરતા હતા તે વખતે એક દામનગરના વિણક શેઠ આરામખુરશી પર પડ્યા પડ્યા બીડી પીતા હતા. તેમણે શ્રીમદ્બે ટોળમાં પ્રશ્ન કર્યો, “રાયચંદભાઈ, મોક્ષ કેમ મળે ? તેના જવાબમાં શ્રીમદે જણાવ્યું કે—“તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છો તે જ સ્થિતિમાં હાથ કે પગ કંઈપણ હલાવ્યા ચલાવ્યા વગર સ્થિર થઈ જાઓ તો તમારો અહીંથી સીધો મોક્ષ થઈ જશે.’' આ સાંભળી તે શેઠ તરત ઊભા થઈ, બીડી નાખી દઈ શ્રીમદ્ પાસે આવી બેઠા. શ્રીમદ્ના જવાબમાં કંઈક પ્રશ્ન પૂછનારની મૂર્ખતા પર કટાક્ષ હતો, તેમજ તેની કઢંગી સ્થિતિનું ભાન કરાવવાનો, અને મોક્ષનો માર્ગ બહુ જ ટૂંકા જવાબમાં જણાવી દેવાનો આશય પણ હતો.
પંડિત લાલન
મોક્ષમાર્ગશ્ય ખેતાર, મેત્તાર ર્વભૂતાં, ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये.'
‘મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભૈજ્ઞા-ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું.'
પાઘડી વાંચી કે સીધીનો જેને લક્ષ નથી
મને કૃપાળુદેવનો પરિચય પ્રથમ મુંબઈમાં થયો હતો.
મુંબઈમાં કૃપાળુદેવ માંડવી પર આવેલ શ્રી અનંતનાથના દેરાસર સામે પરબત લધાના માળામાં શેઠ નેમચંદ વસનજીની પેઢીમાં ઊતરતા. આ પેઢી પહેલે માળે હતી. કૃપાળુદેવનું એ વખતનું શરીર તંદુરસ્ત અને ભરાવદાર હતું. તેઓ ૧૯ વર્ષના હતા અને કેડ સુધીનું પહેરણ પહેરતા. પહેલાં માથે કંઈ પહેરતા નહીં, પણ પાછળથી જામનગરી પાઘડી પહેરતા. એ પાપડી કંઈક વાંકી રહેતી જાણે Centre of gravity ખસી ગઈ હોય તેમ.