________________
૩૫૯
શ્રીમદ્ અને મનસુખભાઈ દેવશીભાઈ
ઘોરીભાઈ પરમકૃપાળુદેવના સત્સમાગમ અર્થે આવ્યા હતા. શ્રી ઘોરીભાઈ સિદ્ધાંતના / જાણ હતા. તેમની પાસે શ્રી મલ્લિનાથજીનું સ્તવન ગવડાવતા હતા. ઘણી વખત ) ગવડાવવાથી તે વખતની પરમકૃપાળુદેવની દશા તેવી ભાસતી હતી.
ભગવાને ભક્તની સંભાળ રાખવા જણાવ્યું સંવત્ ૧૯૫૬ના આસો માસમાં લીમડીવાળા શાહ માણેકચંદ હરખચંદ વઢવાણ કેમ્પમાં શ્રી પરમકૃપાળુદેવના દર્શન કરવા આવેલા. તેની તબિયત નરમ હતી. તેથી તેની દવા કરવા પરમકૃપાળુદેવે ડૉ. પ્રાણજીવનને આજ્ઞા કરી, અને તેની ખાવાપીવાની બધી સંભાળ રાખવા માટે મને આજ્ઞા કરી હતી.
જ્ઞાનદાનથી તેમનું મોટું આવરણ તૂટે એમ છે તે પછી માણેકચંદની સ્થિતિ વિષે પૂછ્યું કે તેમની મૂડી કેટલી હશે? મેં જવાબ આપ્યો કે રૂપિયા ૫૦-૭૦૦ની મૂડી તેની પાસે હશે. પછી પરમકૃપાળુદેવે કહ્યું કે પરમકૃત ખાતામાં રૂ. ૫/- ભરશે? પૂછજો. પછી મેં શ્રી માણેકચંદભાઈને પૂછ્યું કે તમે પરમકૃત ખાતામાં રૂપિયા પાંચ ભરશો? શ્રી પરમકૃપાળુદેવે પૂછ્યું છે. ત્યારે તેમણે કહ્યું કે હું શ્રી કેશવલાલભાઈને પૂછીને જવાબ આપીશ. ત્યારબાદ માણેકચંદભાઈએ કેશવલાલને પૂછ્યું. એણે સલાહ આપી કે તમે કૃપાળુદેવને તમારી ગરીબાઈ જણાવી રૂપિયા ૫/- ભરી શકું તેમ નથી એમ કહેજો. તેથી માણેકચંદભાઈએ પરમકૃપાળુદેવને પોતાની સ્થિતિ જણાવી રૂપિયા પાંચ ભરવા ના કહી. તેણે એમ કહ્યું એટલે શ્રી પરમકૃપાળુદેવે કેશવલાલભાઈને બોલાવી ઠપકો આપ્યો કે તમે સમજણ વિના કર્મબંઘ કરો છો. આમાં તમારે ડહાપણ ડહોળવા જેવું નથી. તેમને એક મોટું આવરણ છે અને તે આથી ત્રુટે એમ છે એમ કહેવામાં આવ્યું કે તરત જ માણેકલાલે રૂપિયા ૫ - ખાતામાં ભર્યા અને પોતાના દેહ છૂટવાના વખતમાં રૂપિયા ૨૩૫/- શ્રી પરમકૃત ખાતામાં ભરવા કહી ગુજરી ગયા હતા. એમ જ્ઞાનનું આવરણ પરમકૃપાળુદેવે કઢાવ્યું હતું. રૂપિયા ૫/- ભરવા કહેલું, તે વખતે એમ પણ જણાવેલું કે અમે કોઈને કહીએ તો એક આસામી એક લાખ ભરે તેમ છે, પણ તમને બઘાને કહેવાનો હેતુ જુદો છે.
આ ભવની પ્રકૃતિ આવતા ભવમાં આખી બદલાઈ જશે મને ઉદ્દેશી તે વખતે જમણી આંખ પર મસો જોઈ કહ્યું કે-“જ્ઞાનનું તમને આવરણ છે તે આવતા ભવમાં નાશ થશે.” મારી પ્રકૃતિ તેજ હતી. શ્રી પરમકૃપાળુદેવે કહ્યું હતું કે–“આ પ્રકૃતિ આ ભવમાં સુઘરવાની નથી. પણ આવતા ભવમાં આખી પ્રકૃતિ બદલાઈ જશે.” વગેરે બોલેલા. તેથી તેમની અદ્ભુતતા અમોને લાગી હતી.
સંવત્સરીના રોજ અવશ્ય ઉપવાસ કરવાની આજ્ઞા સંવત્સરીના રોજ અવશ્ય ઉપવાસ કરવો એમ સંવત્ ૧૯૫૬ના ભાદરવા સુદ ૫ના રોજ મને આજ્ઞા કરેલી હતી. સંવત્ ૧૯૫૬ના પર્યુષણમાં શ્રી પરમકૃપાળુદેવ વઢવાણ કેમ્પમાં વારંવાર આઠ દ્રષ્ટિની સઝાય ગવડાવવા આજ્ઞા કરતા હતા. સંવત્ ૧૯૫૭ના માગસર માસમાં વિવિધ પ્રકરણ રત્નાકરનું પુસ્તક શ્રી અમદાવાદ મધ્યે પોતાની અનુકંપાથી મને આપ્યું હતું. અને મહા માસમાં વલસાડ મુકામે શ્રી કસ્તુરી પ્રકરણ નામનું પુસ્તક આપેલ છે.