________________
શ્રીમદ્ અને પ્રાણજીવન દોશી
નવાર પ્રભુ પાસે આવતા હતા. ભૂપત બાપુને પ્રભુએ કહ્યું –બાપુ, તમે આજે સામૈયામાં જશો નહીં. અને જાઓ તો ઘોડે ચડશો નહીં. તેમણે કહ્યું કે નહીં જાઉં. પણ પછીથી તેઓ ઘોડે ચઢી સામૈયામાં ગયા. ઘોડો દોડાવતાં તે ભડક્યો અને વરરાજાના ગાડા સાથે અથડાતાં ભૂપતસિંહ બાપૂને કપાળમાં ગાડાનું ડાગળું વાગ્યું અને જ્ઞાનમંદિરે જતાં મિયાણાવાસ પાસે અત્યારે જે ઝાંપો છે ત્યાં પડ્યા અને થોડીવારમાં મરણ પણ પામી ગયા.
બઘા પુસ્તકો હૈયામાં છે મેઘજીભાઈ સ્વામીનારાયણનો ઘર્મ માનતા હતા. એક વખત મેઘજી પટેલ અને બીજા ચમનપરના પટેલ, રવજીભાઈને ઘેર આવ્યા હતા. રાયચંદભાઈ બેઠકમાં હતા. ત્યાં બધા જઈને તેમની સામે બેઠા. પછી મેઘજીભાઈ પટેલે કહ્યું કે, રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) સ્વામીનારાયણની વચનાવલીમાં વચનામૃત ૨૬૨ છે. ત્યારે રાયચંદભાઈએ કહ્યું કે ના ૨૭૨ છે. પછી મેઘજી પટેલે કહ્યું આટલા બઘાં ઘર્મના પુસ્તકો તમે વાંચી લીધાં હશે? ત્યારે રાયચંદભાઈએ કહ્યું કે બઘા અમારા હૈયામાં છે. રાયચંદભાઈ જ્યારે બોલે ત્યારે એની વાણી મીઠી એટલી બધી કે એવી મીઠી વાણી હજી સાંભળી નથી. હજી બોલે તેવું મને બહું થતું, એમ મેઘજીભાઈ કહેતા હતા.
માતાજીને સુખ ઊપજે તેમ પ્રવર્તન માતાજી અને કૃપાળુદેવ એક વખત ફળિયામાં ખાટલા ઉપર બેઠાં હતાં. કૃપાળુદેવે માતાજીને કહ્યું, “માતાજી અમને તમો રજા આપો તો જંગલમાં જઈને સાધુ થવું છે.” માતાજીએ કહ્યું, “ભાઈ અમે તમને રજા કેમ આપીએ? કાંઈ સાધુ થઈ જવાય? ભાઈ તું એવું કેમ કરે છે?” માતાજીની આંખમાંથી આંસુ પડ્યાં. પછી કૃપાળુદેવે કહ્યું કે, મા જીવતો જોગી.......કોઈ દિવસ તેનું મોઢું જોવા મળશે ને તમારા બારણે આવશે. પછી કોઈ રાજાનું કૃપાળુદેવે દ્રષ્ટાંત આપ્યું. શું આપ્યું તે મળ્યું નથી. માતાજીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પછી કૃપાળુદેવે કહ્યું કે, મા તમને જેમ ઠીક લાગે તેમ. હવે હું બોલીશ નહીં. તમારે દુઃખ ન લગાડવું. માતાજી કૃપાળુદેવના દેહત્યાગ પછી અમુક વખતે કહેતાં હતાં કે મેં ભાઈને સાધુ થવાની રજા આપી હોત તો ભાઈની ઉંમર વઘારે હતી, એમ ભાઈ કોઈક વખત કહેતા. ઘરમાં વાત કરી હશે. પણ આ વાત કૃપાળુદેવનાં બેનના મોઢે માતુશ્રીએ કરી હતી.
આત્માર્થે એકાંત સેવન વિવાણિયામાં કપાળદેવ ફરવા જતા. ત્યારે દેસાઈ પોપટ મનજી, રાયચંદ મનજી તથા ભાટિયા કાકુભાઈ, કોઈક વખત કાળીદાસ મનજી, વીરજી રામજી – આ ભાઈઓ તેમની સાથે સાંજના ફરવા જતા ત્યારે બજારમાંથી બે પૈસાના ચણા (દાળિયા) કૃપાળુદેવ લેવાનું કહેતા. પછી ગામ બહાર જઈને બધાને એક ઠેકાણે બેસાડતા ને કહેતા કે, દાળિયા રેતીમાં નાખો ને એક એક બઘા વીણીને ખાતા રહેશો ત્યાં સુધી હું આવી જઈશ. આમ કૃપાળુદેવ બઘાને બેસાડી પોતે એકલા તેમનાથી આઘે જતા. જ્યારે દાળિયાના દાણા પૂરા થાય ત્યાં કૃપાળુદેવ આવી જતા હતા.
એકાંતમાં ધ્યાન વવાણિયામાં આજાબાજુ અઢાર તલાવડી છે. કૃપાળુદેવ દરરોજ એક એક તલાવડીએ ફરવા જતા અને ધ્યાન કરતા.