________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
તલાવડીનાં નામ : ૧. ગંગાય, ૨. વીરાસરી, ૩. ઘવલાસરી, ૪. ચાંપાસરી, ૫. ખોજાસરી, ૬. કાળી તલાવડી, ૭. સોનાસરી, ૮, દેવલાસરી, ૯. રૂપાસરી, ૧૦.
સુતારસરી, ૧૧. વડવાઈ, ૧૨. સોહનસરી, ૧૩. જોગરણસરી, ૧૪. રેંટિયાસરી એમ ચૌદ તલાવડીનાં નામ મળ્યાં છે. બે તળાવ ૧. વાણિયાસર, ૨. માંડાસર. આ બઘા વવાણિયાથી પા, અર્થો, એક કે દોઢ માઈલને આશરે ગામની ચારે બાજુ આવેલાં છે.
વવાણિયામાં સાધ્વીજીને સમજાવેલ મોક્ષમાળા વવાણિયામાં એક વખત કચ્છમાંથી સ્થાનકવાસીનાં મહાસતીજી ઠાણાં ૩ કૃપાળુદેવનું નામ સાંભળીને આવ્યાં હતાં. તેમણે કૃપાળુદેવને ત્યાં બીજા શ્રાવકની સાથે કહેવરાવ્યું કે “અમે રાયચંદ કવિને મળવા માટે આવ્યાં છીએ, અહીંયા ઉપાશ્રયે આવશે?” પછી સાધ્વીજી રવજીભાઈને ઘેર વહોરવા ગયાં ત્યાં કૃપાળુદેવને જોયા. તેમને ઉપાશ્રયે આવવાનું કહ્યું. કૃપાળુદેવ ત્યાં ગયા. મહાસતીજીની સામે નીચે જમીન ઉપર બેઠા. મહાસતીજી પાટ ઉપર બેઠાં હતા. પછી કૃપાળુદેવે કાંઈ વાત કરી ત્યાં તો સાધ્વીજી મહારાજ એકદમ પાટ ઉપરથી નીચે ઊતરી હાથ જોડીને કૃપાળુદેવની સામે નીચે બેસી ગયા. કૃપાળુદેવે જે વાત કરી તેથી તેમને એકદમ બહુ જ આનંદ થયો. પછી કૃપાળુદેવને સાધ્વીજી કહે – કવિરાજ અમને તો કાંઈ ખબર પડતી નથી. અમે દીક્ષા લીધી પણ જૈનનાં સૂત્રો માગથી ને સંસ્કૃત ભાષામાં છે. અને અમે એટલું ભણ્યાં નથી. ગુજરાતી ભણ્યાં છીએ. સામાયિક વગેરેના પાઠમાં કાંઈ સમજણ પડતી નથી. અમને સમજ પડે એવું કાંઈ કરો. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે, તમને લખીને મોકલશું. પછી કૃપાળુદેવે મોરબીમાં જે મોક્ષમાળા ત્રણ દિવસમાં રચેલ તેના પાઠ દરરોજ મોકલતા. બીજે દિવસે તે પાઠ સમજાવતા અને પાછા લઈ આવતા. આમ અહીંના શેઠ દલીચંદભાઈ વ્રજલાલભાઈ કહેતા હતા.
આયુષ્યનો અંત જાણી ફરી લગ્નની મનાઈ દલીચંદભાઈના પિતાશ્રીને એક વખત કૃપાળુદેવે કહ્યું કે તમારે ફરી લગ્ન કરવાં નહીં, ત્યારે દલીચંદભાઈનાં માતુશ્રી ગુજરી ગયાં હતાં. પછી તુરતમાં દલીચંદભાઈના પિતાશ્રી વ્રજલાલભાઈ પણ ગુજરી ગયા. આ હકીકત દલીચંદભાઈ પાસેથી સાંભળી હતી.
ધ્યાનમાં કે શયન સમયે મોઢા પર તેજ કપાળુદેવના મોટાબેન શિવકુંવરબેન માતાજીના કહેવાથી કૃપાળુદેવને જમવા બોલાવવા કે જોવા જતા ત્યારે ઘણીવાર કૃપાળુદેવ ધ્યાનમાં હોય કે સૂતા હોય અને તેમના મોઢા પર તેજ દેખાતું. તે જોઈ માને કહેતા કે, ભાઈના મોઢા પર જાણે વિજળી જેવું ગોળ તેજ પ્રકાશે છે. માતાજી કહે, ઘણીવાર ભાઈ સૂતા હોય ત્યારે એવું તેજ હોય છે.
બુદ્ધિપ્રકાશનું લવાજમ જવલબેનના નામે કૃપાળુદેવે તેમનાં પુત્રી જવલબેનના નામથી બુદ્ધિપ્રકાશ'નું લવાજમ ભર્યું હતું. બુદ્ધિપ્રકાશ'નું લવાજમ એક વખત ભરે તો જ્યાં સુધી હયાતી હોય ત્યાં સુધી તેનો માસિક અંક મળે. એ ઉપરથી કૃપાળુદેવે પોતાના કુટુંબના કોઈના નામનું લવાજમ કેમ ભર્યું નહીં અને જવલબેનના નામનું જ ભર્યું! જવલબહેનનું આયુષ્ય તેમના કુટુંબી બીજા બધા કરતાં વઘારે છે એમ તેમણે જાણ્યું હશે. જવલબહેનને