________________
૧૩૫
શ્રીમદ્ અને ગાંઘીજી
ગણશો નહીં.” એમ કહી અમને બન્નેને નિઃસંતાનો અપૂર્વ બોઘ આપ્યો. અમે નમસ્કાર કરી, તે બોઘનો વિચાર કરતા કરતા ભાવસારની વાડીએ આવ્યા.
હદયની વાત ખુલ્લી કરતાં પરમ સંતોષ થયો. અમારી તેવી જ શ્રદ્ધા હતી. પણ શ્રી મુખે તે દશા સાંભળી પરમ ઉલ્લાસ થયો. અને જતાં પહેલાં આપણને પોતાનું હૃદય ખોલી વાત કરી દીધી એમ બન્નેના હૃદયમાં થવાથી પરમ સંતોષ થયો.
શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી
પોરબંદર “જેના પવિત્ર સંસ્મરણો લખવાનો હું આરંભ કરું છું તે સ્વ.શ્રીમદ્ રાજચંદ્રની જન્મતિથિનો આ દિવસ છે એટલે કાર્તિક પૂર્ણિમા સં.૧૯૭૯.
શ્રીમદ્ભા જીવનથી મળેલ શિક્ષા - શ્રીમદ્ રાજચંદ્ર જેમને હું રાયચંદભાઈ અથવા કવિ એવા નામથી પ્રેમ અને માનપૂર્વક બોલાવતો, તેમનાં સંસ્મરણો લખી તેમનું રહસ્ય મુમુક્ષુ પાસે મૂકવું એ મને ગમે. તેમના સંસ્મરણોને હું ન્યાય આપી શકું તેને સારું મને જૈનમાર્ગનો પરિચય હોવો જોઈએ. મારે કબુલ કરવું જોઈએ કે તે નથી. તેથી મારું દ્રષ્ટિ બિંદું હું અત્યંત સંકુચિત રાખવાનો છું. જે સંસ્મરણોથી મારા જીવન ઉપર છાપ પડી છે તેની નોંઘ અને તેમાંથી જે શિક્ષણ મને મળ્યું છે તે જ આપી હું સંતોષ માનીશ. કદાચ જે લાભ મને મળ્યો તે અથવા તેવો તે સંસ્મરણોથી વાંચનાર મુમુક્ષુને પણ મળે. મુમુક્ષુ શબ્દ મેં ઈરાદાપૂર્વક વાપર્યો છે. બધી જાતના વાંચનારને સારું આ પ્રયાસ નથી.
ટોલ્સટૉય, રસ્કિન અને શ્રીમદ્ રાજચંદ્ર મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે. ટોલ્સટૉય, રસ્કિન અને રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર). ટોલ્સટૉયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્ર વ્યવહારથી, રસ્કિનની તેના એક જ પુસ્તક “અન ટુ ધિસ લાસ્ટ' થી,–જેનું ગુજરાતી નામ “સર્વોદય’ મેં રાખ્યું છે. અને રાયચંદભાઈ (શ્રીમ)ની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિન્દુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા.
મને હિન્દુ ઘર્મમાં સ્થિર રાખનાર શ્રીમદ્ સન્ ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાંક ખ્રિસ્તી સજ્જનોના ખાસ સંબંધમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ઘર્મચુસ્ત હતા. બીજા ઘર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. જો કે મારો તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલો તો પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કર્તવ્ય હું સમજી શક્યો કે જ્યાં સુધી હિન્દુ ઘર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય, ત્યાં સુધી મારા જન્મનો ઘર્મ મારે ન જ તજવો જોઈએ, તેથી મેં હિન્દુ અને બીજાં ઘર્મ પુસ્તકો વાંચવા શરૂ કર્યા. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તકો વાંચ્યા. લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની આગળ મારી