________________
૯૧
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
અને એક દિવસ ખાવું એમ) કરું છું અને કાયોત્સર્ગ (ધ્યાન) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.”
પૂજ્યશ્રીએ કહ્યું : “લોક દ્રષ્ટિએ કરવું નહીં, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદનો ત્યાગ થાય તેમજ ઉણોદરી તપ (પેટ ઉણું રહે તેવું, ખૂબ ઘરાઈને ખાવું નહીં) થાય તેમ આહાર કરવો; સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજાને આપી દેવું.”
કૃપાળુ દેવે કહ્યું-આત્મા છે, એને જોયા કરો. મેં કહ્યું: “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” કૃપાળુદેવ : “આત્મા છે, એમ જોયા કરો.”
પછી પરમકૃપાળુદેવ મુંબઈ પઘાર્યા. ત્યાંથી કેટલાંક ઉપદેશામૃતથી ભરપૂર પત્રો શ્રી અંબાલાલભાઈ મારફત મળતા, તેથી આનંદ આનંદ થતો હતો.
સાચો ત્યાગ તે અંતર્ભાગ એકવાર મેં પરમકૃપાળુદેવને જણાવ્યું: મેં સાધન સંપન્ન કુટુંબ, વૈભવ, વૃદ્ધ માતા, બે બૈરી, એક પુત્ર આદિનો ત્યાગ કરી દીક્ષા લીધી છે.”
તે ત્યાગમાં ગર્ભિત રહેલો અહંકાર, ગર્વ ગાળી નાખવા તેઓશ્રી તડુકીને બોલ્યા : “શું ત્યાખ્યું છે? એક ઘર છોડી કેટલાં ઘર (શ્રાવકોનાં) ગળે નાખ્યાં છે? એ બે સ્ત્રીનો ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દ્રષ્ટિ ફરે છે? એક પુત્ર ત્યાગી કેટલાં છોકરાં પ્રત્યે પ્રીતિ થાય છે?”
આ સાંભળીને મારા દોષો પ્રગટ દેખાયાથી એટલી બધી શરમ આવી ગઈ કે જાણે જમીન માર્ગ આપે તો જમીનમાં સમાઈ જાઉં, તેથી મેં કહ્યું : “હું ત્યાગી નથી.” ત્યાં તો તેઓશ્રી બોલ્યા : “મુનિ હવે તમે ત્યાગી છો.”
(૨) આપના દર્શને સમાગમ માટે મુંબઈ ચોમાસું કર્યું છે સંવત્ ૧૯૪૯માં અમારું ચોમાસું મુંબઈમાં થયું. તે વખતે પરમકૃપાળુદેવે મને પૂછ્યું કે “તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું થયું? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે?” મેં કહ્યું : “આપના દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે.”
રોજ એક કલાકનો મને સમાગમ મળશે? કૃપાળુદેવે પૂછ્યું : “અહીં આવતા તમને કોઈ આડખીલ કરે છે?” મેં કહ્યું : “ના, હમેશાં અહીં આવું તો કલાકનો સમાગમ મળશે?” કૃપાળુદેવે કહ્યું : “મળશે.”
અવસરે અવસરે હું કૃપાળુદેવના સમાગમાથે પેઢી ઉપર જતો. મને દેખીને તે દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની ઓરડીમાં જઈ સૂયગડાંગ સૂત્ર વગેરેમાંથી મને વાંચી સંભળાવતા, સમજાવતાં.
કૃપાળુદેવને યોગ્ય લાગે તેમાંથી સમજાવતા એક વખત ત્યાં ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્રો પણ પડ્યાં હતા, ત્યારે મેં કહ્યું કે કૃપા કરીને