________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૪૪
અર્ધા ભાગનો ઉતારો કરવાનું કામ શરૂ કર્યું. લગભગ બે કલાકમાં ઉતારો કરી તેઓશ્રીએ તે લખાણ મને સોંપી દીધું. જેથી મારા મનમાં વિચાર થયો કે આ છોકરાએ એકલાએ
ત્વરાથી લખાણ પૂરું કર્યું અને ગૂંચવણભરેલા શબ્દો હોવા છતાં તે બાબત પૂછપરછ પણ કરી નહીં, જેથી ઉતારો કરવામાં ભૂલો આવી હશે, તેથી અસલ લખાણો સાથે ઉતારેલ નકલોની સરખામણી મેં પોતે જ કરી. સરખામણી કરતાં જણાયું કે અસલ લખાણના કોઈ કોઈ શબ્દોમાં કાના, માત્રા, અનુસ્વાર વગેરેની ભૂલો હતી, તે પણ તેમણે નકલો ઉતારી તેમાં સુઘારી લીધી હતી. અને અક્ષરો પણ તદ્દન ચોખ્ખા લખ્યા હતા. દસ કારકુનોએ તે ઉતારો આશરે પાંચ કલાકે પૂરો કર્યો હતો. તે ઉતારો કરવામાં જ્યાં જ્યાં ગૂંચવણો આવતી તેને માટે ઘણી વખત કારકુનો પૂછવા આવતા. છતાં લખાણમાં કેટલેક ઠેકાણે અશુદ્ધ શબ્દો લખ્યા હતા અને કાના, માત્રા, અનુસ્વાર વગેરેની પણ ભૂલો કરી હતી.
દસ કારકુનોએ પાંચ કલાકમાં તે જ કામ શ્રીમદે બે કલાકમાં કર્યું તેથી વિચાર આવ્યો કે દસ કારકુનોએ મળી જેટલું કામ પાંચ કલાકે કર્યું. તેટલું જ કામ એકલા છોકરાએ માત્ર બે કલાકમાં પૂર્ણ કર્યું છતાં કિંચિત માત્ર પણ ભૂલ નહીં, તે જાણી મને ઘણું જ આશ્ચર્ય ઉપર્યું અને મનમાં થયું કે આ છોકરો આગળ ઉપર ઘણો જ હોશિયાર અને પ્રતિભાશાળી થશે.
શ્રીમદ્ પ્રત્યે વિનય વિવેકમાં વૃદ્ધિ અત્યાર સુધી શ્રીમદ્ અમારે ઉતારે આવતા ત્યારે એક બાજુ પર બેસતા હતા. પણ હવે જે આસન ગાદી તકીયા પર હું બેસતો હતો તે આસનના અર્ધા ભાગમાં તેમને ઘણા જ આગ્રહથી બેસાડતો હતો. તે વખતથી હું શ્રીમદ્ભો વિનય વિવેક કરતો થયો પણ તે જ્ઞાની પુરુષ છે તેવી ઓળખાણ હજુ સુધી મને થઈ નહોતી. બીજે દિવસે શ્રીમદ્ અમારા ઉતારે પધાર્યા ત્યારે ઘણી જ અભુત અપૂર્વ વાતો કરી હતી. હું ફક્ત જવાબમાં હા કે ના એટલું જ કહેતો, તે સિવાય કાંઈપણ બોલી શકતો નહોતો.
કચ્છી ભાઈઓનો ઉતારો તમારે ત્યાં રાખશો? તે વખતે શ્રીમદે મને જણાવ્યું કે આજ રોજ શ્રી કોડાયથી બે કચ્છી ભાઈઓ અત્રે આવવાના છે, તેમનો ઉતારો તમારે ત્યાં રાખશો? મેં જણાવ્યું કે ભલે ખુશીથી અત્રે ઉતારો રખાવજો. અમો તેમને માટે સર્વ બંદોબસ્ત કરીશું. અમોને કોઈ રીતે અગવડતાનું કારણ નથી.
પછી તેઓ નિશ્ચિત થઈ કચ્છી ભાઈઓને આવવાના માર્ગ તરફ સામા ગયા.
શ્રીમદે તે બે કચ્છી ભાઈઓને સાથે લઈ અમારા ઉતારે પધાર્યા. અમોએ તે ભાઈઓને માટે નાહવા ઘોવા વગેરેની બધી વ્યવસ્થા કરી. ત્યાર બાદ કચ્છી ભાઈઓને અમે અત્રે આગમન થવા સંબંઘીની હકીકત પૂછી ત્યારે તેઓએ નીચે પ્રમાણે જણાવ્યું હતું.
રાયચંદભાઈથી જૈનમાર્ગનો ઉદ્ધાર અમો કોઈ એક ભાઈના કહેવાથી સાંભળ્યું હતું કે સૌરાષ્ટ્ર દેશમાં શ્રી વવાણિયા બંદર મધ્યે “રાયચંદભાઈ” નામના નાની ઉંમરના એક ભાઈ છે, તેઓશ્રી મહાન પુરુષ છે, તત્ત્વવેત્તા છે; અને જ્ઞાન પામેલા છે. તેવી હકીકત સાંભળવાથી અમોને તેઓશ્રીના દર્શન કરવા ઇચ્છા ઉત્પન્ન થઈ અને મનમાં એમ વિચાર થયો કે તેઓશ્રીને આગ્રહપૂર્વક વિનંતી કરીને શ્રી કાશી દેશમાં અભ્યાસ કરાવવા માટે લઈ