________________
શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર
લાગતું. તે જાણી મુંબઈ જવાનો વિચાર કર્યો. મુંબઈ જતાં પહેલાં જેતપુરના પંચોળી નામના પ્રખ્યાત જોષીને મળ્યા. તેમણે મુંબઈમાં કીર્તિ થશે, ઘન મળશે આદિ બાબતોનું ભવિષ્ય ભાખ્યું. તેમાંથી એક સિવાય બધું ખરું પડ્યું.
તેથી તેની ભૂલ જાણવા ટૂંક સમયમાં મુંબઈમાં જ્યોતિષનો અભ્યાસ કર્યો અને હિંદુસ્તાનના જોષીઓમાં જે દુર્ગમ્ય વિષય ગણાતો હતો તે પણ તેમણે સાધ્ય કર્યો. જન્મતિથિ જાણ્યા વિના પણ તે જન્મકુંડળી કરતા. માત્ર કોઈનું કપાળ દેખીને તેનો જન્મદિવસ જાણી જતા. દિવસે દિવસે આત્માની નિર્મળતા વધતી ગઈ તેમ તેમ શક્તિઓનો વિકાસ થવા લાગ્યો.
મુંબઈમાં હાઈકોર્ટના જજના પ્રમુખપણા નીચે ગંજાવર સભા ભરાઈ હતી. ત્યાં સો અવઘાનનો પ્રયોગ કરી બઘા પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બઘાં હિંદના છાપાંમાં વિવિઘ ભાષામાં તેનાં વર્ણન અને પ્રશંસા પ્રગટ થયાં. જજે તેમને વિલાયત જઈ, આવા પ્રયોગો દર્શાવવાથી ઘન અને કીર્તિનો લાભ થશે એમ જણાવ્યું, પણ ઘર્મને બાદ કરનાર અનાર્ય વાતાવરણમાં જવાની તેમણે ના પાડી.
ગૃહસ્થાશ્રમ પ્રવેશ | વિ. સં. ૧૯૪૪ મહા સુદ ૧૨ના રોજ ૨૦ વર્ષની વયે શ્રીમદ્ભા શુભ વિવાહ ઝવેરી રેવાશંકર જગજીવનદાસ મહેતાના મોટાભાઈ પોપટલાલની મહાભાગ્યશાળી પુત્રી ઝબકબાઈ સાથે થયા. તેમને છગનલાલ અને રતિલાલ નામે બે પુત્રો અને જવલબહેન અને કાશીબહેન નામે બે પુત્રીઓ હતી. શ્રીમદ્ જી ગૃહવાસમાં રહેવા છતાં પણ અત્યંત ઉદાસીન હતા.
સંવત ૧૯૪૭ કારતક સુદ ૧૨ના પત્રમાં સ્વયં લખે છે- “નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.” (પત્રાંક ૧૬૭)
વ્યવસાયમાં પણ આત્મલક્ષ જાગૃત શ્રીમદ્રજી ૨૧ વર્ષની વયે વવાણિયાથી મુંબઈ આવ્યા અને શેઠ રેવાશંકર જગજીવનદાસની દુકાનમાં ભાગીદારીમાં ઝવેરાતનો વેપાર કરવા લાગ્યાં. વેપાર કરતાં છતાં પણ તેઓ આત્માનો લક્ષ ચૂક્તા નહીં. વેપારમાં જેવો અવકાશ મળે કે તેઓ આત્મવિચારમાં લીન થઈ જતા અને વર્ષમાં બે-ચાર મહિના ઈડર, કાવિઠા, ખંભાત, વડવા, રાળજ, વસો, નડિયાદ કે ઉત્તરસંડા જેવા ક્ષેત્રમાં નિવૃત્તિ અર્થે જતા. તેમનામાં જ્ઞાનયોગ અને કર્મયોગ બન્નેનો યથાર્થ સમન્વય હતો.
સંવત ૧૯૪૭ના ફાગણ સુદ પના પત્રમાં તેઓ લખે છે :
“આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે.” (પત્રાંક ૨૧૪) સંવત ૧૯૪૯માં મુંબઈમાં શ્રી દેવકરણજી મુનિને કહે છે :“અમે હીરામાણેકને કાળકૂટ વિષ દેખીએ છીએ.”
શ્રીમદ્ વિષે મહાત્મા ગાંધીજીના ઉદ્ગાર મહાત્મા ગાંધીજી તેમના સંબંઘમાં ‘આત્મકથામાં લખે છે :“જે વૈરાગ્ય એ “અપૂર્વ અવસર”ની કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ