________________
શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર
પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો....
ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું....
- આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી...
ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમ)ના જીવનમાંથી છે. દયાઘર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું...ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાઘર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ઘર્મનું તેમની પાસેથી મેં કૂંડા ભરીને પાન કર્યું છે....
તેમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.....
તેમના લખાણોમાં સત્ નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક અક્ષર પણ લખ્યો નથી. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મલ્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેને શ્રીમદ્ભા લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી ભલે તે હિન્દુ હો કે અન્યઘÍ.”
-(રાયચંદભાઈના કેટલાક સંસ્મરણો) આત્મસિદ્ધિશાસ્ત્ર સર્જન સંવત ૧૯૫રના ચૈત્ર સુદ ૧૩ના અંગત પત્રમાં તેઓ લખે છે :
“વઘારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ઘામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” (પત્રાંક ૬૮૦)
સંવત ૧૯પરના આસો વદ એકમના દિવસે તેઓએ આ કાળના જીવો પર નિષ્કારણ કરુણા કરી ચૌદ પૂર્વના સાર રૂપ આત્મસિદ્ધિ રચી. પૂ.શ્રી બ્રહ્મચારીજી ચૈત્ર સુદ ૧૩ના અંગત પત્ર અને આત્મસિદ્ધિ અંગે લખે છે કે,
આ પત્ર ચૈત્ર મહિને લખ્યો, પછી આસો મહિને આત્મસિદ્ધિ લખી છે. કેવી દશા પામીને આત્મસિદ્ધિ લખી છે તે આ પત્ર પરથી જણાય છે. અખંડ સ્વરૂપમાં રમણતા એટલી બધી થયા પછી આત્મસિદ્ધિ લખી છે. એથી એમાં મહાવીરનાં જ વચન છે. સહજ સ્વભાવે આત્મસિદ્ધિમાં કહેલું છે. ઠેઠ સુધી કામ આવે એવી છે. બઘાથી મુકાવી આત્મા પર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. આ પત્ર સાથે આત્મસિદ્ધિને સંબંઘ છે.”
“આત્મસિદ્ધિમાં બધા શાસ્ત્રોનો સાર છે. અપૂર્વ ગ્રંથ છે. આ કાળમાં પરમાત્મદશા પામીને કપાળદેવે આ ગ્રંથ રચ્યો છે એમાં છ દર્શનનો સમાવેશ છે.”
(૮)