________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
- ૩૨૬ અનેક આત્મશ્રેયકર વાર્તા શ્રીમદ્ભી કૃપાથી સમજાઈ
આમ અનેકવિઘ આત્મશ્રેયકર વાર્તા શ્રીમદ્ભી કૃપાથી સમજાઈ છે. શ્રીમદ્ભા
ગુણાનુરાગી, ભક્તિશાળી ભાઈઓના તેમજ તેવા મુનિગણના સમાગમથી સમજાઈ છે; તે બઘાનો હું ઉપકૃત છું. તે બઘાને, તેમજ અન્ય જે બઘાથી એ લાભ પામ્યો છું તેમને ફરી ફરી વિનયભાવે નમસ્કાર કરું છું.
મરહૂમ શ્રીમદ્ રાજચંદ્રનો મારો પરિચય લખ્યો તા.૧૪-૩-૧૯૬૦
શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી ગ્રંથમાંથી ઉદ્ભૂત:
આ કવિરાજ જૈન છે, વિદ્વાન છે, કવિ છે સં. ૧૯૪૨-૪૩માં કૃપાળુદેવ મોરબીના કિરતચંદ શેઠ સાથે અમદાવાદમાં શેઠ જમનાદાસને ત્યાં ઊતર્યા હતા. તેઓ તેમને માણેકચોકમાં અમારી પેઢીએ તેડી લાવ્યા અને કહ્યું કે આ કવિરાજ જૈન છે, વિદ્વાન છે, કવિ છે. પેઢી ઉપર તે વખતે અમારા કાકા લહેરાભાઈ તથા રંગજીભાઈ તથા વળા રાજ્યના કારભારી લીલાઘરભાઈ બેઠા હતા. લીલાઘરભાઈએ કહ્યું કે લહેરાભાઈના નામનું કવિત કરો. તે કવિત કર્યું. પછી ફરી કહ્યું કે એ જ નામનું અવળું કરો. તે પણ બનાવ્યું પછી લહેરાભાઈએ તેમને જમવાનો આગ્રહ કર્યો. શ્રીમદ્ કંઈપણ બોલ્યા નહીં. કિરતચંદ શેઠે જવાબ આપ્યો કે અમારે રોકાવાનું નથી.
કૃપાળુદેવ સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ પામેલા પુરુષ મોરબીના અમારા મિત્ર વનેચંદ દફતરીએ એક ચોપડી “સાક્ષાત્ સરસ્વતી મોકલી, અને લખેલ કે અહીં એક વણિક “સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ પામેલા પુરુષ છે. તેમના વિષેનું આ પુસ્તક છે.
કૃપાળુદેવનું ચિત્રપટ જોઈ બોલ્યા આ તો “સાક્ષાત્ સરસ્વતી પ્રભાશંકર પટણી (ભાવનગરના દિવાનસાહેબ), નાનાસાહેબ, નડિયાદવાળા તથા બોટાદના નગરશેઠ હિંમતલાલભાઈ અમારા નિમિત્તે અહીં અગાસઆશ્રમમાં આવેલા તે વખતે કૃપાળુદેવનું ચિત્રપટ જોઈને પટણી સાહેબ બોલ્યા કે, આ તો અમારા “સાક્ષાત્ સરસ્વતી”!
શ્રી જૂઠાભાઈ તો કૃપાળુદેવને પરમાત્મા જ માનતા • , સં.૧૯૪૪માં મોક્ષમાળા છપાવવા કૃપાળુદેવ અમદાવાદ આવ્યા ત્યારે ટંકશાળમાં શેઠ પન્નાલાલ ઉમાભાઈને ત્યાં રહ્યા હતા. સાથે નેમચંદ કરીને છોકરાને લાવેલા. તે રસોઈ કરતો. તે દરમ્યાન જૂઠાભાઈને કૃપાળુદેવનો સમાગમ થયો. મારા ઉપર વનેચંદ દફતરીનો કાગળ લાવેલા તે મોકલાવેલો. હું તેમને ટંકશાળમાં મળવા જતો. અને મારે બહારગામનો વ્યવસાય વઘારે તે કારણે મેં જૂઠાભાઈને તેમની ખાતર બરદાસને સંભાળ રાખવા કહેલ, જેથી જૂઠાભાઈને અમારા કરતાં વઘારે પરિચય થયો. કૃપાળુદેવ અમારી દુકાને પણ આવતા. જૂઠાભાઈ તો તેમને પરમાત્મા જ માનતા હતા.
કૃપાળુ દેવ મળવાથી જૂઠાભાઈ બધું સમજી ગયા અગાઉ જૂઠાભાઈ વૈષ્ણવ મંદિરમાં ભક્તિ કરવા અમારાથી છાના જતા. રોજ રાત્રે ઠંડે પાણીએ નાહવાથી તાવ લાગુ પડ્યો. અમારા કાકા વગેરેને ખબર પડી. પછી ઠપકો આપ્યો. અને આપણા ઘર્મમાં